જો આવી સાસુ મળે તો કોઈ દીકરીને સાસરીમા વહુ બનીને રહેવાની ફરજ ન પડે ! સમજવા જેવી વાત છે..

મારી વહુ મારી દીકરી 

આજે બપોરે જ સોસાયટીમાં બધાને ખબર પડી કે આરતી અને ધારાબેન વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો છે. બંને લડતા જાય ને રડતાં જાય…આ તો કેવું કે’વાય લડવું પણ છે ને રડવું પણ છે. આટલું દુખ થાય છે તો બંને લડે છે શું કામ ?

“પહેલા તો કોઈ દિવસ ક્યારેય બંને લડ્યા નથી. સાસુ વહુ તો ખાલી કે’વાના જ હતા. મા-દીકરી જેમ કેટલું પ્રેમથી રહેતા હતા. આ એમના ઘરને કોઈ બલા વળગી છે. મને ધારાબેન કે’તા હતા કે, અમારા ઘરમાં તો રાંધેલા ધાન રઝળે છે…હમણાં થોડા દિવસથી…, ધારાબેનની ખાસ બહેનપણી મીના સાડી સરખી કરી ઓટલે બેસતા બેસતા બોલી.

“સાચી વાત છે હો મીનાબેન તમારી” ,વાતમાં સાથ પુરવઠા ગીતા પણ બોલી.

બધાય ઓટલે બેસીને ધારાબેનના ઘરની જ ચિંતા કર્યે જતાં હતા. આખી સોસાયટીમાં જો કોઈ પીઢ હોય તો એ ધારાબેન હતા. બધાના કામમાં આવતા. ને આ સોસાયટીની બધી વહુઓમાં બેસ્ટ વહુ એટ્લે આરતી. એ સાસુવહુ તો ચાર ચાર દિવસ થયા હજી ઘરની બહાર પણ નથી નીકળ્યા. ખબર નહી અંદર ઘરમાં ને ઘરમાં બેય શું કરતાં હશે. એમ વિચારી સોસાયટીના બધી લેડી એમના ઘરે જાય છે.

દરવાજો ખાલી અડાડેલો જ હતો એટ્લે બધા ઘરમાં પહોંચી જ ગયા. જોયું તો ચાર ચાર દિવસનું કામ એમનાં પડેલું. રોજ રંધાય તો છે પણ ખાતું કોઈ નથી. આરતી હીંચકે બેસી રડતી હતી ને ધારાબેન એમના રૂમમાં બેડમાં સૂતા સૂતા રદયે જતાં હતા. બંનેની

આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. કોણ સમજાવે આ બંનેને…ઘરમાં અત્યારે આ બે સિવાય છે પણ કોણ ? ધારાબેન તો પાંચ વર્ષ પહેલા જ વિધવા થઈ ગયા હતા. ને આરતીનો ઘરવાળો તો કંપનીના કામથી દસ દિવસ માટે બહાર ગયો છે.

કોઈને કશું સમજાતું ન હતું કે શું કહેવું ને કેવી રીતે આ બંનેને સમજાવવા. અંતે હિમ્મત કરી આરતીને ગીતાબેન પૂછી જ બેઠા, “ આરતી બેટા શું વાત છે ? આટલું બધુ કેમ રડો છો બંને ?”

“રડું નહીં તો શું કરું આંટી ?આટલી નાની એવી વાતમાં આટલું બધુ વાતનું વતેસર થઈ જશે. એની મે તો કલ્પના પણ નહોતી કરી.”, બિચારી બોલી પણ માંડ માંડ શકતી હતી. ને રડવાનું તો હજી ચાલુ ને ચાલુ જ હતું.

“હશે બેટા, જે થયું તે ભૂલી જવાનું. અમે ધારાબેનને પણ કહીશું કે નાની નાની વાતમાં આવું ન કરાય.”, આશ્વાસન આપતા માથે હાથ ફેરવી મીના બોલી.

“ના…ના….મમ્મી ને કશું ન કહેતા. વાંક મારો જ છે. મે જ ભૂલ કરી છે. એ બિચારા તો નિર્દોષ છે. અને એમની ઉમર પણ ક્યાં હવે ભૂલ કરવા જેવડી છે.”,

બધા આરતી સામે એકીટીશે આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. બધાની આંખોમાં આશ્ચર્ય છવાઈ ગયું.

“હા, મારી જ ભૂલો છે. રાત્રે સૂતી વખતે ગેસનું રેગ્યુલેટર બંધ કરવું ભૂલી જવું. ફ્રિજ મરાઠી વારંવાર રસોઈ કરતાં કરતાં ખુલ્લુ રહી હતું હતું. થોડા દિવસથી સવારે વહેલા ઉઠી નહોતું શકાતું….એટ્લે એ થઈ ગયા ગુસ્સે….એ ગુસ્સો ન કરે તો કોણ કરે ? “

બધા એક્દમ ચૂપચાપ આરતીની વાતો સાંભળ્યા કરતાં હતા. હજી કશું બોલે ત્યાં જ આરતી બે ભાન થઈ જમીન પર ઢળી પડે છે. ધબાક્ક…..કરતો એકદમ અવાજ સાંભળી ધારાબેન પણ એમના રૂમમાંથી બહાર દોડી આવે છે. આરતીને આવી રીતે બે-ભાન હાલતમાં જોઈને એક્દમ જ ગભરાઈ ગયા..

તમે લોકો ઊભા કેમ છો ? મારી આરતીને કશુક થઈ ગયું છે. જલ્દી ડોક્ટરને બોલાવો …એ ય ગીતા તારો દીકરો ડોક્ટર જ છે ને તું એને જ બોલાવ…જલ્દી જલ્દી…મારી દીકરીને કશું થવું ન જોઈએ..હું એના વગર કેમ રહી શકીશ!! હાથમાં હાથ લઈ માથે હાથ ફેરવતા ધારાબેન પણ ખૂબ રડતાં હતા ને એક્દમ ગભરાઈ ગયા હતા.

ધારાબેન તમે ચિંતા ન કરો ! આરતીને કશું નહી થાય. એ તો થોડી વધારે ચિંતા કરતી હશે ને એટ્લે ..બાકી આપણી આરતીને થોડું કશું થાય…, ધારાબેનને સોફા પર બેસાડયા ને આરતીને રૂમમાં સુવડાવી ત્યાં જ ગીતાબેનનો ડૉક્ટર દીકરો પણ આવી પહોંચ્યો.

“આવ જિગ્નેશ, તું તો ઘરનો છોકરો જ છે. જલ્દી જલ્દી મારી આરતીને સાજી કરી દે. તારા જેવો ભગવાન પણ નહી. હું એના વગર કેમ રહી શકીશ? એનું બધુ દુખ ભગવાન મને આપી દે. પણ, મારી દીકરી હસતી ને તંદુરસ્ત જ રહેવી જોઈએ.”

“માસી, તમે ચિંતા ન કરો. નહીતર તમારી પણ હેલ્થ …..”

મને જે થવું હોય એ થાય પણ …મારી આ વ્હાલી દીકરીને કશું ન થવું જોઈએ બસ…મને તારા ઉપર ને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે..કહી બામ લઈને આરતીના પગના તળિયે ઘસવા બેસી ગયા.

આરતીબેનને ટેન્શન અને થાકના હિસાબે જ આ પ્રોબ્લ્મ થયો છે. છતાં હું કહું એ મુજબ કાલે રિપોર્ટ કરવી નાખજો એટ્લે સાચો ખ્યાલ આવે…કદાચ આરતીબેન તમને દાદી પણ બનો એવા સારા સમાચાર પણ આપી શકે છે..પણ પહેલા આ રિપોર્ટ કરવી લે જો પ્લીઝ,…અને આ મેડિશિન દિવસમાં બે વાર જમ્યા પછી જ લેવાની છે. અને થોડા દિવસ આરામ જ કરવાનું કહેજો .

એને શું શું જમવાનું ?

બધુ જ જમવાનું છે. એમને કશું થયું જ નથી.જેને તમારા જેવા પ્રેમાળ સાસુ મળ્યા હોય એને શું થવાનું છે. તમે ચિંતા ન કરો, થોડી જ મિનિટોમાં એ તમારી સામે હસતાં ખેલતા હશે ,.

તારા મોઢામાં ઘી ગોળ …તું બોલે એવું જ થાય.

“હે ભગવાન. મે આ શું કર્યું ? આવા સમયે જ મે એના પર ગુસ્સો કર્યો ? મને હવે આરતી ક્યારેય માફ નહી કરે ! “

મીના, ગીતા અને બીજી સોસાયટીની બહેનો ધારાબેનને સમજાવે છે,

એ તો સમય અને સંજોગ એવા ઘડાય કે ક્યારેય આવું નાનું મોટું બોલવાનું થઈ જાય…એમાં તમે બંને આટલી બધી એકબીજાની ચિંતા કેમ કરો…તમે નહી લડો તો કોણ પાડોશી તમારી સાથે લડવા આવશે ? આમાં જ પ્રેમ વધે એકબીજાનો …સમજ્યા તમે ?

આ હું ને મારી વહુ પ્રીતિ તો રોજ લડાઈ કરીએ ને પાછા ભેગા જામીએ પણ ખરા સાંજ પડે ત્યાં…એકબીજા વગર ચાલે તો બિલકુલ નહી…આવું તો હાલ્યે રાખે…લ્યો હેંડો , પાણી પી લ્યો મે એમએન હળવું કરી નાખો, મીના એ પાણીનો ગ્લાસ આપતા આપતા આટલું એકશ્વાસે બોલી ગયા.

ના હો હું આરતીના હાથે જ પાણી પીશ…બિચારી એને પણ પાણી નહી જ પીધું હોય…!

ત્યાં જ આરતી ભાનમાં આવે છે ને એટલું જ બોલી,” મમ્મી….”

“હા, બેટા હું અહિયાં જ છુ. તારી પાસે “

બેટા, મને માફ કરી દે ! તું તો રોજ કેટલું સરસ ને વ્યવ્સ્થીત જ કામ કરતી હતી. મારે ખાલી કામ થાય છે કે નહી પણ તારી હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ. મારી જ મોટી ભૂલ છે. તારા તરફ મારુ ધ્યાન ગયું જ નહી. આવી સ્થિતિમાં આવું તો થાય…તું નાદાન છે. હું નહી…મને માફ કરી દે !! સાસુની ભૂલ હોય તો માફી સાસુએ જ માંગવી પડે !

“અરે, તમે આ શું કરો છો…ભૂલ મારી છે..ને મારી કેવી સ્થિતિ ?? મને શું થયું છે ?”

તને હવે મોટી બીમારી આવી છે…એ ફાઇનલી કાલે જ ખબર પડશે , ગીતાબેન આરતી પાસે આવીને બોલ્યા.

“એટ્લે ……મને કેન્સર થયું છે ‘

“આ શું બોલી ? થાય મારા દુશ્મનને …..તું તો મારી વ્હાલી, પ્રેમાળ ને મીઠડી દીકરી છો..તને તો હું કોઇની નજર પણ નહી લાગવા દવ !”

“તો શું થયું છે મને ‘

“તને કશું થયું નથી. પણ તારે હવેથી કામ કરવાનું નથી. કેમકે હું હવે દાદી બનવાની છું.”

“આ સાંભળી આરતી શરમાઈ જાય છે…શું મમ્મી તમે પણ મજાક કરો છો ?”

“આટલું બોલી આરતી એક્દમ સિરિયસ થઈ ગઈ ને એટલું જ બોલી કે , મારી કોઈ ભૂલ થશે તો હું સુધારી લઇશ. તમે મોટા છો. વડીલ છો.પીઢ છો..તમે મારા કરતાં વધારે દુનિયા જોઈ છે..એટ્લે તમે મને ઠોકશો, ગુસ્સે થશો કે વઢશો તો હું ક્યારેય તમારી સામે નહી બોલું કે ક્યારેય તમારાથી નારાજ નહી થાવ ! આપણાં મતભેદ અને જઘડા પારકા ઘરે ચર્ચાય એવું હું ક્યારેય નહી કરું! મારી આ છેલ્લી ભૂલ હશે. હવે હું ક્યારેય આવી ભૂલ નહી કરૂ કે ક્યારેય નાની નાની વાતનું વતેસર નહી કરું મને માફ કરો ને મમ્મી !!!”

નાના મોઢે મોટી વાત સાંભળી ત્યાં હાજર સૌ રડી પડ્યા ને આરતીને ગળે લગાડી બધા રડવા લાગ્યા.

માફી દીકરી થોડી માંગે, તું મારી વહુ નહિ પણ દીકરી છે દીકરી…ચાલ આજે એક મા એની દીકરી પાસે માફી માંગે છે..તું પણ મને માફ કરી દે !!

સાસુ વહૂનો સ્નેહ જોઈ ત્યાં હાજર બધાય રડવા લાગ્યા ..

||અસ્તુ ||

લેખિકા : તૃપ્તિ ત્રિવેદી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,335 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>