માઇક્રોમેકસે લોન્ચ કર્યો નવો smartphone lollypop os સાથે

Take the lollipop working on the budget Micromax Smartphone OS

માઇક્રોમેક્સ કંપનીએ ફરી એક વખત નવો એન્ડ્રોઇડ લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર માઇક્રોમેક્સ કેનવાસ પ્લે(Q355)હેન્ડસેટને લિસ્ટેડ કર્યો છે. જોકે હાલમાં અધિકારિક રીતે તેની કિંમતનો ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ એક થર્ડ પાર્ટી ઓનલાઇન રિટેલર આ ફોનને 7490 રૂપિયામાં વેચી રહ્યો છે.

શુ છે ખાસિયત-

માઇક્રોમેક્સન કંપનીનો આ લો બજેટ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ (GSM+GSM) સ્માર્ટફોન 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કેનવાસ ફાયર 4 અને માઇક્રોમેક્સ કેનવાસ સ્પાર્ક બાદ આ કંપનીનો ત્રીજો ફોન છે જે એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ લોલીપોપ વર્જન સાથે આવે છે.

માઇક્રોમેક્સ કેનવાસ પ્લેમાં 2820 mAh પાવરની બેટરી આપવામાં આવી છે. કંપની પ્રમાણે આ ફોન 10 કલાકનો ટોકટાઇમ અને 273 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

Take the lollipop working on the budget Micromax Smartphone OS

માઇક્રોમેક્સ કેનવાસ પ્લેમાં 8GB ઇન્ટર્નલ મેમરી સાથે 32 GB સુધી કાર્ડની મદદથી મેમરી વધારી શકાય છે. આ ફોનમાં 5મેગાપિક્સલ ફિક્સ્ડ રિયર કેમેરો છએ. સાથે સાથે 0.3 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો જે વીડિયો કોલિંગ માટે કામ આવી શકે છે પરંતુ સેલ્ફી લવર્સ માટે નિરાશાજનક સાબિત થઇ શકે છે.

કનેક્ટિવિટી ફિચર્સની વાત કરીએ તો ફોનમાં 3G, GPRS/ EDGE, વાઇ-ફાઇ, GPS, માઇક્રો યૂએસબી અને બ્લ્યૂટૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. માઇક્રોમેક્સના આ ફોનમાં આસ્કમી, ચેટ્ઝ, ક્લિન માસ્ટર, હોટસ્ટાર, M! Games, M! live, ન્યુઝ હંન્ટ, ક્વિકર, સ્નેપડીલ જેવી એપ્સ પહેલેથી આપવામાં આવી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,284 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>