Mother’s day: આ છે બોલીવુડ ની ગ્લેમરસ અને સુપર સ્ટાઈલીશ મમ્મીઝ

sridevi1-mos-full-2_120616105515

‘મધર્સ ડે’ નો ગુજરાતી માં અર્થ ‘માતૃ દિવસ’ થાય છે. દુનિયાભરમાં દર મે (May) મહિના માં આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે એટલે એક ૨૦૧૭માં ‘મધર્સ ડે’ ૧૪ મે, રવિવાર ના દિવસે આવે છે.

વિશ્વના બધા દેશો માં આને અલગ અલગ રીતે મનાવવાની રીત છે. માતા ને સમ્માન આપવા માટે ‘મધર્સ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાનો વધારે સમય તેમના મમ્મી સાથે પસાર કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને ‘મધર્સ ડે’ નિમિત્તે બોલીવુડ ની ગ્લેમરસ અને સુપર સ્ટાઈલીશ મમ્મીઝ વિષે જણાવશું.

આમ તો આપણા બધા ની મમ્મીઝ બોલીવુડ ની મમ્મીઝ ને ટક્કર આપે તેવા જ છે. છતાં અમે બીટાઉન ના એવા મમ્મીઝ વિષે જણાવશું જેમણે લગ્ન બાદ પણ પોતાના કરિયર માં ફોકસ કરીને પણ બાળકોને સંભાળે છે.

ટ્વિન્કલ ખન્ના

twinkle-aarav_640x480_41470470298

‘મિસ્ટર ફની બોન્સ’ અને ‘ધ લેજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ જેવી બુક્સ લખી ચૂકેલ ટ્વિન્કલ પોતાના બાળકો સાથે હબી અક્ષય કુમાર ની ફિલ્મમાં ડાયરેક્ટર નું કામ પણ કરે છે. ઉપરાંત તે બાળકો ને પણ ખુબ સારી રીતે સાચવે છે. તેણીને બે બાળકો છે, આરવ ભાટિયા અને નીતારા ભાટિયા.

કરીના કપૂર

57704095

બોલીવુડ ના શાનદાર કપલ એટલેકે ‘સૈફીના’ એ થોડા મહિના પહેલા જ એક બાળક ને જન્મ આપ્યો, જેનું નામ ‘તૈમુર અલી પટૌડી’ છે. પોતાના કામમાં સખત બીઝી રહેતી હોવા છતાં પણ કરીના પોતાના બેબી ને સમય આપવાનું સહેજ પણ ચૂકતી નથી.

શ્રીદેવી કપૂર

sridevi1-mos-full-2_120616105515

૯૦ ના દશક ની ટોપ હિરોઈન માંથી એક એટલેકે શ્રીદેવી. શ્રીદેવી બોલીવુડ માં પોતાના ગ્લેમરસ લુક માટે અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઓળખીતી છે. શ્રીદેવી ને બે છોકરીઓ છે, જહાન્વી કપૂર અને ખુશી કપૂર. જહાન્વી કપૂર માં તમે શ્રીદેવી ની ઝલક જોઈ શકો છે. જહાન્વી બોલીવુડ માં ખુબ જલ્દીથી ડેબ્યુ કરવા જઈ રહી છે. એક્ટિંગ અંગે તેની મોમ પાસેથી તે ઘણું બધું શીખે છે. શ્રી તેણીને ઘણી હેલ્પ કરે છે.

મલાઈકા અરોડા

malaika630-feb24

‘છૈયા છૈયા’ ગર્લ મલાઈકા ને કોણ નથી ઓળખું. મલાઈકા ને બોલીવુડ ની સૌથી સેક્સી મધર્સ કહેવામાં આવે તો ખોટું નહિ. મલાઈકા ના પુત્ર નું નામ અરહાન ખાન છે. મલાઈકા હંમેશા થી જ ફેશન આઇકોન રહી છે.

શિલ્પા શેટ્ટી

shilpa-shetty_640x480_41463890092

શિલ્પા શેટ્ટી કુન્દ્રા ને એક નાનો પુત્ર છે જેનું નામ વિઆન રાજ કુન્દ્રા છે. શિલ્પા બીટાઉન માં પોતાના ડ્રેસ અને ફેશન સેંસ ને કારણે જાણીતી છે. ઉપરાંત તે લોકોને યોગા ટીપ્સ પણ આપે છે.

સુષ્મિતા સેન

459729-sushmita-sen-and-daughters

પોતાના જમાના માં ટોપ રહેલી આ હિરોઈન ને કોઈ ન ઓળખતું હોય એવું બની જ ન શકે. સુષ્મિતા ના પોતાના સંતાનો નથી પણ તેણીએ આ બાળકો ને અડૉપ્ત કર્યા છે. તેણીએ બે છોકરીઓ ને અડૉપ્ત કરી છે, જેમનું નામ રિની અને એલીશા છે.

માતૃ દિવસ ના દિવસે બધા એ પોતાના મમ્મી ને સલામ કરવા. હેપ્પી મધર્સ ડે!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,584 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>