મૃત્યુના આ ૧૦ સંકેત ખુદ શિવજીએ શિવપુરાણમા કહ્યા છે, તમે પણ જાણી લો…

દેવોના દેવ મહાદેવ આ સમગ્ર વિશ્વ ના સંહારક છે.સંહારક ના રૂપ માં શિવ,મૃત્યુલોક ના દેવતા તરીકે પૂજાય છે.ભગવાન શિવ પંચતત્વ માં વાયુ ના દેવ તરીકે પૂજવામાં આવે છે.એટલેજ શરીર માં જ્યાં સુધી વાયુ ચાલે છે ત્યાં સુધી પ્રાણ હાજર રહે છે.પણ આ જ વાયુ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે પ્રલયકારી બની જાય છે.આવામાં જો ભગવાન શિવ વાયુ ના પ્રવાહ ને રોકી દે તો તે કોઈ ના પણ પ્રાણ લઈ શકે છે.એટલે કે ભગવાન શિવ મૃત્યુ આપનાર છે.શિવપુરાણ માં મૃત્યુના સમય પહેલા ના અમુક સંકેતો સ્વંય શિવ દ્વારા બતાવવામાં આવ્યા છે તો ચાલો આજે આપણે તેને જાણીએ..

શિવપુરાણ ને ભગવાન શિવ સાથે સંબંધિત પ્રચલિત ધર્મગ્રંથો માનું સૌથી વધારે પ્રચીલીત ગ્રંથ માનવામાં આવે છે.આ પૌરાણિક ગ્રંથ અનુસાર ભગવાન શિવે માતા પાર્વતી ને મૃત્યુ ની પહેલા થનારા અમુક સંકેતો વિશે જણાવ્યું છે.જેના દ્વારા આવનારા કાળ ને આપણે ઓળખી શકીએ છીએ.આ સંકેતો દ્વારા મનુષ્ય ના મૃત્યુ અને તેના સમય ને ઘણી હદ સુધી જાણી શકીએ છીએ.તો ચાલો જાણીએ એ સંકેતો વિશે…

શિવપુરાણ પ્રમાણે જો અચાનક કોઈ વ્યક્તિ નું આખું શરીર પીળું અથવા તો સફેદ થઈ જાય અથવા તો તેના શરીર માં લાલ-લાલ નિશાન જોવા મળે તો તે વ્યક્તિની મૃત્યુ આવનારા ૬ મહિના ની અંદર નિશ્ચિત હોય છે અને એ પણ કહ્યું છે કે જો કોઈ માણસ નું મોઢું, કાન, આંખ સારી રીતે કામ કરતા નથી તો તેને સમજી જવું જોઈએ કે હવે તેનું જીવન માત્ર ૬ મહિના માટેજ રહ્યું છે.

શિવપુરાણ પ્રમાણે જો કોઈ વ્યક્તિનો ચહેરો, મોઢું અને ગળું વારંવાર સુકાઈ જાય તો તે એ વાત ને સંકેત આપે છે કે તેનું મૃત્યુ ૬ મહિના ની અંદર સંભવ છે. આજ રીતે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિનો દાબો હાથ વારંવાર ફડકી રહ્યો હોય અને તેની સાથો-સાથ તાળવું પણ સુકાઈ જાતું હોય તો તેનું મૃત્યું ૧ મહિના ની અંદર સંભવિત છે.

શિવપુરાણ માં સૂચવેલ મૃત્યુ ના સંકેતો માં એક સંકેત એવો પણ છે કે કોઈ વ્યક્તિ ને ચંદ્ર અને સૂર્ય ની આજુ-બાજુ કાળો કે લાલ ઘેરો બનતો દેખાય તો તેની મૃત્યુ ૨ અઠવાડિયા એટલેકે ૧૫ દિવસ ની અંદર થઈ શકે છે. જો કોઈ ને ચંદ્ર અને તારાઓ સારી રીતે દેખાય તો તેનો અર્થ એવો થાય કે તેની મૃત્યુ ૧ મહિના ની અંદર થઈ શકે છે.

શિવપુરાણ પ્રમાણે જો કોઈ વ્યક્તિને અચાનક લીલી માખીઓ ઘેરી લે તો આ એ વાત નો સંકેત છે કે તેની આયુ હવે માત્ર ૧ મહિનો વધી છે. જો કોઈ વ્યક્તિના માથા પર ગીધ, કાગડો અથવા કબૂતર માંથી કોઈપણ આવીને બેસીજાય, તો તેનો સંકેત એવો થાય કે તેનું મૃત્યુ ૧ મહિના માં થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિને પાણી, તેલ, ઘી અને અરીસા માં પોતાનો પડછાયો જોવા ન મળે તો આ એ વાત નું સંકેત છે કે તેની આયુ હવે માત્ર ૬ મહિના જ વધી છે. જો કોઈ વ્યક્તિને પોતાનો પડછાયો વગર માથા વાળો જોવા મળે તો તેનો અર્થ એવો થાય કે તેનું મૃત્યુ ૬ મહીના ની અંદર થઇ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,427 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>