Micromax એ લોન્ચ કર્યો દુનિયા નો પ્રથમ 4G phone

Micromax has launched the cheapest 4G phone and the first metallic Fitness Band

માઇક્રોમેક્સ કંપનીએ આજે પોતાનો સાયનોજેન મોડ ઓપરેટિંગ સિસ્ટમ વાળો બીજો સ્માર્ટફોન YU યુફોરિયા ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. નવી દિલ્હી ખાતે યોજાએલ એક ઇવેન્ટમાં આ 4G ફોનને લોન્ચ કરવામાં આવ્યા હતો. ઇવેન્ટની શરૂઆત માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માં એ કરી હતી. આ ફોન માઇક્રોમેક્સનો આ પહેલો ફોન છે જેમાં ફોનની આખી સાઇઢ બાડી મેટાલિક રિંગ કવરની છે.

પહેલો ફિટનેસ બેંડ અને હેલ્થ ગેજેટ

આ ફોન સાથે કંપનીએ પોતાના પહેલા ફિટનેસ બેંડ અને પહેલુ હેન્થ ડિવાઇસ પણ લોન્ચ કર્યુ હતુ. યૂફિટ બેંડ પહેલા 1000 યુઝર્સને ફ્રિ પર્સનલ ફિટનેસ ટ્રેનર મળશે. આ બેંડની કિંમત કંપનીએ 999 રૂપિયા રાખી છે. આ માઇક્રોમેક્સનુ પહેલુ હેલ્થ ડિવાઇસ યુઝર્સનુ ECG પણ રેકોર્ડ કરે છે. આ ડિવાઇસ કંપનીનુ પહેલુ ઇનોવેશન છે. આ ડિવાઇસની કિંમત 4999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની આ પ્રોડક્ટ જુન મહિનાથી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

ફોનની કિંમત અને તેની ઉપલબ્ધતા

માઇક્રોમેક્સનો યુફોરિયા ફોન ફક્ત 6999 રૂપિયામાં છે આ ફોનને ફક્ત ઓનલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. આ ફોન ફક્ત અમેઝન ઇન્ડિયા પરથી ખરીદી શકાશે. ફોનનુ પ્રિ બુકિંગ આજે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. પહેલી સેલ 28 મે એ યોજાશે.

શુ છે સાયનોજેન મોડ

CyanogenMod એક ઓપન સોર્સ સોફ્ટવેર છે જે સ્માર્ટફોન્સ અને ટેબલેટ્સમાં ઉપયોગમાં લેવાય છે. આ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આધારિત છે. આ ઓપરેટિંગ સિસ્ટમના ઓપન સોર્સ હોવાના કારણે કંપનીઓ પહેલેથી આપવામાં આવેલા ફિચર્સ સાથે કેટલાક નવા ફિચર્સ એડ કરે છે. જેથી યુઝર્સને યુટિલિટી આધારિત ફિચર્સ વધારે મળે છે.

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે યુઝર્સને પોતાના હિસાબથી ફોનના ફિચર્સ એડિટ કરવાની પરમિશન મળે છે. માઇક્રોમેક્સ યુફોરિયા એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

શુ છે ફોનની ખાસિયત

* માઇક્રોમેક્સનો પહેલો મેટાલિક ફોન . આ મેટાલિક રિંગ કેસિંગ છે.

* 4G ફિચર

* એન્ટિ ફિંગરપ્રિન્ટ કોટિંગ

* ફોનની ડિઝાઇન પ્રિમિયમ લુક આપે છે. તે ખુબજ સ્લિમ ફોન છે જે 8.2mm પાતળો છે.

* આ ફોનનુ વજન 143 ગ્રામ છે. મેટલ હોવા છતા વજનમાં હલકો છે.

* આ ફોનને બે કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

* આ ફોન ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

* ફોનમાં સ્લો મોશન વીડિયો ફિચર આપવામાં આવ્યુ છે.

* પ્રાયવેસી અને સિક્યુરિટી મામલે સારો છે.

Micromax has launched the cheapest 4G phone and the first metallic Fitness Band

માઇક્રોમેક્સ યુફોરિયામાં 5 ઇંચની સ્ક્રિન આપવામાં આવી છે. ડિઝાઇનિંગની વાત કરીએ તો તે ક્લાસિક લુક આપે છે. ફોનમાં મેટલ રિંગ આપવવામાં આવી છે. માઇક્રોમેક્સનો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં ફુલ સ્ક્રિન લેમિનેશન ટેક્નોલોજી સાથે આવે છે. આ HD ડિસ્પ્લે (1280*720 પિક્સલનુ રિઝોલ્યુશન) સ્ક્રિન છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટક્શન આપવામાં આવ્યુ છે. તે સ્ક્રેચ રેજિસ્ટેન્ટ છે. સાથે સાથે ફોનમાં ફિંગરપ્રિન્ટ પણ નહી દેખાય આ ફોનમાં રાહુલ શર્માં પ્રમાણે બેસ્ટ ઓડિયો એક્સપિરિયન્સ મળશે. તેમાં સ્ટિરિયો ફોનની અંદર ઇનબિલન્ટ આપવામા આવ્યો છે. આ ફોનમાં ડ્યુઅલ માઇક આપવામાં આવ્યુ છે.

ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. જે 64 બિટ પ્રોસેસર છે. LTE 4G સપોર્ટ કરે છે. આ પ્રોસેસર બેટરી અને ગ્રાફિક્સ માટે સારૂ માનવામાં આવે છે. 1.2 GHz ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ફોનમાં કોર્ટેક્સ પ્રોસેસરથી 67 ટકા વધારે ફાસ્ટ છે. વધારે સારૂ બેટરી બેકઅપ પણ મળે છે. તમને જણાવી દઇએ કે આઇફોનમાં પણ 64 બિટ પ્રોસેસર આવે છે. ફોનમાં DDR3 2 GB રેમ સાથે 16GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે.

યુફોરિયામાં 150MBps Cat 4 4G ફિચર છે જે 4 મિનિટમાં એક ફુલ એચડી ફિલ્મ ડાઉનલોડ કરી શકે છે. કનેક્ટિવિટી મામલે આ ફોન ખુબજ સારો છે. આ ફોનમાં એન્ડ્રોઇડ ફોનમાં એડ્રિનો 306 GPU છે જે ગેમિંગના શોખિન લોકો માટે ગ્રોફિક્સ પરફોર્મન્સ સારૂ આપશે.

કેમેરા ફિચર્સની વાત કરીએ તો ફોનમાં ફુલ એચડી વીડિયો રેકોર્ડિંગ છે. ફોનમાં બેક સેન્ટરમાં આપવામાં આવ્યો છે. ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. કંપની પ્રમાણે ફોન લો લાઇટ કંન્ડિશનમાં પણ સારી ફોટો ક્વોલિટી આપે છે. ફોનમાં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જે 86 ડિગ્રી વાઇડ એંગલ લેન્સ સાથે આવે છે. સાથે સાથે ફોનમાં સ્લો મોશન વીડિયો ફિચર પણ આપવામાં આવ્યુ છે.

Micromax has launched the cheapest 4G phone and the first metallic Fitness Band
બેટરીની વાત કરીએ તો ફોનમાં 2230 mAhની હાઇ ડેન્સિટી વાળી બેટરી છે. સાથે સાતે ક્વિક ચાર્જ ફિચર પણ આપવામાં આવ્યુ છે જે 0 થી 65 ટકા ફક્ત 45 મિનિટમાં ચાર્જ કરી શકે છે.

ટોકટાઇમ- 7 કલાક
મ્યુઝિક પ્લેબેક ટાઇમ- 7 કલાક
સ્ટેન્ડબાય ટાઇમ- 300 કલાક

આ પહેલી વખત છે કે કોઇ ફોનમાં એપ થીમરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. એનો મતલબ એ થાય કે એપમાં અલગ થીમનો ઉપયોગ કરી શકાય છે. આ ફોનમાં પહેલી વખત ચોઇસ નામની એક ઇન્ટિગ્રેટેડ સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં નવુ ડાયલર(ટ્રૂકોલર ઇન્ટિગ્રેટેડ ડાયલર), ઓડિયો એનહેન્સ ફિચર આપવામાં આવ્યુ છે. કુલ મળીને માઇક્રોમેક્સથી અલગ પડે છે.

માઇક્રોમેક્સનો પહેલો સ્માર્ટબેંડ

માઇક્રોમેક્સ કંપનીએ પોતાનો પહેલો સ્માર્ટ બેંડ YU ફિટ પણ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટબેન્ડ OLED ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં , સ્ટેપ્સ ટ્રેકિંગ, સ્લિપ ટ્રેકિંગ, વોકિંગ ડિસ્ટેન્સ, કેલરી બર્ન, ગ્રુપ કોચિંગ, ફિટનેસ અર્ચિવમેન્ટ ઉપરાંત બીજા કેટલાય ફિચર્સ આપવામાં આવ્યા છે જે યુઝર્સને કામમાં આવી શકે છે.

માઇક્રોમેક્સના આ બેન્ડમાં યૂફિટ એપ અને પહેલુ ભારતીય કેલેરી કાઉન્ટર આપવામાં આવ્યુ છે. તેમાં ફુ઼ડ ટ્રેકિંગ ફિચર પણ આપવામાં આવ્યુ છે. ખાવાનો ફોટો ક્લિક કરીને એપમાં અપડોલ કરવાથી તેમાં કેટલી કેલેરી હશે તેની જાણકારી આપે છે. યૂફિટ એપમાં ઓન કોલ ફિટનેસ કોચ પણ ઉપલબ્ધ છે.

માઇક્રોમેક્સનુ પહેલુ હેલ્થ પ્રોડક્ટ

હેલ્થ YU વાનની આ પ્રોડક્ટ તમારા હાર્ટરેટ, બ્લડપ્રેશર, સ્કિન ટેસ્ટ, ECG, બોડી ઓક્સીઝન ચેક કરી આપે છે. આ ડિવાઇસ કોઇ પણ ફોન સાથે કનેક્ટ થઇ શકે છે.

ફોનછી બેક પેનલ પર કનેક્ટ કરી ડિવાઇસને એક્ટિવેટ કરી શકાય છે. ત્યાર બાદ યુઝર્સ પોતાની ફિંગર ડિવાઇસ પર રાખીને બોડી ચેક કરી શકે છે. આ ડિવાઇસ તમારૂ ECG (હાર્ટ રેટ) ચેક કરી શકે છે. ઇવેન્ટ દરમિયાન રાહુલ શર્માએ આ ડિવાઇસનો ડેમો પણ બતાવ્યો હતો. એક ક્લિક પર તે ડેટાને શેયર પણ કરી શકાય છે. આ પોર્ટેબલ ડિવાઇસ ડેટા સ્ટોર પણ કરી શકે છે. એત વખત ચાર્જ કરતા 90 રેકોર્ડિંગ સુધી કામ કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,866 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>