તાજેતરમાંજ માઇક્રોસોફ્ટે પાતાની ફ્લેગશિપ હેઠળ એક નવો લુમિયા 532 ડ્યુઅલ સિમ વેરિએટમાં સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત કંપનીએ 6499 રૂપિયા રાખી છે. માઇક્રોસોફ્ટના આ સ્માર્ટફોનમાં સિંગલ સિમ વેરિએંટ પણ છે જે અત્યાર સુધી ભારતમાં લોન્ચ કરવા અંગેની કંપનીએ કોઇ જાણકારી નથી આપી.
માઇક્રોસોફ્ટ લુમિયા 532 ડ્યુઅલ સિમ સ્માર્ટફોન માઇક્રોસિમ સપોર્ટ કરે છે. અને આ ફોનમાં વિન્ડોઝ 8.1 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં કંપનીએ હિયર મેચ ફીચર્સ આપ્યુ છે. ઉપરાંત ફોનમાં માઇક્રોસોફ્ટનું ઓફિસ સ્યુટ(વર્ડ,એક્સલ, પાવરપોઇન્ટ, વનનોટ) જેવી એપ્સ છે. સાથે સાથે આઉટ લુક, સ્કાઇપ અને વનડ્રાઇવ ઇનબિન્ટ આપવામાં આવ્યુ છે. ડિવાઇસમાં 30 જીબી ફ્રી વનડ્રાઇવ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે.
બેટરી
લુમિયા 532 સ્માર્ટફોનમાં 1560 mAh પાવરની બેટરી છે જે કંપની અનુસાર 12 કલાકનો ટોક ટાઇમ અને 528 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.
માઇક્રોસોફ્ટનો આ ફોન 4 ઇંચ ડિસ્પ્લે સ્ક્રિન સાથે આવે છે. ફોનમાં 480*800 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવ્યુ છે. સાથે સાથે 1.2 GHz ડ્યુઅલકોર ક્વાલકોમ સ્નેપડ્રગન 200 પ્રોસેસર ફીટ કરવામાં આવ્યુ છે. ઉપરાંત ફોનમાં 1 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં 8 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે અને એક્સ્ટર્નલ મેમરી કાર્ડથી 128 જીબી સુધી તમે વધારી શકો છો.
માઇક્રોસોફ્ટના આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ ફિક્સ્ડ ફોકસ રિયર કેમેરો આપવામાં આવ્યો છે . સેલ્ફી અન વિડિઓ કોલિંગ માટે 0.3 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં લુમિયા કેમેરા એપ અને મીક્સરેડિયો એપ સાથે પ્રી લોડેડ આવે છે. લુમિયા 532નું વજન 136 ગ્રામ છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર