મોહનથાળ – સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈને બનાવો ઘરે વાર તહેવાર આ સ્વાદિષ્ટ મીઠાઈ …

મોહનથાળ એવી મીઠાઈ છે જે હું ક્યારે પણ ખાઈ શકું છું. મોઢા માં મુકતા જ ઓગળી જાય એવું texture અને સ્વાદ નું તો પૂછવું જ શુ !! આજે અહીં બતાવીશ મારા મમ્મીની સ્ટાઇલનો મોહનથાળ. આશા છે પસંદ આવશે. 

માવા વગર પણ મોહનથાળ બની શકે, પણ માવા વાળા મોહનથાળની વાત જ અલગ છે. 

સામગ્રી :: 

  • • 1.5 વાડકો ચણા નો કરકરો લોટ ,
  • • 2/3 વાડકો ઘી,
  • • 2/3 વાડકો ખાંડ,
  • • 3 ચમચી દૂધ,
  • • 3 ચમચી ઘી,
  • • 2/3 મોળો માવો,
  • • 1/2 ચમચી ઈલાયચી પાવડર,
  • • થોડા કેસરના તાંતણા,
  • • ચપટી ખાવાનો કેસરી કલર,
  • • 1/4 વાડકો પિસ્તાની કાતરણ.

રીત:

આ મીઠાઈ બનાવવી થોડી ટ્રીકી છે. જો ચોક્કસ માપ અને ચોક્કસ ટાઇમિંગ અને રીતને અનુસરશો તો ચોક્કસથી એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે…

અહીં આપણે કરકરો ચણાનો લોટ લઈશું. એક બાઉલમાં આ કરકરો લોટ લો. અને એમાં 3 ચમચી હુંફાળું દૂધ અને 3 ચમચી હુંફાળું ઘી ઉમેરો. હળવેથી મિક્સ કરો. બહુ મસળવાનું નથી. હવે આ બાઉલને ઢાંકી ને 1.5 થી 2 કલાક માટે સાઈડ પર રાખી દો. ત્યારબાદ લોટને સરસ રીતે ચાળી લો. ચાળવા માટે મોટા કાણાંની ચાયળી વાપરવી અને આંગળીઓના ટેરવાથી ચાળો. ચાળી લેવાથી લોટ એકસરખો થઇ જશે અને ગાઠા પણ નહીં રહે.
બીજી બાજુ ખાંડ અને 1 વાડકો પાણી ગરમ કરો. ધીમા તાપે ઉકાળો. 1 તારની ચાસણી બનાવો. ચાસણીમાં કેસર અને ઇલાયચી પાવડર ઉમેરો. જાડા તળિયા વાળી નોન સ્ટિક કડાયમાં ઘી અને લોટ લઈ શેકો. ધીમી આંચ પર હલકા બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકો. શેકતી વખતે હલાવતા રહો જેથી લોટ બળે નહીં. લોટ જેમ જેમ શેકાશે , એકદમ હલકો અને ફૂલેલો થઈ જશે.. ત્યારબાદ લોટમાં માવો ઉમેરો અને સરસ મિક્સ કરો. કોઈ પણ ગાઠા ન રહેવા જોઈએ. પહેલે થી છેલ્લા સ્ટેપ સુધી આ વાનગીમાં ગેસ સ્લો જ રાખવાનો છે. ત્યારબાદ શેકાય ગયેલા લોટમાં ચાસણી ઉમેરો અને ગેસ બંધ કરો. . મેં અહીં થોડો ખાવોનો કલર ચાસણીમાં ઉમેર્યો છે. આ કલર પુરી રીતે optional છે.
ત્યારબાદ ફૂલ સ્પીડ થી હલાવો અને જોશો કે લોટ અને ચાસણી એકદમ મિક્સ થઈ જશે. આ મિશ્રણ ને ઘી લગાવેલ વાસણમાં લઇ લો. જો મોહન થાળની જાડાય પસંદ હોય તો વાસણ નાનું લેવું. પીસ્તાની કાતરણ થી સજાવો. થોડું ઠરે એટલે મનપસંદ શેપ અને સાઈઝ ના કટકા કરો. 6 થી 7 કલાક માટે ઠરવા દો. અને ત્યારબાદ એર ટાઈટ ડબ્બા માં ભરો. 

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,668 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>