માત્ર એક મુઠ્ઠી મીઠામા છુપાયેલો છે કુબેરનો ખજાનો, જાણો મીઠાના ખાવા સિવાયના ઉપાયો જે બનાવી શકે છે માલામાલ…

નમક મા છે કુબેરનો ખજાનો આ ઉક્તિ સાવ સાચી સાબિત થાય છે. આ ઉપાય થી ઘર મા થવા લાગશે પૈસાનો ઢગલો. તો દોસ્તો નમક એક એવી વસ્તુ છે જે તમને દરેક ભારતીય રસોઈ મા જોવા મળશે. સવ થી મહત્વનું અને દરેક રસોઈ મા અગ્રેસર રેહતું નમક કે મીઠું ભારતીય મસાલા ની શાન છે. આના વગર કોઈ પણ વાનગી સ્વાદહીન લાગે છે તેમજ નમક નુ ભોજન મા યોગ્ય પ્રમાણ સવ થી જરૂરી ઘટક છે.

ઘણા લોકો આ તો જાણતા જ હશે કે નમક ને મહત્વ નુ સ્થાન વાસ્તુશાસ્ત્ર મા પણ લેવાયેલું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો માનવામાં આવે તો નમક મા એક પ્રકાર ની જુદી આકર્ષિત કરવાની શક્તિ હોય છે. તેથી જ તેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને ટોટકા મા પણ કરવામાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે નમક નકારાત્મક ઉર્જાને દુર કરી સકારાત્મક ઉર્જા મા વધારો કરે છે.

ઘણા લોકો આ નમક નો ઉપયોગ વશીકરણ માટે પણ કરતા હોય છે. તો આ રીતે જો સાચા મંત્રોચાર સાથે નમક નો ઉપયોગ કરવામાં આવે તો તમે પણ રાતોરાત લખોપતી બની શકો છો. તો ચાલો આજે જાણીએ નમક સાથે જોડાયેલા થોડા ઉપાયો.

૧. ઘર મા સકારાત્મક ઉર્જા માટે નમક ને એક કાંચ ની નાની પ્યાલી મા ભરી તેની અંદર ચાર થી પાંચ લવિંગ નાખી દો. આમ કરવાથી ઘર મા રહેલ ધન જળવાઈ રહેશે અને માં લક્ષ્મી તમારે આંગળે પધરામણી કરશે. આ ઉપાય થી નમક ની ખુશ્બુ થી વાતાવરણ પણ સારું રહે છે.

૨. જે વ્યક્તિઓ ને નોકરી ના મળતી હોય કે પછી ઘંધા મા નુકશાન થતું હોય તે લોકોએ પોતાના હાથ મા નમક લઈ તેને માથા ઉપર થી ત્રણ વખત ફેરવી આ નમક ને ઘર ના બારણા ની બહાર ફેંકી દેવી. આ રીતે ત્રણ દિવસ સુધી કરવાનું રહશે અને જો આનાથી લાભ ના થાય તો આ નમક ને માથા ઉપર થી ફેરવી ને શૌચાલય મા નાખી દો તેનાથી ચોક્કસ લાભ થાશે.

૩. નમકવાળા પાણી થી હાથ પગ ધોવા કે નાહવા થી ઘણો લાભ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી શરીર તો તાજગી નો અનુભવ કરે જ છે સાથોસાથ શરીર મા પોજીટીવ એનર્જી નો પણ સંચાર થાય છે. તેમજ વિજ્ઞાન મુજબ જો ચાલીએ તો નમકવાળા પાણી થી નાહ્યા બાદ ઊંઘ પણ સારી આવે છે.

બાળક ને આખા અઠવાડિયા દરમિયાન એક વખત ચપટી ભર નમક ભેળવી તે પાણી થી જો નવરાવવા મા આવે તો તેને ખરાબ નજર સામે રક્ષણ મળે છે અને સાથોસાથ એનર્જી થી લગતી બીમારીઓ પણ દુર રહે છે.

૪. ઘર મા સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે અઠવાડિયા મા ઓછા મા ઓછું એક થી બે વખત નમકવાળું પોતું લગાવવું જોઈએ. તેનાથી લાભ થાય છે અને આખા ઘર મા સકારાત્મક ઉર્જા પ્રસરે છે. સકારાત્મક ઉર્જા ને લીધે માં લક્ષ્મી ઘર મા પ્રવેશ કરે છે અને તેથી ઘર નો અતિશીઘ્ર વિકાસ થાય છે.

૫. નમક તેમજ કાંચ બન્ને રાહુ ના કારક છે જેનાથી તમે આ નમક ને કાચ ની બોટલ મા ભરી શૌચાલય કે સ્નાનાગાર મા રાખવાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. સાથોસાથ આ ઉપાય થી ઘર મા રહેલ સુક્ષ્મ જીવાણુંઓ પણ નાશ પામે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,270 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>