મુકેશ અંબાણી હવે દરેક બાઇક ચાલવવા વાળને કવચરૂપે ૩૮,૦૦૦ રૂપિયાની ભેટ આપી રહ્યા છે…

હાલમા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિશ્વની દૈનિક માર્ગ સલામતી વિષે નો નવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમા આશ્ચર્યજનક આંકડા જોવા મળે છે, આ રિપોર્ટ અનુસાર હેલ્મેટનો ઉપયોગ ના કરવો, ઝડપથી  ડ્રાઇવિંગ કરવુ એ અકસ્માતના સૌથી મોટા કારણો બનતા હોય છે. દર કલાકે, દુનિયામા લગભગ ૪૦ લોકો રોડ અકસ્માતોમા મૃત્યુ પામે છે. WHO ના આંકડા મુજબ, ૫ થી ૨૯ વર્ષની વચ્ચે ના લોકોમા મૃત્યુનુ આ બીજુ સૌથી મોટુ કારણ છે.

ભારતમા દર વર્ષે લગભગ ૧,૩૦,૦૦૦ લોકો માર્ગ અકસ્માતોમા પોતાનો જીવ ગુમાવે છે. આ બાબતમા  ભારતે ચીનને પણ પાછળ છોડી આગળ નીકળી ગયુ છે. અકસ્માતોમા નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડાઓ ચોંકાવનારા માલુમ અડી રહ્યા છે. ગયા વર્ષે, દર કલાકે માર્ગ અકસ્માતોમા ૧૬ લોકો ના મોત થયા હતા.

ભારતનુ દિલ્હી શહેર માર્ગ અકસ્માતમા  મૃત્યુ પામનારની સંખ્યામા સૌથી આગળ છે, જ્યારે ઉત્તરપ્રદેશમા સૌથી ભયંકર વિસ્તારમાં આગળ છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO એ સમગ્ર દુનિયામા રોડ સલામતી પર એક નવો રીપોર્ટ રજુ કર્યો છે. આ રીપોર્ટ મુજબ, વધુ સ્પીડમા ડ્રાઇવિંગ, હેલ્મેટ અથવા સીટ બેલ્ટ્સનો ઉપયોગ ન કરવો, અને બાળકોને નિયંત્રણમા ન રાખવા અકસ્માતોનુ મુખ્ય કારણ બને છે.

એક સર્વે અનુસાર, ૨૦૦૯ મા ભારતમા, દર કલાકે માર્ગ અકસ્માતોમા ૧૪ લોકોના મોત નીપજ્યા હતા. આ આંકડો ૨૦૦૮ મા ૧૩ નો હતો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB) ના મત મુજબ, માર્ગ અકસ્માતોમા માર્યા ગયેલા લોકોની સંખ્યા વાર્ષિક ૧,૩૫,૦૦૦ થી પણ વધુ છે, તેમા પણ ટ્રક ડ્રાઈવરો અને ટુ-વ્હીલર ડ્રાઇવરો અકસ્માત માટે સૌથી વધુ જવાબદાર ગણવામાં આવ્યા છે. સાંજે અને સવારે રસ્તા પર અતિશય ગાડીઓને કારણે અકસ્માતની શક્યતા વધતી જાય છે.

ઇન્ટરનેશનલ રોડ ફેડરેશન ના પ્રમુખ ના  જણાવ્યા પ્રમાણે, સલામત માર્ગો, સલામત વપરાશકર્તાઓ, સલામત વાહનો, લાગુ કાયદાઓ અને ટ્રાફિક કાયદાનુ ઉલ્લંઘન માટે પકડાઈ જવાના ભય હોય છે, તે બધા માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ હોવુ ફરજિયાત છે. વિશ્વમા સૌથી વધુ માર્ગ અકસ્માતો ભારતમા થાય છે. દરરોજ ૪૦૦ થી વધુ ટુ-વ્હીલર વાહનો અકસ્માતોનો ભોગ બને છે. એટલે કે, દર કલાકે આશરે ૧૬ અકસ્માત થાય છે. આમ છતાં, માર્ગ સલામતી પર કોઈ ગંભીરતા જોવા મળતી નથી.

આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી આપણા દેશના લોકોના રક્ષણ માટે વિચારી રહ્યા છે, જે રીતે તેઓ ભારતમાં રિલાયન્સ જીઓ લોન્ચ કરી,ખૂબ ઓછી કિંમતે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ અને કોલિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે જેનાથી સમગ્ર દેશમાં ઈન્ટરનેટની એક નવી જ  ક્રાંતિની સરુઆત થઇ છે અને દરેક વ્યક્તિ આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહયો છે અને હવે ફરી એકવાર અંબાણીએ દેશના હિત અંગે નવું પગલું લઈ લીધું છે, જે દેશના માર્ગ અકસ્માતોમાં લોકોના જીવને બચાવી શકે છે.

રિલાયન્સ કંપનીએ આ મુદ્દાને ધ્યાનમા લઈને તેના કર્મચારીઓને ‘રિલાયન્સ કવચ’ આપવાની જાહેરાત કરી છે. અકસ્માતની ઘટનામાં, ‘રિલાયન્સ કવચ’ ટુ-વ્હીલર વાહનના ચાલક ના જીવનનું રક્ષણ કરશે. ‘રિલાયન્સ કવચ’ વાસ્તવમાં સલામતી કિટ છે, જેમાં ડી ઓ ટી પ્રમાણિત હેલ્મેટ નો પણ સમાવેશ કરવામ આવ્યો છે, ખંભા અને કોણીને રક્ષણ કરતા જેકેટ્સ , હથેળી ને ઘર્ષણ માંથી રક્ષણ આપવા માટે મોજાઓ અને ઘૂંટણની સુરક્ષા કરતી ગાર્ડ પણ  શામેલ કરવામાં આવ્યા છે.

‘રિલાયન્સ કવચ’ સુરક્ષા કિટમાં સામેલ સુરક્ષા ગિયર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો રહેશે. આ સુરક્ષા કીટનું બજાર માં કીમત રૂ. ૫૦,૦૦૦ જેટલી છે. રિલાયન્સ માત્ર  રૂ .૧૨ હજારમાં જ તેના કર્મચારીઓને આપી રહી છે. કર્મચારીઓ તેને શૂન્ય ટકા વ્યાજે EMI ઉપર ખરીદી શકે છે. તે તેના કર્મચારીઓને સોફ્ટ લોન પણ આપશે. ટુ-વ્હીલર વાહનોની સલામતી માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પહેલ બાદ, ઘણી બધી કંપનીઓ પણ આ મુદ્દે આગળ આવવાની વિચારણા કરી રહી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,266 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>