Lava નો નવો લો બજેટ Smart phone

Calling the 3G smartphone with Lava has launched a low-budget, Rs 3,399

લાવાએ ફરી એક વખત ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ વખતે કંપનીએ લાવા ફ્લેયર(Flair) P1 નામથી નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપની એ આ સ્માર્ટફોનની કિંમત 3,399 રૂપિયા રાખી છે. લો બજેટમાં આવતા આ સ્માર્ટફોનમાં કંપનીએ 1GHz સિંગલ-કોર પ્રોસેસર આપ્યુ છે.

લાવા ફ્યેલર P1 ના ફિચર્સ

આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 4 ઇંચની WVGA TFT સ્ક્રિન આપવામાં આવી છે જે 480×800 પિક્સલનુ રિઝોલ્યુશન સપોર્ટ કરે છે. ફોનમાં 1GHz સિંગલ-કોર પ્રોસેસર સાથે 256MB રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 2GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. જો કે માઇક્રો SD કાર્ડની મદદથી 32GB મેમરી વધારી શકાય છે.

ફોનમાં 2 મેગાપિક્સલ રિયર કેમેરો છે જે LED ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે. સાથે સાથે 3G કોલિંગ માટે તેમાં 0.3 મેગાપિક્સલ ફ્રંટ-ફેસિંગ કેમેરો ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી માટે તેમાં 3G સાથે GPRS/ EDGE, વાઇ-ફાઇ 802.11 b/g/n, માઇક્રો USB, બ્લ્યૂટૂથ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.

લાવા ફ્યેલર P1 ના ફિચર્સ

Calling the 3G smartphone with Lava has launched a low-budget, Rs 3,399

લાવા ફ્યેલર P1 માં કંપનીએ 1400mAh પાવરની બેટરી આપી છે. જો કે કંપનીએ બેટરી બેકઅપ વિશે કોઇ જાણકારી નથી આપી. લાવાનો આ સ્માર્ટફોન બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે ગયા અઠવાડિયે લાવાએ આઇરિસ સીરીજમાં 100 લાઇટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જેની કિંમત 3,049 રૂપિયા રાખવામાં આવી હતી. જો કે કંપનીએ તેમાં પણ પ્રોસેસર અને રેમ એક સરખુજ આપ્યુ હતુ.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,449 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 32

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>