માત્ર એક અઠવાડિયા માટે ભૂખ્યા પેટે ગોળ નું સેવન કરો, તેના ચમત્કારિક ફાયદા જોઈ તમે પણ ચોંકી જશો

આજ ના સમય માં લોકો અનેક પ્રકાર ની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અને તેના માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય છે. પણ અનસી પણ એક સહેલો રસ્તો છે જો સમયસર ધ્યાન આપવામાં આવે તો, જેમાં આયુર્વેદ દ્વારા મોટા ભાગની બીમારીઓને થતા પહેલા જ અટકાવી શકાય. આયુર્વેદમાં હરેક પ્રકારની બીમારીનો ઈલાજ છુપાયેલો છે. એટલે, આજે અમે તમને ગોળ ખાવાના ફાયદા બતાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે ગોળ સ્વાદિષ્ટ તો છે જ સાથો-સાથ તંદુરસ્તીનો ખજાનો પણ છે.

ગોળ માં રહેલા ગુણો

શેરડીમાં થી તૈયાર કરવામાં આવતા ગોળની ગણતરી સ્વાસ્થ્યવર્ધક પદાર્થોમાં થઈ શકે છે. કેમ કે ગોળ માં અનેક પ્રકાર ના વિટામીન B ભરપુર માત્રામાં મળી આવે છે. ગોળના સેવનથી શરીર નિરોગી રહે છે અને તેને સ્વસ્થ રાખી શકાય છે. યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. હરડેની સાથે તેનું સેવન કરવાથી પિત્ત ઠીક થઈ જાય છે. બાળકો માટે સૌથી ઉત્તમ છે ગોળ. આમાં ચિકણાઈ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે જેવા મુખ્ય પોષક તત્વો મળી આવે છે. તો ચાલો જાણીએ ગોળ ખાવાનાં ફાયદા.

પેટ ની બીમારીમાં

પેટ ને લગતી કોઈ પણ બીમારી ગોળ ખાવા થી દૂર થાઈ છે. જેમાં ગેસ અને એસિડિટીની સમસ્યા નો ખાસ સમાવેશ થાઈ છે. જો તમને ખાટ્ટા ઓડકાર આવતા હોય તો ગોળ, સેંધા નમક અને સંચળને પાણીમાં મેળવીને પીવું. સવારે ઉઠીને ભૂખ્યા પેટે ગોળ ખાવાથી પાચનશક્તિ વધે છે અને ભૂખ પણ લાગે.

લોહીની ઉણપ માં

શેરડી માથિ બનવવામાં આવતા ગોળ ની અંદર બરપુર માત્રમાં લોહતત્વ એટલેકે આયર્ન હોય છે. ગોળ હિમોગ્લોબીનની ખામીને દૂર કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્ત કોશિકાઓની માત્રા વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે. એનિમિયાનાં દર્દીઓ માટે ગોળનું સેવન આશિર્વાદ સમાન છે.

બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં

જે લોકોને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ રહે છે તેના માટે ગોળ એક રામબાણ ઈલાજ છે. ગોળ ખાવાથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.

હાડકાને મજબૂત બનાવે છે

ખાસ કરીને ગોળ ની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ જોવા મળે છે જેથી ગોળ હાડકાને મજબૂત કરવામાં ખૂબ જ અસરદાર છે.

વજન ને કંટ્રોલ કરે છે

ગોળ ના રેગ્યુલર અને સમયસર સેવન થી શરીરનું વજન કંટ્રોલમાં રહે છે. જો કોઈ વ્યક્તિનું વજન ખૂબ વધારે હોય તો એણે ગોળનું સેવન કરવું જોઈએ. ગોળ વજન ઓછું કરવામાં ખૂબ જ કારગર છે.

શરદી-ઉધરસ દૂર કરે છે

જે વ્યક્તિ ને રેગ્યુલર શરદી-ઉધરસ ની તકલીફ હોય ટેવોએ ગોળનું સેવન કરવું જોઈએ. ગોળમાં રહેલ ગુણકારી તત્વ શરદી-ઉધરસ ભગાડવામાં ખૂબ અસરદાર છે. શરદી અને કફ હોય તો કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવો જોઈએ. ઉધરસ હોય તો ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાની ખરાશ અને બળતરા દૂર થાય છે.

મગજ ને સક્રિય કરે છે

શેરડી માથી તૈયાર કરવામાં આવતા પ્યોર ગોળ નું જો રોજ સવારે નાસ્તો કર્યા વગર સેવન કરવામાં આવે તો તેનો ખૂબ મોટો ફાયદો થાઈ છે. તે “માઈગ્રેનમાં” ખૂબ જ અસરકારક છે. નિયમિત ગોળ ખાવાથી તમારૂ મગજ સ્વસ્થ રહેશે અને યાદ શક્તિ વધશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,326 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>