માસિકધર્મ દરમિયાન સ્ત્રી શા માટે મંદિર મા પ્રવેશતી નથી, જાણો ધાર્મિક કારણ

ભારત એટલે પ્રાચીન સભ્યતા નો દેશ અને આપણા સમાજ માં ઘણાં એવા રિવાજો હોય છે જે આપણે બીજાને જોઈને તેનું અનુકરણ આપડા જીવન માં પણ કરતા હોઈએ છીએ. આ રીવાજ કેમ બનાવાયા હશે અને પાછળ નુ કારણ શું હશે એ જાણવા માં લોકો ને સંકોચ થતો હોય છે અને ઘણી વાર તો સાચી માહિતી ક્યાં થી મેળવવી એનાથી પણ અજાણ હોય છે.

એવા જ રીતિ-રિવાજો માં નો એક છે સ્ત્રી માસિક ધર્મ, આ સમયે મહિલાઓ માટે મંદિર માં પ્રવેશ વર્જિત હોય છે. ભણેલા લોકો એવું માને છે કે માસિક ધર્મ ના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. આપણા સમાજ માં માસિકધર્મ સાથે સંકળાયેલી ઘણી વાતો અને વાર્તાઓ છે કે જે સાંભળીને આપળે ને પણ વિશ્વાસ નહિ થાય અને કેવળ હિંદુ નહીં પરંતુ બધાં ધર્મ માં આ જોવા મળે છે. તો આજે ચાલો જાણીએ આખરે માસિકધર્મ દરમિયાન છોકરીઓ કેમ મંદિરે નથી જઇ શક્તી.

દ્વાપર યુગ માં થી દ્રૌપદી એ કરી હતી આની શુરુઆત

મહાભારત માં ઉલ્લેખ છે કે યુધિષ્ઠિર ચૌપાટ ની રમત માં દુર્યોધન ની સામે બધું હારી ગયા ત્યારે છેલ્લે તેમને દ્રૌપદી ને દાવ પર લગાવી દીધી હતી અને હારી ગયા હતા. એ જીત ના કારણે દુશાસન દ્રૌપદી ને શોધતા-શોધતા એમના શયન કક્ષ માં પહોચી ગયા પણ પાંડવો ની પત્ની ત્યાં હાજર ના હતી. તેમાં એવું દર્શાવવા માં આવે છે કે એ સમયે દ્રૌપદી ના માસિકધર્મ ચાલી રહ્યા હતા. જેના કારણે એ પૂરો સમય એક અલગ વસ્ત્ર પહેરીને અલગ કક્ષ માં રહેતી હતી. એમના અનુસાર માસિકધર્મ ના સમયે સ્ત્રી નું શરીર અપવિત્ર માનવમાં આવે છે.

ઇન્દ્ર ના કર્મો ની સજા સ્ત્રીઓ ને

ભાગવત કથા પ્રમાણે એક એવી ઘટના નું વર્ણન મળ્યું છે કે એક સમયે દેવલોક ના ગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇંદ્ર થી નારાજ થઈ ગયા. દેવતાઓ માં પડેલા આ ફૂટ ને લીધે દાનવો એ દેવલોક ઉપર હુમલો કર્યો અને પરિણામ સ્વરૂપ ઇન્દ્ર ને દેવલોક છોડવો પડ્યો અને એ રાજપાટ છોડીને બ્રહ્મદેવ પાસે ગયા કેમકે માત્ર તે અમને આ પરિસ્થતિ માં થી ઉગારત, આ જોઇને બ્રહ્મા એ ઇન્દ્ર ને બ્રાહ્મણ સેવા કરવાનો પરામર્શ આપ્યું જેના કારણે દેવલોક ના ગુરુ બૃહસ્પતિ પ્રસન્ન થાય.

હવે પરમપિતા બ્રહ્મા ના આદેશ મુજબ તે એક બ્રહ્મજ્ઞાની ની સેવા માં ગયા અને સેવા પૂજા કરવા લાગ્યા પણ સમય જતા એમને જાણ થઇ કે એ બ્રહ્મજ્ઞાની એક અસુર માતા ના કોખ થી ઉત્ત્પન્ન થયા હતા અને તે અસૂરો નું સમર્થન પણ કરતાં હતા આ સત્ય જોઈ ઇન્દ્ર કોપાયમાન થયા અને ક્રોધ ની અગ્નિ ને લીધે તેમણે એ બ્રાહ્મણ ની હત્યા કરી નાખી.

પણ ઇન્દ્ર ત્યાં સેવા કરવા આવ્યા હતા એટલે સેવાભાવ માં એમના શિષ્ય બની ગયા હતા અને ગુરુ હત્યા તો એક ઘોર પાપ હોય છે. એટલા માટે, હવે બ્રાહ્મણ ની આત્મા એક ભયાનક રાક્ષસી નું રૂપ લઇ ઇંદ્ર ને સમાપ્ત કરવા ભટકવા લાગી. એમના પ્રકોપ થી બચવા ઇંદ્રએ એક પુષ્પ ની શરણ લીધી અને લગભગ ૧ લાખ વર્ષો સુધી ભગવાન વિષ્ણુ ની તપસ્ચર્યા કરી જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા એટલે એમનું અડધું પાપ ધોવાઈ ગયું પણ અડધું પાપ હજુ બાકી જ હતું.

ત્યારે ઈન્દ્રદેવ એ વખતે જળ, જાડ, જમીન અને સ્ત્રી આ ચાર લોકો થી મદદ ની અપેક્ષા રાખી કે તે તેમના અડધો પાપ રાખી લે. બધા આ સજા માટે ત્યાર તો થયા પણ આના બદલામાં અમુક વરદાન ની ઈચ્છા દર્શાવી. ત્યારે ઇંદ્ર એ જળ ને સદા પવિત્ર રહેવાનુ, જાડ ને ફરીથી ઊભા થઈને ઊગી શકવાનું, ધરતી ને બધા પ્રકારની સહનશક્તિ અને સ્ત્રી ને આપ્યો કામ નો વરદાન એટલે કે સ્ત્રીઓ કામવાસના થી હમેશાં ખુશ હોય છે.

છેવટે વરદાનો ને બદલે પાપ લેવાની શરત ને લીધે આજે આપળે જોઈએ છીએ કે પાણી ની ઉપર ઝાગ ને અપવિત્ર માનવમાં આવે છે, જાડ નમી નથી શકતા, ધરતી બંજર રહી જાય છે અને સ્ત્રીઓ આ પાપ ને લીધે માસિકધર્મ માં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,262 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>