મોદી સરકારની નવી યોજના, જેમા મહિનામા માત્ર ૮૪ રૂપિયા ભરી વર્ષે મેળવો ૨૪ હજાર રૂપિયા

નવી દિલ્હીઃ અટલ પેન્શન યોજના APY ને વર્ષ ૨૦૧૫મા નરેન્દ્ર મોદી સરકારે લૉન્ચ કરી હતી. આ પેન્શન યોજના મુખ્યત્વે બિનસંગઠિત ક્ષેત્ર પર ભાર મુકે છે. અને રોકાણકારો ખૂબ થોડા રૂપિયાનું રોકાણ કરી સારી એવી રકમ પાછી મેળવી શકે છે. કોઈ વ્યક્તિને ઓછામાં ઓછું માસિક વળતર મેળવવા માટે ૧૮ થી ૪૦ વર્ષની ઉંમર વચ્ચે પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરવાનું રહે છે. ત્યાર બાદ તેને ૧૦૦૦ રૂપિયાથી ૫૦૦૦ રૂપિયા સુધી માસિક પેન્શન દર મહિને મળતું રહેશે.

આ યોજના માં રિટર્ન વ્યક્તિ કેટલી ઉંમરે અને કેટલુ રોકાણ કરે છે, તેના ઉપર આધારિત છે. આ યોજના અંતર્ગત વ્યક્તિ ત્રણ રીતે રોકાણ કરી શકે છે – માસિક, ત્રિમાસિક અને છ માંશિક. એનો મતલબ એ છે કે, ૬૦ વર્ષની ઉંમર બાદ દર મહિને ૨૦૦૦ રૂપિયા મળશે.

કઈ રીતે કરશો અરજી

APY યોજનાનું ફોર્મ ઓનલાઇન વેબસાઈટ ઉપરાંત તમામ બેંકોની વેબસાઇટ પર મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ ફોર્મ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. તેમા જરૂરી વિગત ભર્યા બાદ ફોર્મ નજદીકી બેંક શાખામા જમા કરાવવાનુ રહેશે. આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ ફોર્મમાં જોડવાના રહેશે.

૬૦ વર્ષની ઉંમર બાદ APYમાથી બહાર નીકળી શકાય છે. પેન્શનની કુલ રકમ વ્યક્તિને 100 ટકા વાર્ષિકી-કરણ કરીને આપવામા આવે છે. કોઈ પણ કારણસર વ્યક્તિનું જો મૃત્યુ થઈ જાય તો પેન્શનની રકમ તેના વારસદારને મળશે અને જો બંનેનુ મૃત્યુ થાય તો પેન્શન તેના નોમિનીને તે રકમ પાછી આપી દેશે. ૬૦ વર્ષ પહેલા યોજનામાથી બહાર નીકળી શકાશે નહિ. જોકે કેટલીક પરિસ્થિતિઓ, જેવી કે લાભાર્થીનું મોત થાય કે ગંભીર બીમારી થાય તો, યોજનામાંથી બહાર નીકળી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,358 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>