મોંઘાદાઠ બ્યુટીશિયન જે કામ પાર્લરમા કરે છે, હવે તે જ કામ માત્ર એક લીંબુની છાલથી જ થાશે,જાણો ક્યા-ક્યા કામ…

લીંબુ ની છાલ નો ભરપુર ઉપયોગ:

કોઈ પણ તાંબા નું વાસણ હોય તેને નવા જેવું ચમકાવવા માટે લીંબુ ની છાલ નો ઉપયોગ વધુ થતો હોય છે. સવ થી પેહલા લીંબુ ની છાલ ને નમકવાળા પાણી મા બોળીને તાંબા ના વાસણ પર ઘસો અને પછી તેને સાફ પાણી થી ધોઈ લો. થોડીવાર સુકાયા બાદ તેને સાફ કપડા થી લુછી લો તમારું વાસણ થઇ ગયું નવું.

આજ રીતે જો કપડા મા ચમક લાવવી હોય તો પણ લીંબુ ની છાલ નો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે આ છાલ ને પાણી મા ઉકાળી લો અને તેને ગાળીને ઉપયોગ મા લઈ શકો છો. જો તમે હાથ ના બદલે વોશિંગ મશીન મા કપડા ધોતા હોય તો આ પાણી ને તેમાં નાખી ભેળવી દેવું. તમને તમારા કપડા મા અલગ ચમક જોવા મળશે.

આ ઉપયોગ તો પ્રતેક સ્ત્રી એ જરૂર થી કરવો જોઈએ જેથી તેમને પાર્લર મા જવું ના પડે તેના માટે લીંબુ ની છાલ તમારી ત્વચાને સુંદર કરવા માટે તેમજ તમે આ છાલ ને એક સ્ક્રબ તરીકે પણ ઉપયોગ મા લઇ શકો છો. સ્ક્રબ બનાવવા માટે લીંબુની છાલ ને સુકાવી લો, સૂકાયા બાદ તેને પીસી તેમાં ચણાનો લોટ, હળદર અને મળી ભેળવી તેને હલાવીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો.

હવે આ તૈયાર કરેલ પેસ્ટ ને હળવા હાથે ચહેરા પર લગાવો અને ત્રણ થી ચાર મિનીટ રાખ્યા બાદ તેને પાણી થી સાફ કરી લો.આ પ્રયોગ નિયમિત કરવાથી ચેહરા પર ના કાળા ડાઘ ઓછા થતા જાશે તેમજ ચેહરા ની ચમક મા પણ વધારો આવશે.

જો કોણી અને ગોઠણ કાળા થઈ ગયા હોય તો તેને દૂર કરવા માટે પણ લીંબુ ની છાલ નો ઉપયોગ થાય છે. તેના માટે લીંબુની છાલ પર ૧ ચમચી દળેલી ખાંડ નાખી કોણી અને ગોઠણ પર ખાંડ ઓગળે નહી ત્યાં સુધી ઘસો. આ પ્રયોગ નિયમિત કરવાથી ધીરે-ધીરે તમારી કોની અને ગોઠણ પર પડેલી કાળાશ દૂર થવા લાગશે.

નખ ની પીળાશ દુર કરવામાં પણ આ છાલ નો ઉપયોગ થાય છે. માત્ર લીંબુ ની છાલ ને પીળા થયેલા નખ ઉપર ઘસવાથી ટુક સમય માં જ તમારા નખ એકદમ સૂંદર અને ચમકદાર બની જશે.

લીંબુ ની છાલ નો ઉપયોગ ફર્સ ક્લીનર તરીકે પણ કરવામાં આવે છે. તેના માટે લીંબુ ની છાલ ના નાના-નાના કટકા કરી તેને વિનેગર મા દસ થી પંદર દિવસ સુધી પલાળીને રાખવા આ થાય ગયું તૈયાર તમારું ક્લીનર. હવે જયારે પણ પોતા લગાવો ત્યારે માત્ર ૨ ચમચી આ બનાવેલું દ્રવ્ય તમારા પાણી મા ઉમેરી દેવું અને ત્યારબાદ પોતા મારવા. તમે જાતે જ તમારા ફર્સ ની ચમક ને જોઈ શકશો તેમજ આનાથી બીજા જીવજંતુઓ પણ નથી આવતા.

લીંબુ ની છાલ માંથી પાચક અથાણું તેમજ પાચક ચટણી પણ બનાવવામાં આવે છે આ અથાણું ખાવા મા ખુબજ સ્વાદિષ્ટ હોય છે. તેના માટે લીંબુ ની છાલ મા નમક તેમજ હળદર ભેળવી તેને પંદર થી વીસ મિનીટ સુધી રોજ તડકા મા રાખો અને તેને રોજ ભોજન ની સાથે ઉપયોગ મા લઈ શકો છો. તેમજ લીંબુ ની છાલ ને સાવ જીણી સમારી તેને કેક મા પણ ઉપયોગ મા લેવાય છે.

લીંબુ ની છાલ ને સુકવી તેનો પાવડર બનાવી મુસાફરી દરમિયાન બેચેની અને ઉલટી આવવાની સમસ્યા સમયે સૂંઘવાથી આ તકલીફ દૂર થાય છે. તો મિત્રો આજે તમે લીંબુ ની છાલ ના ઘણા ફાયદાઓ વાંચ્યા તો હવે થી લીંબુનો રસ કાઢ્યા બાદ છાલ ને ફેંકતા પેહલા તેનો આ રીતે સરસ ઉપયોગ કરી લેવો.

Comments

comments


4,227 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 5