બનાવવામાં આસાન, સ્વાદમાં મજેદાર બનાવો મોરૈયાની ફરાળી ખીર

ગુજરાતીઓને સ્વાદના રસિયા અને શોખીન કહેવામાં આવે છે. તેઓ ઉપવાસ હોય કે એકટાણા એમાં પણ જાત-જાતની વાનગીઓ બનાવતા હોય છે. આપણે ત્યાં ઉપવાસમાં પણ ઘરના સભ્યોની અલગ- અલગ ડિમાંન્ડ હોય છે. જેમાં વિવિધ પ્રકારના ફરાળી ફરસાણ હોય તો ફરસાણ સાથે એકલા થોડુ ચાલે મિઠાય તો જોઈએ જ ને તો ચાલો આજે ફરાળી નમકિન અને ફરસાણ સાથે ખાઈ શકાય એવી મીઠી સ્વાદિષ્ટ વાનગી મોરૈયાની ફરાળી ખીર, જે ખાઈને તમારા પરિવારના બધા લોકો ખુશ થયા વિના રહેશે નહી. તો ચાલો બનાવીએ મોરૈયાની ફરાળી ખીર.

મોરૈયાની ફરાળી ખીર બનાવવા માટેની સામગ્રી :2

  • · 1 વાડકી, મોરૈયો
  • · 1/2 વાડકી ખાંડ
  • · 1/2 વાડકી દુધ
  • · 2 ચમચી ઘી
  • · 1/2 ચમચી એલચી પાવડર
  • · 1 ચપટી જાયફળનો પાવડર
  • · સુકા મેવાની કતરણ (ઈચ્છા અનુસાર)

મોરૈયાની ફરાળી ખીર બનાવવાની સમાગ્રી :

મોરૈયાની ફરાળી ખીર બનાવવા માટે સૌ પ્રથમ મોરૈયાને ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો. એ પલળી જાય એટલે તેમાંથી પાણી નીતારી લો અને એક વાડકામાં કાઢી લો.3

હવે એક જાડા તળિયાવાળી પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો, ઘી ગરમ થાય પછી તેમાં મોરૈયો નાખી ધીમા તાપ પર શેકો, મોરૈયો બરાબર શેકાય જાય એટલે તેમાં દુધ નાખી ઉકાળો,4

જ્યારે મોરૈયો ચઢી જાય ત્યારે તેમાં ખાંડ નાખી ધીમા તાપે શેકો, હવે બરાબર ઘટ્ટ ખીર બની જાય એટલે તેમાં એલચી પાવડર, જાયફળ પાવડર અને સુકામેવાની કતરણ નાખી બરાબર રીતે મીક્ષ કરો.5 ત્યારબાદ ગેસ બંધ કરી ખીરને ઠંડી થવા માટે મુકી દો, ખીર ઠંડી થાય એટલે સુકામેવાની કતરણથી ગાર્નીસ કરી સર્વ કરો,1 B

તો તૈયાર છે. એકદમ આસાન અને સ્વાદિષ્ટ તેમજ ફટાફટ બની જતી મોરૈયાની ફરાળી ખીર. આ ફરાળી ખીરની વાનગી આપ બનાવો અને ફરાળી નમકિન અને ફરાળી ફરસાણના સ્વાદમાં વધારો કરો.

શ્રાવણ માસ દરમિયાનની મારી ફરાળી વાનગી સિરીઝની આ વાનગી આપને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને આ રેસીપી બનાવવા માટે આપને કોઈ સવાલ હોય તો કોમેન્ટ પણ આપ કરી શકો છો.

રસોઈની રાણી : સિધ્ધી કમાણી (અમદાવાદ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,331 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>