માત્ર થોડીક જ મીનીટોમાં જમાવો દહીં, જાણો એકદમ સરળ રીત

ખાવા પીવાની વસ્તુમાં થી દહીં એક ખાસ છે, જે લગભગ દરેકના ઘરમાં હોય છે. ઘણી વાર દહીં ન જમવાના કારણથી દુકાનમાંથી લેવા જવું પડે છે, પરંતુ દહીં તો ખાઈને જ રહે છે. દહીં વધારે લોકોની ફેવરીટ વાનગી હોય છે, તેથી એને ખાવામાં દહીં તો જોઈએ જ. દહીં જેટલું સ્વાદિષ્ટ લાગે છે, એનાથી ઘણું વધારે સ્વસ્થ પણ હોય છે. લગભગ મહિલાઓ રાતે જ દહીં જમાવે છે. કેમ કે સવાર સુધીમાં જામી જાય છે, પરંતુ ઘણી વાર દહીં જમાવવાનું જ ભૂલી જાય છે, જેના પછી એને પરેશાની થાય છે.

માનવામાં આવે છે કે દહીંને જામવા માટે એક રાત જોઈએ, તો દહીં સારી રીતે જામે છે, પરંતુ જો અમે કહીએ કે હવે તમે માત્ર ૨ કલાકમાં જ ફટાફટ દહીં જમાવી શકો છો. હેરાન ન થાવ, કારણકે અમે તમારા માટે આની રીત પણ લઈને આવ્યા છીએ જેનાથી તમે માત્ર બે કલાક માં જ સ્વાદિષ્ટ દહીં જમાવી શકો છો.

માત્ર બે કલાકમાં જમાવો સ્વાદિષ્ટ દહીં

જો તમે રાતે દહીં જમવાનું ભૂલી ગયા છો અને તમારા ઘરે મહેમાન આવવાના છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી પરંતુ હવે તમે માત્ર બે કલાકમાં જ દહીં જમાવી શકો છો.

દહીં જમાવવાની રીત

સૌથી પહેલા ગાળેલા દુધને એક મોટા વાસણમાં લો. એના પછી બચેલું થોડું દહીં, જેને સાદી ભાષામાં મેળવણ કહેવામાં આવે છે. હવે એક નાના એવા વાસણમાં મેળવણ નાખી દો. જો તમે મેળવણને ફ્રીજમાં રાખ્યું છે તો એને જમાવવાથી અડધા કલાક પહેલા જ એમાંથી કાઢી નાખો. કેમ કે એનું તાપમાન નોર્મલ થઇ જાય અને દહીં જામવામાં કોઈ પરેશાની નહિ થાય. સાથે જ આ વાતને પણ વિશેષ ધ્યાન રાખો કે મેળવણ વધારે જુનું ન હોય.

દહીં જમાવવા માટે સૌથી પહેલા દૂધને ઉકાળી લો અને ઠંડુ કરી લો, પરંતુ જો દૂધ પહેલા જ ઉકાળેલું છે તો બીજી વાર ન ઉકાળો અને એના પછી ચમચીથી દૂધને ઠંડુ કરો, એનાથી મલાઈ નથી જામતી. હકીકતમાં મલાઈ જામવા પર દહીં નથી જામતું. તેથી આ વાતનું ધ્યાન રાખો. એના પછી એક કુકરમાં એક ગ્લાસ પાણીને ઉકાળી લો પછી ગેસને બંધ કરી દો. એના પછી એક કાચના વાસણ અથવા માટીના વાસણમાં થોડું ગરમ દૂધ અને મેળવણ નાખીને મિક્સ કરી લો. એના પછી કુકરમાં કાંચની કટોરી રાખો અને ઢાંકણ બંધ કરી દો. કુકરનું ઢાંકણ બે કલાક પછી જ ખોલો અને બે કલાક પછી જયારે તમે ઢાંકણ ખોલશો તો તમારું દહીં જામેલું જોવા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,188 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>