માતા લક્ષ્મીની આવી મૂર્તિ લાવશે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ…

લક્ષ્મીજીને ધન અને સુખની દેવી માનવમાં આવે છે. ગમે તે વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય. તમામ કોઈ ને કોઈ રૂપમાં લક્ષ્મીજીને પોતાના ઘરમાં કે મંદિરમાં સ્થાપિત કરતાં હોઈ છે. તસવીર હોઈ કે મૂર્તિ, લક્ષ્મીનું રૂપ ગમે તે ઘરમાં મોજૂદ હોઈ છે. ખરેખર માણસો એ નથી જાણતા કે લક્ષ્મીજીની કેવા પ્રકારની મૂર્તિ એમના માટે શુભ છે? લક્ષ્મીજીની એવી મૂર્તિ તમારા ઘરે સુખ અને સમૃદ્ધિ લાવે છે. અગર તમારા ઘરમાં મૂર્તિ નથી તો કોઈ પણ શુક્રવારના દિવસે તમે તમારા ઘરમાં લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો.

શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ધન સંબંધી આવશ્યતાઓની પૂરતી કરવા માટે મહાલક્ષ્મીજીની પ્રશન્નતા જરૂરી છે. જે ભક્તો ઉપર મહાલક્ષ્મીજીની પ્રશન્નતા (કૃપા) રહે છે તેમના જીવનમાં ક્યારેય પણ ધન સંબંધી પરેશાનીઓનો સામનો નથી કરવો પડતો. મહાદેવીને પ્રશન્ન કરવા માટે દૈનિક વિધિવત મૂર્તિની પૂજા કરવી જોઈએ. આની સાથે જે ઘરોમાં મહાલક્ષ્મીજીની સોનાની અથવા ચાંદીથી બનેલી મૂર્તિ હોઈ છે ત્યાં ક્યારેય ગરીબીનો વાસ નથી હોતો.

પૈસાથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે મહાલક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું શ્રેષ્ઠ માનવમાં આવે છે. દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે અને તે કારણથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તો ઉપર ધનની દેવીની વિશેષ કૃપા રહે છે. ઘરમાંથી ગરીબી ભગાવવા માટે અને ઘરમાં ધનનો વધારો કરવા ૧માટે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં કે મંદિરમાં મહાલક્ષ્મીજીની સોનાની અથવા ચાંદીની નાની મૂર્તિ રાખવી જોઈએ.

કેમ મહત્વપૂર્ણ છે સોનાની અથવા ચાંદીની મૂર્તિ?

જે ઘરોમાં સોનાની અથવા ચાંદીની નાની મહાલક્ષ્મીજીની મૂર્તિ હોય છે ત્યાં લક્ષ્મીજીની કૃપા સદેવ બની રહે છે. સાથે ભક્તો રોજેરોજ વિધિ-વિધાનથી તે સોનાની અથવા ચાંદીની મૂર્તિનું પૂજન કરવું જોઈએ. સોનાને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવમાં આવે છે અને ચાંદીને મહાલક્ષ્મીજીની પ્રિય ધાતુ માનવમાં આવે છે.છેવટે આનાથી નાની મૂર્તિની પૂજા કરવાવાળા શ્રદ્ધાળુઓને ક્યારેય પણ ગરીબીનો સામનો કરવો પડતો નથી.

જો સોનાની કે ચાંદીની મૂર્તિ ન લઈ શકો તો આ ધાતુની મૂર્તિ લાવો.૨

જો તમે સોનાની કે ચાંદીની મૂર્તિ ન લઈ શકો તો પિત્તળની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરી શકો છો. મૂર્તિઓ માટે આ ધાતુને પણ બહુ શુભ માનવમાં આવે છે અને મંદિરોમાં પણ પિત્તળની મૂર્તિઓ જ હોય છે. આ મૂર્તિઓની સેવાપૂજા કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ-શાંતિ લાવી શકાય છે.

આવી હોવી જોઈએ લક્ષ્મીજીની મૂર્તિ :main

– માતા લક્ષ્મીજીનીમૂર્તિ કમળના ફૂલ ઉપર બિરાજમાન હોવી જોઈએ.
– મૂર્તિના હાથમાં ધનનો કળશ, કમળનું ફૂલ, શંખ અને એક હાથ આશીર્વાદ મુદ્રામાં હોવો જોઈએ.
– મૂર્તિ હાથના અંગૂઠાથી મોટી ન હોવી જોઈએ.
– મૂર્તિની સાથે ગણપતિની મૂર્તિ હોઈ તો સારું રહેશે.
– ઘરના મંદિરમાં શ્રી યંત્રની પણ સ્થાપના કરો.

લેખન : સંજયકુમાર ત્રિવેદી

આપના મિત્રો સુધી આ માહિતી પહોચાડો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,785 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>