મિત્રો , આપણો દેશ એ પ્રાચિન ધર્મશાસ્ત્રો થી પરિપૂર્ણ દેશ છે. રામાયણ અને મહાભારત જેવા પ્રાચિન શાસ્ત્રો એ આપણી દેશ ની સંસ્કૃતિ નો આધાર છે. હાલ આજ ના લેખ મા આપણે મહાભારત ના એક પ્રસંગ વિશે ચર્ચા કરીશુ. મહાભારત નો યુધ્ધ છેડવા નો મુખ્ય આધાર કૌરવો અને પાંડવો છે. મહાભારત નો યુધ્ધ થવા નો મુખ્ય આધાર દુર્યોધન દ્વારા થયેલી ભૂલો છે. જેણે સમગ્ર કૌરવ વંશ નો વિનાશ સર્જી નાખ્યો હતો.
મહાભારત સાથે સંકળાયેલી એક પ્રચલિત ગાથા મુજબ જ્યારે યુધ્ધ ખત્મ થયુ ત્યારે દુર્યોધન ની જાંઘ પર ગદા વડે પ્રહાર કરી ને તેનો અંત કર્યો. દુર્યોધન તેના અંતિમ સમયે ધરા પર પડતા તેણે પોતાની ત્રણ આંગળીઓ દેખાડી ને કઈક બોલવા નો પ્રયાસ કર્યો પરંતુ , ગહેરા ઘા ને લીધે તે કઈ બોલી નહોતો શક્તો. આ જોઈને શ્રીકૃષ્ણ તેમની પાસે ગયા અને વાત કરી ત્યારે દુર્યોધને શ્રી કૃષ્ણ ને જણાવ્યુ કે , તેણે ત્રણ સૌથી મોટી ભૂલો કરી જેના લીધે તેઓ લડાઈ હારી ગયા.
પહેલી ભૂલ :
દુર્યોધને શ્રી કૃષ્ણ ને જણાવ્યુ કે , મારા થી પહેલી ભૂલ એ થઈ કે સ્વયં પ્રભુ નારાયણ તમને ઓળખી ના શક્યો અને અહંકાર ના નશા મા તમારી નારાયણી સેના ને સર્વશક્તિશાળી માની ને તેની પસંદગી કરી.
બીજી ભૂલ :
દુર્યોધાન દ્વારા બીજી ભૂલ એ થઈ કે જ્યારે માતા ગાંધારીએ તેને નગ્ન અવસ્થા મા બોલાવ્યો હતો. ત્યારે તે કમર ની નીચે ના ભાગ મા પાંદડુ લપેટી ને ચાલ્યો ગયો. જો તે નગ્ન અવસ્થા મા ગયો હોત તો તેનુ સંપૂર્ણ શરીર વજ્ર જેવુ બની ગયુ હોત અને કોઈ તેને હરાવી ના શકત.
ત્રીજી ભૂલ :
દુર્યોધન ના મત મુજબ ત્રીજી ભૂલ એ હતી કે યુધ્ધ ના અંત મા આગળ આવ્યો. જો તે યુધ્ધ ના શરૂઆત મા આગળ આવ્યો હોત તો તેના થી કૌરવ વંશ નો વિધ્વંશ ના થાત.
શ્રી કૃષ્ણએ દુર્યોધન ની આ વાતો સાંભળી કહ્યુ કે તમારા પરાજય નુ સૌથી મોટુ કારણ તમારુ અધર્મી આચરણ છે. તે આખી ધર્મસભા મા તમારી કૂળવધુ ના વસ્ત્રો હરી ને તેનુ અપમાન કર્યુ. તારુ આ કર્મ પણ તારા વિનાશ નુ એક કારણ છે. તે તારી જીંદગી મા ઘણા બધા અધર્મો કર્યા છે જે તારી પરાજય નુ મુખ્ય કારણ છે. એટલા માટે જીવન મા ક્યારેય પણ અધર્મ નુ આચરણ ના કરવુ અને હંમેશા સ્ત્રીઓ ને સન્માન આપવુ.