Meizu નો નવો smartphone થયો લૌંચ

Meizu Launch: 5.5-inch display, high-tech features and low budget smartphone

ચીની સ્માર્ટફોન મેકર કંપની Meizuએ પોતનો નવો સ્માર્ટફોન m2 નોટ લોન્ચ કર્યો છે. કંપનીએ Meizu m1 નોટ સીરીજને આગળ ધપાવ તો m2 નોટને ચીની બજારમાં ઉતાર્યો છે. આ સ્માર્ટફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના16 GB વેરિએન્ટની કિંમત CNY 799 (લગભગ 8250 રૂપિયા) અને 32 GB વેકિએન્ટ વાળા મોડલની કિંમત CNY 999 (લગભગ 10,300 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનમાં આ સ્માર્ટફોન મંગળવારથી વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીની વેબસાઇટ પર પણ આ સ્માર્ટફોનને લિસ્ટેડ કરી દેવામાં આવ્યો છે. જો કે કંપનીએ ચીનની બાહાર ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગેની કોઇ જાણકારી નથી આપી.

શુ છે ફિચર્સ-

કંપનીએ આ ફોનમાં કેટલાય અપડેટ્સ ફિચર્સ આપ્યા છે. ફોનની ડિસ્પ્લે અને રિઝોલ્યુશન ક્વોલિટીની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચની ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે જે (1080*1920 પિક્સલ) રિઝોલ્યુશન ક્વોલિટી આપે છે.

Meizu m1 ની તુલનામાં m2 ફોનનુ પ્રોસેસર અપડેટેડ છે. કંપનીએ m1 માં MediaTek MT6752 1.3GHz નુ ઓક્ટા-કોર પ્રોસેસર આપ્યુ હતુ જ્યારે m2 માં 1.3GHz નુ MediaTek MT6753 પ્રોસેસર આપવામાં આવ્યુ છે. તેમાં 2 GB રેમ આપવામાં આવી છે.ફોન ડ્યુઅલ સીમ ફિચર સાથે આવે છે. તેમાં માઇક્રો એસડી સ્લોટ આપવામાં આવ્યો છે જેની મદદથી 128 GB સુધી મેમરી વધારી શકાય છે.

Meizu Launch: 5.5-inch display, high-tech features and low budget smartphone

Meizu કંપનીનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ લોલીપોપ 5.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કેમેરા ફિચરની વાત કરીએ તો ફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સાથે સાથે 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. કંપનીએ ફોનમાં 3100 mAh પાવરની બેટરી આપી છે. જો કે કંપની સ્ટેન્ડબાય અને ટોકટાઇમ વિશે કોઇ જાણકારી નથી આપી. ફોનનુ વજન 149 ગ્રામ છે. અને તેનુ બોડી ડાયમેન્શન 150.9×75.2×8.7mm છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,331 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>