ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા કરો આ ઘરગથ્થું ઉપચાર…

વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે અનેક બીમારીઓ ફેલાવા લાગી છે. જેમાં આજકાલ સૌથી વધારે ભય ફેલાયો છે ડેંગ્યુએ. આ બીમારીમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, આ બીમારી થાય તો વ્યક્તિને પહેલાં માથાંમાં દુખાવો, સાંધામાં દુખાવો શરૂ થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઘટી જાય છે. આ બીમારી ચેપી નથી પરંતુ તેમ છતાં આ સીઝનમાં તેનું પ્રમાણ વધી જતું હોવાથી જરીર છે કે થોડી સાવધાની આપણે સૌ રાખીએ જેથી દવા વિના જ ડેંગ્યુથી દૂર રહી છે.૧

દવા વિના ડેંગ્યૂથી બચવાના નુસખા

– ડેંગ્યૂની અસર હોય તો નાળિયેરનું પાણી સૌથી વધારે પીવું જોઈએ. આ પાણીમાં જે પોષક તત્વ અને મિનરલ્સ હોય છે તે શરીરને મજબૂત બનાવે છે. ૨
– તુલસીના પાનને ગરમ પાણીમાં ઉકાળી અને પછી આ પાણીનો ઉપયોગ દિવસ દરમિયાન પીવા માટે કરવો, તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે. જો આ પાણી દિવસભર પી શકાય તેમ ન હોય તો દિવસમાં ચાર વખતે ચાર ગ્લાસ પાણી અચૂક પીવું.

– ડેંગ્યુ તાવથી બચવામાં મેથીની ભાજી પણ ઉપયોગી થાય છે. મેથીના પાનને પાણીમાં ઉકાળી આ પાણીનો ઉપયોગ કરવો. આ પાણી પીવાથી શરીરમાં પ્રવેશેલા જેરી પદાર્થ દૂર થાય છે અને તેનાથી ડેંગ્યુ થવાનું જોખમ પણ ઘટી જાય છે.૩

– પપૈયાના પાન પણ ડેંગ્યુ માટેની અસરદાર દવા છે. પપૈયાના પાનમાં પપેન નામનું દ્રવ્ય હોય છે જેનું જ્યૂસ પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.

– આ ઉપરાંત તુલસીના પાન અને મરીને એક સાથે ઉકાળી તે પાણીનું સેવન કરવાથી પણ ડેંગ્યુનું જોખમ દૂર થાય છે.

 લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપના બાળકો અને પરિવારના વડીલોની રક્ષા કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,507 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>