મીઠો લીમડો કે જેના સેવનથી શરીરમા વાળ થી લઈને પગ સુધી મળશે ચમત્કારિક ફાયદાઓ…

મીઠો લીમડો કે પછી કઢી ના પાન બન્ને એક જ વસ્તુ ના બે નામ છે, તેને મીઠો લીમડો કેહવા પાછળ નુ કારણ છે તેના લીમડા જેવા પાન અને આ ભારત ના બધા જ પ્રાંતો મા મળે આવે છે માત્ર તેના નામ જ જુદા-જુદા હોય છે. આ એક એવો છોડ છે કે જેને તમે એક નાના કુંડા મા પણ ઉગાડી શકો છો તેમજ આનો મોટો ઉપયોગ બનતી કોઈ પણ રસોઈ મા સુગંધ ઉમેરવા માટે થાય છે. પરંતુ આ માત્ર સુગંધ જ નથી આપતો જો આયુર્વેદ મુજબ વિચારીએ તો આ સ્વાસ્થ્ય માટે પણ બહુ ગુણકારી સાબિત થાય છે.

તાજા મીઠા લીમડા ના પાન ની સુગંધ ફ્રીજ કે બહાર રાખેલા મીઠા લીમડા કરતા વધુ હોવાથી સદાય તાજો મીઠો લીમડો ઉપયોગ મા લેવાય તેવો આગ્રહ રાખવો. તો ચાલો આજે વાત કરીએ કે મીઠો લીમડો સુગંધ સિવાય શરીર મતિ કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે અને તેનો પ્રયોગ કઈ-કઈ બીમારી સમયે કરવામાં આવે છે.

લીવર

માનવ શરીર નો સૌથી મહત્વ નો ભાગ એટલે પીતાશય અથવા તો લીવર, તે કોઈપણ દખલગીરી વિના સદેવ કાર્યરત રહે છે તો તેના માટે તેનું તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે. તો ત્યારે મીઠો લીમડો લીવર ને મજબૂત બનાવી બેક્ટેરિયા અને વાયરલ ચેપ સામે રક્ષણ આપે છે, જેમ કે મુક્ત રેડિકલ્સ હીપેટાઇટિસ સિર્રોસિસ નામક બીમારી સામે મીઠા લીમડા થી રક્ષણ મળે છે.

આંખો

મીઠા લીમડા ના પાન મા પૂરતા પ્રમાણ મા મળી આવતી વિટામિન A આંખો ને રક્ષણ આપે છે. જો કોઈ વ્યક્તિ ને વિટામિન A ની ખામી હોય તો તેની આંખો ની દૃષ્ટિ ઓજલ થવા લાગે છે તેથી આંખો માટે વિટામિન A વધુ મહત્વ ધરાવે છે. જો તમે તમારા શરીર મા વિટામિન A ની ખામી દુર કરવા ઈચ્છો છો, તો તમારે મીઠા લીમડા ના પાન ખાવાથી આંખો થી લગતી બીમારીઓ દુર રહે છે અને દૃષ્ટિ સારી રહે છે.

વાળ

મીઠા લીમડા ના પાન મા મોઈશ્ચરાઈઝર ના ગુણધર્મો હોવાથી તે વાળ ને ઊંડાણ થી સાફ કરે છે અને તેનાથી વાળ મા વધારો થવા ની સાથે મજબૂત બને છે. આનો ઉપયોગ કરવા માટે મીઠા લીમડા ના પાન સુકાવી તેનો પાવડર બનાવી નારિયલ કે તલ ના તેલ મા ભેળવી તેને ગરમ કરી માથા મા માલીસ કરવાથી વાળ ઉતરતા બંધ થશે અને મજબૂત બનશે.

કેન્સર

મીઠા લીમડા ના પાન મા ઘણા બધા પ્રકાર ના એન્ટીઑકિસડન્ટ્સ અને ફેનોલ્સ હોવાથી કેન્સર જેવી ભયંકર બીમારી સામે રક્ષણ આપે છે. તેમજ આમાં રહેલ તત્વો લ્યુકેમિયા પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપી શકે છે.

ડાયાબિટીસ

મીઠા લીમડા ના પાન નિયમિત આરોગવા મા આવે તો તેનાથી લોહી મા ખાંડ ની માત્રા મા ઘટાડો કરે છે તેમજ તેમાં રહેલા ફાયબર સુગર ના પ્રમાણ ને વ્યવસ્થિત રાખવા મદદરૂપ થાય છે. આ સિવાય પાચન શક્તિ મા સુધારો કરી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને અને ડાયાબિટીસ ને ટાળવા આનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,376 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>