આજે બનાવો ઘરે સ્વાદિષ્ટ મીઠાઈ, મલાઈ પેંડા એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

તહેવારો માં મીઠાઈ એક મહત્વ ભાગ ભજવે છે તમે ફરસાણ માં ગમે તેટલું બનાવો પણ જો મીઠાઈ ના હોઈ તો એ ડીશ અધુરી લાગે સાચી વાત ને! આપણે ત્યાં ભારત માં મીઠાઈ નું કંઈક ખાસ મહત્વ છે અઠવાડિયા માં એકવાર તો લંચ માં પણ આપણે મીઠાઈ નો સમાવેશ કરતા જ હોઈએ જેમ કે,શીરો, ગોળ પાપડી,દૂધ પાક, લાડવા આવું કંઈક ને કંઈક અઠવાડિયા માં એકવાર તો બનાવતા જ હોઈ એ. તો ચાલો આ પવિત્ર શ્રવણ માસ માં ફરાળ માં પણ ચાલે અને એક મીઠાઈ તરીકે બનાવીએ

મલાઈ પેંડા (Malai Penda)

તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઈ ને માત્ર 20 થી 30 મિનિટ માં બની જતા મલાઈ પેંડા આજે જ બનાવો અને ઘર માં બધા ને ટેસ્ટ કરાવો.

સામગ્રી :

  • 1 ટીન કન્ડેન્સ મિલ્ક (મિલ્કમેડ)
  • 1/2 કપ દૂધ
  • 1/2 કપ મિલ્ક પાવડર
  • 1 ટે સ્પૂન ઘી
  • 1-2 ટે સ્પૂન મલાઈ અથવા ફ્રેશ ક્રીમ
  • 1 ટે સ્પૂન લિમ્બુનો રસ
  • 1/4 ટી સ્પૂન ઇલાયચી
  • 1-2 ટે સ્પૂન ડ્રાયફ્રૂટ્સ (બદામ -પિસ્તા)IMG_20180825_171553

રીત :

-એક કડાઇમાં ઘી લઇને તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરીને હલાવતા રહો.IMG_20180825_171916

-થોડું ગરમ થાય પછી ,લિમ્બુનો રસ નાખીને હલાવો.(મિશ્રણ દાણાદાર થવા લાગશે)-IMG_20180825_172236તેમાં દૂધ ઉમેરો અને દૂધ બળી જવા લાગે ત્યારે મિલ્ક પાવડર એડ કરીદો.IMG_20180825_172323-ત્યારપછી તેમાં મલાઈ અને ઇલાયચી પાવડર મિક્ષ કરો .IMG_20180825_172506_BURST1-આ મિશ્રણ સતત હલાવતા રેહવુ અને કિનાર છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરવો .-મિશ્રણને થાળીમાં કાઢીને ઠંડુ પાડો.થોડીવાર માં મિશ્રણ ઘટ્ટ થઈ જશે.IMG_20180825_173432
-તેમાંથી મનપસંદ સાઇઝના પેંડા વાળી ઉપર ડ્રાય ફ્રુટ્સ ચોંટાડો.IMG_20180825_204015

નોંધઃ

  • #આ માપથી લગભગ મિડીયમ 15 નંગ અને નાના 20 નંગ પેંડા બનશે. #મિલ્ક પાવડર ના હોય તો માવો લેવાય.
    #આ પેંડા ફ્રીઝમાં રાખવા. #કેસર ફ્લેવર પણ થાય.મિશ્રણ ઢીલું લાગેતો ફ્રીઝ માં થોડીવાર રાખીને પછી પેંડા વાળવા.

રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,662 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>