મહિનાઓથી ગંદી થયેલી ટાઈલ્સને ગણતરીની મિનિટોમા આ રીતે કરો સાફ

આજકાલ મોટાભાગની ગૃહિણીઓને પોતાના ઘરમા ગંદી થયેલી ટાઈલ્સને સાફ કરવાની સમસ્યા રહેતી હોય છે.

આ મહિનાઓથી ગંદી થયેલી ટાઈલ્સને સાફ કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છીએ. આ ઉપરાંત ગંદી થયેલી ટાઈલ્સને સાફ કરવા માટે કલાકોની મહેનત પણ કરવી પડતી હોય છે, પરંતુ હવે આમ કરવુ નહી પડે.

તમે ગણતરીની મિનિટોમા રસોડાની અને બાથરૂમની ટાઈલ્સને સરળતાથી સાફ કરી શકશો. તેના માટે બસ આ ઘરેલું ઉપાયો ફોલો કરો અને ચમકાવી દો તમારુ સંપૂર્ણ ઘર.

બ્લીચ

બ્લીચ ટાઈલ્સને સાફ્ કરવામા અને કીટાણુઓને નાશ કરવામા ખૂબ કારગર સાબિત થાય છે. બ્લીચ અને પાણી બન્ને સમાન પ્રમાણમા મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણ ટાઈલ્સ પર નાખવુ અને પછી નવશેકા ગરમ પાણી નાંખી સૂકા કપડાની મદદથી ટાઈલ્સને સાફ્ કરી લો. સાથે સાથે એ વાતનુ પણ ધ્યાન રાખવુ કે બ્લીચનો ઉપયોગ કરતા પહેલાં હાથમા મોજા જરૂર પહેરવા.

બેકિંગ સોડા

બેકિંગ સોડાનો ઉપયોગ તો લોકો ભોજન બનાવવામા પણ કરતા હશે તો કેમ ન આપણે તેને ગંદી ટાઈલ્સને સાફ્ કરવામા પણ કરીએ. ટાઈલ્સને સાફ્ કરવા માટે બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ તૈયાર કરી લો અને પછી તેને ટાઈલ્સ પર લગાવો. ૧૦-૧૫ મિનિટ સુધી સૂકાવા દો. પછી ભીના કપડા કે પછી કોઈ જૂના ટૂથબ્રશથી યોગ્ય રીતે ઘસીને સાફ્ કરી નાખો.

વિનેગર

વિનેગરનો ઉપયોગ તો આજકાલ દરેક ઘરમા થતો જ હોય છે. વિનેગરની મદદથી તમે રસોડાની ગંદી ટાઈલ્સને સરળતાથી સાફ્ કરી શકો છો. ૨ કપ વિનેગર અને ૨ કપ પાણીને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી તેને કોઈ સ્પ્રે બોટલમા ભરી લો. હવે તેને ટાઈલ્સ પર સ્પ્રે કરી અને કોઇ કપડાથી સાફ્ કરી લો.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,442 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>