માત્ર ૬૦,૦૦૦ મા મળશે બુલેટની આ સસ્તી બાઈક, જે આપશે ૧ લીટરે ૯૦ કિમીની શાનદાર એવરેજ

અત્યારે હેવી બાઈક સેગ્મેન્ટમા રોયલ એન્ફિલ્ડની બુલેટ લોકોના મન પર રાજ કરે છે. અને લોકો વચ્ચે તેનો એક અલગ જ અંદાજ છે અને આ બાઈકની કિંમત એટલી વધારે કે લોકો તેને ખરીદતા દસવાર વિચાર કરે પરંતુ હવે બાઈકના શોખીન લોકો હવે બજેટ કિંમત પર આ પ્રકારની બાઈક સરળતાથી ખરીદી શકશે અને બજારમા ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની કિંમતે તમને બુલેટ મળશે અને તેની માઈલેજ પણ જબરદસ્ત છે આ બુલેટ તમને રસ્તા પર એક લિટરમાં ૯૦ કિમીની રફતારથી દોડે છે.

આ છે રોયલ એનફિલ્ડ બુલેટની ટુકોપી

આ બાઈકને ભુવનેશ્વરના એક બાઈક બિલ્ડર રોયલ ઉડોએ બનાવ્યુ છે અને જે જોવામા બિલકુલ બુલેટ જેવી લાગે છે અને તેમા ૧૦૦ સીસીનુ એન્જિન લગાવેલુ છે. અને આ બુલેટ ને રોયલ એનફિલ્ડએ તો નથી બનાવેલુ પરંતુ આ બુલેટ ને રોયલ ઈન્ડિયન નામથી બનાવવામા આવ્યુ છે અને જે રોયલ એનફિલ્ડ બુલેટની હુબહુ કોપી માનવામા આવે છે.

આ છે બોલ્ટના સ્પેસિફિકેશન

૧૦૦ સીસી ની આ રોયલ ઈન્ડિયન બુલેટનો અવાજ પણ એકદમ બુલેટ બાઈક જેવો જ છે અને ૧૦૦ સીસી એન્જિન બાઈક પાસે આ પ્રકારના અવાજની આશા રાખવી ખુબ મુશ્કેલ છે પણ રોયલ ઈન્ડિયન બુલેટની ફ્યુઅલ ટેન્ક અને સીટ અને સ્પોક્સ વ્હિલ્સ અને રાઉન્ડ હેડલેમ્પ એકદમ રોયલ એનફિલ્ડ બુલેટ જેવા જ દેખાય છે અને એટલુ જ નહી પરંતુ સીટની પાછળ બુલેટ શબ્દનો પણ ઉપયોગ એવી જ રીતે કરાયો છે કે જે રીતે અસલ રોયલ એનફિલ્ડમા હોય છે.

અને આ ઉપરાંત તેની ફ્યુલ ટેન્ક પર લાગેલુ આ રબર પ્રોટેક્શન અને બેટરી કવર અને ટુલ બોક્સની ડિઝાઈન અને રીયર ફેન્ડર પણ લગભગ એક જેવા જ છે જે ૧૦૦ સીસી રોયલ ઈન્ડિયન બુલેટનુ એક્ઝોસ્ટ પણ એવુ જ છે જેવુ રોયલ એનફિલ્ડ બુલેટમા લાગેલુ છે અને જો કે તેમા સૌથી મોટુ અંતર એન્જિનનુ છે એ બધુ મળીને રોયલ ઈન્ડિયન બુલેટ તમને અસલ બુલેટ જેવો ઘણો ખરો આનંદ કરાવશે એવી આશા રાખીએ છીએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,276 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>