મેથીની ઘણી આઇટમ આપણે બનાવતા હોઇએ છે જેમકે મેથીના થેપલા,મેથીના ભજીયા અને મેથીના મુઠીયા પણ મેથીના ઢોકળા બનાવો છો કે નહીં? ના બનાવતા હોયતો આજેજ બનાવો તો ચાલો બનાવીએ.મેથીના આ ઇન્સટન્ટ ઢોકળા ફટાફટ બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.
સામગ્રી:
• ૧ વાટકો ચણાનો લોટ,
• ૧ વાટકી ખાટુ દહીં,
• ૧ વાટકો મેથી ઝીણી સુધારેલી,
• ૨ ચમચી અદુ,મરચાં અને લસણની કટકી,
• અડધુ લીંબુ ,
• મીઠું સ્વાદઅનુસાર,
• ચપટી લાલ મરચું,
• પા ચમચી ખાવાનો સોડા,
• થોડીક રાઇ,
• ૪/૫ લીમડાના પાન,
• ૨ ચમચી તેલ વઘાર માટે,
.
રીત:
૧. એક બાઉલમાં ચણાનો લોટ, દહીં અને મીઠું એકસરખા મિક્ષ કરી લેવા ખીરુ ઢોકળાના ખીરા કરતા થોડુ થીક રાખવુ કેમકે દોયેલી મેથી એડ કર્યા બાદ પાણી છુટે અને ખીરુ વધારે પડતુ પાતળુ ના થઇ જાય.
૨. ખીરામાં આદુ,મરચાં અને લસણની ઝીણી કટકી અને ઝીણી સમારેલી મેથી એડ કરવા.
૩. બધીજ વસ્તુ એકસાથે સરખી મિક્ષ કરી લેવી. ૪. સ્ટીમર કે તપેલા મા અંદર કાઠો મુકીને પાણી ગરમ મુકવુ અને એક ડીશ ને તેલથી ગ્રીસ કરીને તેમા મુકી દેવી.
૫. મેથી વાળા ખીરામાં ખાવાના સોડામાં લીંબુ નીચોવી સોડા એક્ટિવ કરી લેવો અને ખીરાને સતત એકબાજુ થોડીવાર હલાવવુ જેથી ખીરુ એકદમ ફ્લપી થઇ જાસે.
૬. ખીરાને તેલથી ગ્રીસ કરેલી ડિશમાં રેડી દેવુ અને ઉપર લાલ મરચું છાંટીને ઢાંકીને આઠ થી દસ મિનિટ ચડવા દેવું.
ઢોકળા સરખા ચડી જાય એટલે ડિશ નીચે ઉતારીને ગેસ બંધ કરી લેવો.
૭. એક પેનમાં તેલ ગરમ કરી અંદર રાઇ અને લીમડાનો વઘાર કરવો.
૮. ઢોકળા ને ચપ્પુથી એકસરખા ચોરસ પીસ કરીને રેડી કરેલો વઘાર ઉપર રેડી દેવો.
લ્યો તૈયાર છે આપણા મેથીના ઢોકળા ગરમા ગરમ ચા અથવા ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે પીરસો અને આનંદ લ્યો.
રસોઈની રાણી : યોગિતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.