ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા, રેસીપી જોઇને ટ્રાય કરો

જો ખાવામાં મુઠીયા પોચા ન થાય તો મુઠીયા ખાવાનો મૂળ મરી જતો હોય છે… તો આજે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી એવા સોફ્ટ મેથીના મુઠીયા બનાવીશું… જે લગભગ બધા ગુજરાતીઓને ભાવતા જ હોય છે…આ મેથીના બાફેલા મુઠીયાને રાઇ અને તલના વઘારને કારણે વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવે છે…અને તેમાં પણ સાથે ચા મળી જાય એટલે મોજે મોજ થઈ જાય…

આ મુઠીયાને રાતે જમવામાં, બાળકો કે મોટાઓને ટિફિનમાં, મુસાફરીમાં, શ્રાવણ મહિનામાં શીતળા સાતમનો તહેવાર સ્ત્રીઓ રહેતી હોય ત્યારે ઠન્ડુ જમતી હોય ત્યારે આ મેથીના મુઠીયા ઘણા ઉપયોગી બને છે....

 સામગ્રી:

  • 2 વાટકી ઘઉંનો લોટ,
  • 1/2 વાટકી બાજરીનો લોટ,
  • 1/2 વાટકી ચણાનો લોટ,
  • સમારેલી મેથી,
  • 2 લીલા મરચા+આદુનો ટુકડો પેસ્ટ,
  • 1.25 વાટકી દેશી ગોળ,
  • 3 ચમચી ધાણાજીરું,
  • 2 ચમચી હળદર,
  • 3 ચમચી લાલ મરચું,
  • 1 ચમચી ગરમ મસાલો,
  • મીઠું,
  • ચપટી ખાવાના સોડા,
  • 2.5 ચમચા તેલ,
  • 2 ચમચા તેલ + તલ + રાય+ લીમડાના પાન +સૂકા લાલ મરચા,કોથમીર
  • કોપરાનું ખમણ,

રીત:

– સૌ પ્રથમ એક પહોળા વાસણમાં ઘઉંનો લોટ, બાજરીનો, ચણાનો લોટ, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ અને ગરમ મસાલો લઇ મિક્સ કરવું.

- એક બાઉલમા મેથી ધોઈને નિતારીને લેવી, તેમા ગોળ ઉમેરી બરાબર હલાવી લેવું.મેથી ધોયેલી હોવાથી ગોળ જલ્દીથી ઓગળીને મિક્સ થઇ જાય…

- પછી લોટવાળા મિક્ષણમાં ગોળ અને મેથીનું મિક્ષણ ઉમેરી મિક્ષ કરી જરૂર પડે તેમ પાણી લઇ મૂઠિયાં વળે તેવું ન કઠણ ન ઢીલું એવો લોટ તૈયાર કરવો.

પછી મુઠીયા વાળી ચારણીમા મુકતા જવા.

- ઢોકલીયા કે તપેલામાં પાણી ઉકળે એટલે કાંઠલા પર મૂઠિયાં ભરેલ ચારણી મૂકી ઢાંકી દઈ, મુઠીયાને અડધી- પોણી કલાક મીડીયમ તાપે ચડવા દેવા.

પછી થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.

- એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, સૂકા લાલ મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયાના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી ગાર્નિશ કરવું.

- તો તૈયાર છે મેથીના મુઠીયા.

નોંધ:

– તમે મેથી જોડે પાલક કે ગાજરનું છીણ કે દૂધીનું છીણ ઉમેરી શકો છો….
– દેશી ગોળ ઘરમાં અવેલેબલ ન હોય તો રેગ્યુલર ગોળ હોય તે પણ ઉમેરી શકો છો…
– તમે લસણીયા મેથીના મુઠીયા પણ બનાવી શકો છો તે પણ સ્વાદે બહુજ તેસી બને છે…

મેથીના મુઠીયા બનાવવા વિડીયો જુઓ :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,240 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>