Love, પ્યાર, પ્રેમ, મોહબ્બત એક એવી વસ્તુ છે જે ટોપિક પર ચર્ચા કરવાનું બધા લોકોને ગમે રાઈટ? જોકે, આ ટોપિક ખુબ જ રસપ્રિય છે. કોઈને Love કરવામાં તેની ગહેરાઈમાં ઉતરવું પડે એવું લોકો, પ્રેમી જણાવે છે.
Love ના આ પેકેજમાં અમે તમારી સાથે એવી વાતો શેર કરશું જેણે જાણીને તમે હક્કાબક્કા થઇ જશો. જો તમે આ વાતો જાણતા હશો તો તમને એવું થશે કે હા, આ વાત તો બિલકુલ રાઈટ છે.
* પ્રેમ થતા જ લોકો કવિ બની જાય છે.
* જયારે તમે કોઈના પ્રેમમાં પડ્યા હોય ત્યારે તમારું દિલ એ વસ્તુ જોઈ લે છે જે તમારી આંખો નથી જોઈ શકતી.
* આખી દુનિયામાં નવેમ્બર મહિના માં લોકો સૌથી વધુ “I Love You” બોલે છે.
* વૈજ્ઞાનિકો અનુસાર લોકો સુંદર ચહેરાને જોઇને જ એકબીજાના પસંદ કરે છે. બધા લોકોને સુંદર વસ્તુઓ વધુ પ્રિય હોય છે.
* Love એક પ્રકારે બે શરીર અને એક આત્માનું મિલન છે.
* પ્રેમની સૌથી સુંદર ચીઝ એક બીજામાં જિંદગી જોવી તે છે.
* જો તમે કોઈ વ્યક્તિના વિષે ખુબ વિચારો છો તો તે પણ તમારા વિષે વિચારે છે.
* મનોવૈજ્ઞાન જણાવે છે કેતામે તમારી લવ ની ફીલિંગ ને જેટલી છુપાવો છો તે તેટલી જ વધી જાય છે.
* કોઈપણ વ્યક્તિના માતા-પિતા જ તેમનો પ્રથમ પ્રેમ હોય છે.
* પ્રેમ થતા શરીરમાં Oxytocin હાર્મોન્સ રીલીઝ થાય છે. જે પોતાના દુઃખોને દુર કરવા ખુબ સહાયક છે.
* બ્રેકઅપ થતા પુરુષોને મહિલાઓ કરતા વધુ પીડા થાય છે.
* જયારે તમે દુઃખી હોવ ત્યારે પોતાના લવર ને હગ કરવું. આ દવાની જેમ કામ કરે છે. આનાથી મનનો સ્ટ્રેસ અને ટેન્શન દુર થાય છે.
* મોર્નિંગમાં પોતાની પ્રેમી/પ્રમિકા ને Kiss કરીને કામ પર જતા લોકો ૫ વર્ષ વધુ જીવે છે.
* પ્યાર એ વસ્તુ છે જેમાં તમારા માટે પોતાના કરતા બીજાની ખુશી વધારે મહત્વપૂર્ણ છે.
* Kiss પ્રકૃતિ દ્વારા જરૂરત કરતા વધુ વાતોને રોકવા માટે બનાવેલ સૌથી રોમેન્ટીક રીત છે.
* Kiss પ્રકૃતિ દ્વારા પરિભાષિત એ રીત છે જે ત્યારે કામ માં આવે છે જયારે પોતાના શબ્દો પોતાની ભાવના વ્યક્ત કરવા માટે ઓછા પડતા હોય.