મિલ્ક હલવો – નાના મોટા સૌ કોઈ માટે છે બેસ્ટ આ હેલ્ધી ને પૌષ્ટિક હલવો, તો નોંધી લો કામ આવશે

આજે હું એક મિલ્ક હલવા ની રેસિપી લઈ ને આવી છું . જેનો સ્વાદ દૂધ ની બળી થી એકદમ મળતો આવે છે.15 મિનીટ માં બની જતો આ હલવો ખૂબ જ ટેસ્ટી છે. એકવાર જરૂર થી ટ્રાય કરો અને જણાવો તમને કેવો લાગ્યો.

મોટાભાગ ના લોકો એ દૂધ ની બળી ટેસ્ટ કરી જ હશે પરંતુ ઘણા લોકો એના માટે નું દૂધ નથી વાપરતા. ગાય કે ભેંસ એના બચ્ચા ને જન્મ આપે પછી જે ઘટ્ટ દૂધ મળે એમાંથી બળી બનાવામાં આવે છે. આ ઘટ્ટ કાચા દૂધ માં ખાંડ ઉમેરી વરાળમાં બાફવાથી દૂધ ની બળી બને છે. પરંતુ ઘણા બધા લોકો આ દૂધ નો ઉપયોગ નથી કરતા.

એકદમ સોફ્ટ અને સ્વીટ એના યુનિક ટેસ્ટ માટે બળી ખૂબ જ પ્રચલિત છે.હું આજે જે રેસિપી લઇ ને આવી છું એનો ટેસ્ટ એકદમ બળી જેવો જ છે.

મેં આ રેસિપી માં ચાઇના ગ્રાસ નો ઉપયોગ કર્યો છે. ચાઇના ગ્રાસ એ વેજિટેરિયન જીલેટિન છે જેને દરિયામાં થતી એક વનસ્પતી માંથી બનાવામાં આવે છે. જેને અગાર- અગાર પણ કહેવામાં આવે છે . જેનો ઉપયોગ કરવાથી તે દૂધ અને પાણી ને જમાવી દે છે.( જીલેટિન ની જેમ જ ઉપયોગ કરી શકો છો) ચાઇના ગ્રાસ તમને મોટા કરીયાણાં સ્ટોર માં મળી જશે.( 10-15 ₹ નું એક પેકેટ મળતું હૉય છે.)

બાળકો ને પણ આ બહુ જ પસંદ પડશે. દૂધ હોવાથી પૌષ્ટિક પણ છે.

સામગ્રી:-

  • 750 ml દૂધ (ફેટવાળું લેવું જેથી સ્વાદ ખૂબ જ સરસ બને છે),
  • 4 -5 ચમચી ખાંડ કે સ્વાદ મુજબ,
  • 2 ઈલાયચી નો ભૂકો,
  • ચપટી જાયફળ નો ભૂકો,
  • 2 ચપટી કેસર,
  • 1 પેકેટ ચાઇના ગ્રાસ,

રીત:-

 

સૌ પ્રથમ ચાઇના ગ્રાસને પેકેટમાંથી નીકાળી લો. અને સદા પાણીમાં 10 મિનીટ માટે પલાળી રાખો. ચાઇના ગ્રાસ દેખાવમાં ચોખાની પારદર્શક સેવ જેવું હોય છે. એને પાણીમાં પલાળશો એટલે એ સોફ્ટ જેલી જેવી સેવ બની જશે.હવે આ સેવને ગરણી માં નિકાળી લો એટલે પાણી નીકળી જાય.

એક જાડા તળીયા વાળા તપેલામાં 700 ml દૂધ લો. અને ઊકળે એટલે પલાળી ને રાખેલું ચાઇના ગ્રાસ ઉમેરો.

પછી ખાંડ , કેસર , ઈલાયચી અને જાયફળ નો ભૂકો ઉમેરી ને બરાબર મિકસ કરો..

ધીમા તાપે ચાઇના ગ્રાસ દૂધમાં ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો લગભગ 5 મિનીટ થશે.

હવે કાંઠા વાળી થાળીમાં આ તૈયાર કરેલું દૂધ નાખી દો. પછી દૂધ ઠંડુ થશે અને જામી જશે. જે એકદમ બળી જેવું જ હશે.

પછી કાપા કરી ને કટકા કરી લો. તમને ઠંડુ ભાવે તો ફ્રીઝમાં 30 મિનીટ માટે મૂકી દો. અને સર્વ કરો.

નોંધ:- ચાઇના ગ્રાસ માં ઉપર દૂધ કેટલું લેવું એ લખેલું જ હોય છે. જે લખ્યું હોય એનાથી ઓછું લેવું. મારા પેકેટ પર 1 લીટર લખ્યું હતું મેં 700 ml લીધું છે. આવું કરવાથી દૂધ વધુ સરસ જામે છે. દૂધ હલાવતા રહેવું એટલે નીચે ચોંટી ના જાય. સ્વાદ માં ખૂબ જ સરસ એવો મિલ્ક હલવો કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવો છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,297 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>