Lenovo Sisley S90: રૂ. 20000માં આપશે Iphone 6ને ટક્કર

Lenovo Sisley S90: VS Iphone 6 જો તમે કોઇ આઇફોન જેવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોય  અને તમારી પાસે  બજેટ ઓછું હોય તો હવે તમે તેના જેવા જ ફીચર્સ અને લૂક ધરાવનારા લિનોવોના આ સ્માર્ટફોનને પસંદ કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ સામાન બનાવનારી કંપની લિનોવોએ પોતાનો નવો 4જી સ્માર્ટફોન Lenovo Sisley S90ને લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસ વાત છે કે તેને કંપનીએ સસ્તી કિંમતમાં આઇફોનની સરખામણીમાં લોન્ચ કર્યો છે. તેમાં લુક અને સારા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Lenovo Sisley S90: VS Iphone 6

 

કંપનીએ પોતાના આ ફોનની કિંમત રૂ. 19999ની રાખી છે.  Lenovo Sisley S90માં કંપનીએ એન્ડ્રોઇડ કિટકેટ ઓએસ આપ્યું છે. 129 ગ્રામના વજનના આ સ્માર્ટફોનમાં 5 ઇંચની સુપર અમોલ્ડ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં સારા પરફોર્મન્સને માટે 1.2 જીએચઝેડનું ક્વાડકોર સ્નેપડ્રેગન 64 બિટ પ્રોસેસર પણ છે અને સાથે જ એડ્રિનો 306 જીપીયુ અને 1 જીબીની રેમ આપવામાં આવી છે. તેમાં 32 જીબીનું માઇક્રોએસડી કાર્ડ આપવામા આવ્યું છે.

Lenovo Sisley S90ને એક સારા કેમેરા સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 13 એમપીના કેમેરા એલઇડી ફ્લેશની સાથે પાછળ અને 8 એમપી કેમેરા આગળની તરફ આપવામાં આવ્યા છે. આ 4જી સ્માર્ટફોનમાં વાઇફાઇ, જીપીએસ, 4જી એલટીઇ, એજીપીએસ, બ્લૂટ્રૂથ, એનએફસી અને એફએમ રેડિયોના કનેક્ટિવિટિ ફીચર્સ આપવામાં આવ્યા છે.

Lenovo Sisley S90: VS Iphone 6

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,581 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>