મીની ચીઝ સમોસા – આજે બનાવો આ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી એવા આ સમોસા…

સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. સ્કૂલ કે કોલેજ ની કેન્ટીન હોય કે પછી થિયેટર હોય સમોસા અચૂક થી લગભગ બધે જ મળતા હોય છે. ચા સાથે એની લિજ્જત બમણી થઇ જાય છે એમાં પણ આજકાલ ઘણાં બધા અલગ અલગ પ્રકાર ના સમોસા મળતા હોય છે જેમ કે આલુ મટર સમોસા,પનીર સમોસા, ચાઈનીઝ સમોસા, મગ ની દાળ ના સમોસા વગેરે..

હું આજે બાળકો અને મોટા બધા પસંદ કરે એવા ચીઝ સમોસા ની રેસિપી લઇ ને આવી છું. જે કોઈ પણ ટાઈમે ખાઈ શકાય છે અને બાળકો ને ટીફીન પણ આપી શકો છો.

મોટા ભાગે સમોસા માટે મેંદા માંથી કણક બનાવવા માં આવતી હોય છે. પરંતુ એ એટલા હેલ્થી નથી હોતા. મેં ઘઉં ના લોટ માં થી કણક બનાવી છે એટલે બાળકો ને તમે વારંવાર બનાવી આપી શકો છો.

ચાલો ખૂબ ઝડપ થી બની જતા ચીઝ સમોસા ની રેસિપી જોઇ લઈએ.

મીની ચીઝ સમોસા માટે ની સામગ્રી :-

કણક બાંધવા માટે

 • 1 1/2 કપ ઘઉંનો લોટ ( મેં મલ્ટીગ્રેન લોટ લીધો છે)
 • 1/4 ચમચી અજમો
 • 4 ચમચા તેલ
 • મીઠું સ્વાદ અનુસાર
 • પાણી કણક બાંધવા માટે

સ્ટફિંગ માટે

 • 150 ગ્રામ છીણેલું ચીઝ
 • 2 ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં
 • 1 ચમચી ઝીણું સમારેલું આદું
 • 1/4 ચમચી મરી નો ભૂકો
 • ચપટી મીઠું ( ચીઝ માં મીઠું હોય જ એટલે)
 • 1/2 ચમચી મિક્સ હર્બસ

રીત:-

સૌ પ્રથમ ઘઉં ના લોટ માં અજમો, મીઠું, તેલ ઉમેરી બધું બરાબર મિકસ કરો. ત્યારબાદ ધીરે ધીરે પાણી ઉમેરતા જાવ અને કઠણ કણક તૈયાર કરો. હવે ભીના કપડાં થી ઢાંકી ને 30-45 મિનીટ નો રેસ્ટ આપો.

હવે એક બાઉલ માં છીણેલું ચીઝ , લીલા મરચાં, આદુ , મીક્સ હર્બસ, મરી નો ભૂકો , મીઠું અને લોટ ઉમેરી બધું બરાબર મિકસ કરો. (ઘઉં નો લોટ ઉમેરવાથી ચીઝ એકબીજા ને ચોટતું નથી)


સ્ટફિંગ તૈયાર છે.

કણક ને બરાબર તેલ થી કૂણવી લો. હવે રોટલી થી પણ નાના ગુલ્લા કરી લો. સમોસા ની સાઈઝ નાની રાખવાની છે.
હવે પુરી જેટલી જાડાઈ નું અને આકાર નું ગોળ વણી લો .
હવે એ ગોળ પુરી ને વચ્ચે થઈ કટ કરો . બે અર્ધચંદ્રકાર આકાર બનશે . એક ભાગ ને હાથ માં લઇ ને જે બાજુ સીધી હોય ત્યાંથી કોન જેવા આકાર નું વાળો. એક કિનારી પર પાણી લગાવો અને બંધ કરી લો.( ફોટો માં દેખાડ્યા મુજબ) . ત્યારબાદ કોન માં અંદર ચીઝ નું મિશ્રણ ભરો. અને પાણી લગાવી આ સાઈડ પણ બંધ કરો.


બધા જ સમોસા આવી રીતે તૈયાર કરો. અને મધ્ય ગરમ તેલ માં ધીમી આંચ પર આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો..


હવે તેલ માંથી નિકાળી ને પેપર નેપકીન પર મુકો.


જ્યારે સર્વે કરવા હોય ત્યારે ફરી એક વાર મધ્ય ગરમ તેલ માં ગુલાબી થાય ત્યાં સુધી સમોસા ને તળી લો.અને એક પ્લેટ માં પેપર નેપકિન માં નિકાળી લો. 2 વાર તળવાથી સમોસા ખૂબ જ ક્રિસ્પી બને છે.

આ સમોસા ના સેઝવાન સોસ કે ટોમેટો સોસ જોડે સર્વે કરો.
સેઝવાન સોસ ચીઝ ના બ્લેન્ડ ટેસ્ટ સાથે ખૂબ જ સરસ લાગે છે.

તમારા બાળકો માટે ચોક્કસ થી એકવાર બનાવો.

નોંધ:-

સમોસા ની કણક કઠણ જ બાંધવી નહીં તો બહાર નું લેયર ક્રિસ્પી નહીં થાય.
સમોસા ની પડ માટે ની પુરી બહુ જાડી ના રાખવી.
મધ્ય ગરમ તેલ માં જ સમોસા તળવા નહીં તો અંદર થઈ કાચા રહેશે.
તમે ઈચ્છો તો ચીઝ માં ડુંગળી અને બીજા શાક પણ ઉમેરી શકો. બાકી આ ચીઝ સમોસા નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.
તમે મૉઝેરેલા ચીઝ પણ વાપરી શકો .
આ સમોસા ની સાઈઝ નાની જ રાખવી.
તમે અગાઉ થઈ બનાવી એક વાર તળી લો. અને જયારે સર્વે કરવાના હોય ત્યારે ફરી થી તળી ને સર્વે કરો

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ આવી અનેક સરળ રેસીપી શીખવા માટે લાઇક કરો અમારું પેજ.

Comments

comments


3,568 views

Leave a Reply

Your email address will not be published.


8 + = 11