Microsoft: અત્યાર સુધીનો સૌથી સસ્તો લુમિયા ફોન લોન્ચ, કિંમત રૂ.4400

001_1426838073...1

માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાનો નવો લો બજેટ લુમિયા હેન્ડસેટ લોન્ચ કર્યો છે. માઇક્રોસોફ્ટના જણાવ્યુ અનુસાર અત્યાર સુધીનો સૌથી સસ્તો  લુમિયા સ્માર્ટફોન છે.

ગ્લોબલ માર્કેટમાં માઇક્રોસોફ્ટ કંપનીએ આ ફોનની કિંમત 70 ડોલર રાખી છે. ભારતીય બજારમાં આ ફોનની કિંમત રૂ. 4400 રૂપિયા થાય છે. આ ફોન મિડલ ઇસ્ટ આફ્રિકા, એશિયા-પેસેફિક રિઝન, એશિયા એને બેલારૂમમાં આગામી એપ્રિલ મહિના પહેલા વેચાણ માટે ઉતારવામાં આવશે. અને ભારતીય બજારમાં એપ્રિલના અંત સુધીમાં વેચાણ શરૂ થશે.

શુ છે ખાસિયત

લુમિયા 430 ડ્યુઅલ સિમ સ્માર્ટફોન બ્રાઇટ ઓરેન્જ અને બ્લેક કલર વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ થઇ શકે છે. માઇક્રોસોફ્ટ કંપનીએ જાન્યુઆરીમાં પોતાની નવી લોબજેટ 400 સીરિજ લોન્ચ કરી હતી તે અંતર્ગમ અત્યાર સુધી કંપનીએ લુમિયા 345 અને લુમિયા 435 ડ્યુઅલ સિમ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

લુમિયા 430 ડ્યુઅલ સિમ સ્માર્ટફોન વિન્ડોઝ 8.1 ફોન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 4 ઇંચની સ્ક્રિન વાળો આ ફોન HD થી ઘણી ઓછી ડિસ્પ્લે ક્વોલિટી આપે છે. આ ફોનનુ સ્ક્રિન રિઝોલ્યુશન 480*800 પિક્સલ છે. આ LCD ડિસ્પ્લે સ્ક્રિન 235 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી આપે છે.

2_1426838074...3

માઇક્રોસોફ્ટના લુમિયા સ્માર્ટફોનમાં 1.2 HGz ડ્યુઅલ કોર પ્રોસેસર છે અને ક્વોલકોમ કંપનીનુ સ્નેપડ્રેગન 200 પ્રોસેસર જે સાથે સાથે 1 GB રેમ પણ આપવામાં આવી છે. ફોનમાં 8GB ઇન્ટરનલ મેમરી છે જેને મેમરી કાર્ડની મદદથી 128 GB સુધી વધારી શકાય છે. આ ઉપરાંત લુનિયાના બીજા ફોનનની જેમ આ ફોનમાં પણ 30GB સુધીનુ વનડ્રાઇવ ફ્રિ ક્લાઉડ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે.

કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 2 મેગાપિક્સલ ફિક્સ્ડ ફોકસ રિયર કેમેરા છે. જેથી ફોટો લેતી વખતે યુઝર્સે જાતે જ બેકગ્રાઉન્ડ સેટ કરવાનુ રહશે. આઉપરાંત 0.3 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા જે વીડીઓ કોલિંગ માટે થીક છે પરંતુ સેલ્ફીના શોખિનો માટે નિરાશ કરી શકે છે.

માઇક્રોસોફ્ટ લુમિયા 430 ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 1500mAh બેટરી છે. જો કે કંપનીએ હજી સુધી ફોનમાં ટોકટાઇમ અને સ્ટેન્ડબાય ટાઇમ વિશે કોઇ જાણકારી નથી આપી. આ ફોનનુ વજન 127.9 ગ્રામ છે. અને 10.63mm પાતળો છે.

1_1426838074.2

માઇક્રોસોફ્ટના આ ફોનમાં ઓફિસ શ્યુટ(વર્ડ,એક્સલ, પાવરપોઇન્ટ, વનનોટ), આઉટલુક, સ્કાઅપ, વનડ્રાઇવ અને આ ઉપરાંત વિન્ડોઝ ફોન સ્ટોર પરથી યુઝર જરૂરીયાત પ્રમાણ ડાઉનલોડ કરી શકે છે.

આ લોન્ચ વિશે વાત કરીએ તો કંપનીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ ઝો હાર્લોએ જાણાવ્યુ હતુ કે લોકોએ અમારી અફોર્ડેબલ લુમિયા રેન્જને સારો રિસ્પોન્સ આપ્યો છે. અમે આ સેગ્મેન્ટમાં ઇન્ટવેસ્ટમેન્ટ ચાલુ રાખીશુ અને યુઝર્સને બજેટની ચિંતા કર્યા વગર સિગ્નેચર માઇક્રોસોફ્ટનો એક્સપીરિયન્સ મળશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,645 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =