મિક્સ કઠોળ – ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે તો બનાવો ને ખવડાવો પરિવારજનોને…

ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે,

તો હવે આમ પણ ગરમી ની સીઝન માં શાકભાજી શિયાળા માં જ મળે એટલા ફ્રેશ ના મળે તો હવે દરરોજ બપોરે રસોઈ બનાવા ટાઈમે એક પ્રશ્ન થશે કે શાક શેનું બનાવું? તો હવે એ વિચાર છોડી દો અને બપોરે હેલ્થ માટે બેસ્ટ એવું કઠોળ નું શાક બનાવો. બાળકો ને આપો લંચ બોક્સ મા હેલ્ધી નાસ્તો ..

મિક્સ કઠોળ બનવા માટે જોશે

  • ફણગાવેલું મિક્સ કઠોર(મગ, મઠ,ચણા),
  • 1 નાનું ટામેટા,
  • 1 નંગ લીલું મરચું,
  • આદું,
  • લસણ(ઓપ્શનલ),
  • કોથમીર,
  • 1/2ચમચી આમચૂર પાવડર,
  • 1/2ચમચી લાલ મરચું પાવડર,
  • 1/2 ચમચી ધાણાજીરું,
  • 1/2ચમચી હળદર,
  • મીઠું,
  • ખાંડ(ઓપ્શનલ),
  • 2 ટી સ્પૂન તેલ,
  • રાઈ,
  • જીરું,
  • હિંગ,
  • લીમડાના પાન.

બનાવાની રીત

સૌ પ્રથમ ઍક પેન મા પાણી ગરમ મુકો પાણી ઉકળે એટલે કઠોળ ને તેમાં અધકચરા બાફી લો.હવે એક પેન માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાઈ એટ્લે તેમાં રાય,જીરું,હિંગ,લીમડાના પાન,આદું લસણ ની પેસ્ટ નાખી 2 મિનીટ સાતળવૂ.પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા,ઝીણું સમારેલ લીલું મરચું ઉમેર્રિ બાધા મસાલા મિક્સ કરવા હવે તેમાં ફણગાવેલું કઠોળ મિક્સ કરી અને ઢાંકી ને ચડવા દેવું(ઉપર જે ડીશ મૂકો તેમાં થોડુ પાની નાખવું)ગરમા ગરમ રોટી ક પરાઠા સાથે સર્વ કરવું. તૌ તેયાર છે મિક્સ કઠોળ બાળકો ને રોટી કે પરાઠા મા અંદર ભરી રોલ વાડી ને લંચ બોક્સ મા આપી શકાય

કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને બંધારણમાં પરિવર્તન આવે છે. જેનાથી ન માત્ર તેના સ્વાદમાં વૃ્દ્ધિ થાય છે પરંતુ તેના પોષક તત્વો અને ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે અને તે પાચનને પણ મજબૂત બનાવે છે

નાના મોટા બધાં માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી

રસોઈની રાણી : ચાંદની ચિંતન જોશી ( જામનગર )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,651 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>