lenovoએ લોન્ચ કર્યા દમદાર બેટરીવાળા બે સ્માર્ટફોન

લિનોવો A5000

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

લિનોવોએ નવા બે સ્માર્ટફોન A5000 અને P70ને લોન્ચ કરી દીધા છે. આ બંને સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની જાયંટ 4000 mAh કેપેસિટીવાળી બેટરી છે.

A5000 સ્માર્ટફોનમાં 5 ઇંચની 720p IPSની ડિસ્પ્લે ઉપર સ્પેશલ નેનો કોટિંગ કરવામાં આવી છે. આ ફોનની પોહળાઇ 9.98mm અને વજન 160 ગ્રામ છે. આ ફોનમાં 1.3 ગીગાહર્ડઝ મીડિયાટેક MT6582 ક્વાડ-કોર પ્રોસેસર અને 1જીબી રેમ છે. આ ફોનમાં 8 મેગાપિક્સલ ઓટોફોક્સ કેમેરા અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા છે. આ ફોનમાં 8 જીબી ઇન્ટનલ સ્ટોરેજ અને ડ્યૂઅલ સિમ ફંક્શન આપવામાં આવ્યા છે. આ ફોન માઇક્રો એસડી કાર્ડને સપોર્ટ કરે છે. આ ફોનની બેટરી રિપ્લેસેબલ નથી અને આ એન્ડ્રોયડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલે છે. આ સિવાય આ ફોનમાં બ્લૂટૂથ 4.0, વાઇ ફાઇ 3G અને GPS ક્નેક્ટિવિટી ઓપ્શન્સ આપવામાં આવ્યા છે.

લિનોવો P70

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

લિનોવો P70માં 5 ઇંચ એચડી (720×1280 પિક્સલ) IPS ડિસ્પ્લે છે. આ સિવાય 1.7ગીગાહર્ડઝ ઓક્ટો-કોર મીડિયાટેક (MT6752) પ્રોસેસર છે. આ ફોનમાં 2જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી છે. આ ફોન એન્ડ્રોયડ 4.5 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ચાલે છે. આમાં 4000 mAh બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે 3G નેટવર્ક્સ પર 18 કલાક ટોકટાઇમ અને 696 કલાક સ્ટેન્ડબાઇ ટાઇમ ઓફર કરે છે.

P70માં 13 મેગાપિક્સલ ઓટોફોક્સ કેમેરા અને એલઇડી ફ્લેશ છે. ફ્રન્ટમાં 5 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4G LTE, 3G, વાઇ-ફાઇ, બ્લૂટૂથ અને GPS ક્નેક્ટિવિટી ઓપ્શન્સને સપોર્ટ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,507 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>