આજે જ શિખી લો , ફટાફટ બની જતી અને લાંબા સમય સુધી સારી રેહતી લસણની ચટણી બનાવતા…

લસણની ચટણીનો  આપણે લગભગ બધા શાકમાં ઉપયોગ કરતા જ હોઈએ. પરંતુ ક્યારેક સમય હોય ક્યારેક ના હોય. ત્યારે આપણે સૂકી  લસણની ચટણીનો ઉપયોગ કરી શકીએ છે.

લસણની ચટણી પણ ૨ થી ૩ દિવસથી વધારે નથી રાખી શકાતી તો આપણે આજે બનાવશુ સૂકી લસણની ચટણી જે ખૂબ જ લાંબા  સમય સુધી સ્ટોર કરી શકાય છે. તેમજ તેમાં સૂકું નાળિયેર ઉમેરવામાં આવે છે જેથી તે આપણને  બહું  ગરમ પણ પડતી નથી .

સામગ્રી :

  • ૨ નંગ લસણ,
  • ૨ ચમચી નાળિયેરનું ખમણ,
  • ૧ ચમચી તેલ,
  • નમક અને મરચું પાઉડર સ્વાદ મુજબ.

રીત:

સૌપ્રથમ  લસણ લો. અને તેની કાળી ઓ છૂટી પાડી. લસણને ફોલી લો. આ ચટણી લાંબા સમય સુધી જાળવી રખાય છે. તો તમે વધારે લસણ પણ લઇ શકો છો.

હવે ફોલેલા લસણની કળીના નાના નાના કટકા કરી લો

હવે આપણે લઈશું નાળિયેરનું ખમણ . નાળિયેરનું ખમણ ચટણીમાં ઉમેરવાનું કારણ એ કે તે શરીર માટે એકદમ ઠંડુ  કહેવાય છે. જ્યારે લસણની પ્રકૃત્તિ ગરમ હોય છે. નાળિયેરનું ખમણ ઉમેરવાથી તેમાં બેલેન્સ આવી જાય છે . જેથી શરીરને  કોઇ જ નુકસાન થતું નથી.

હવે પેનમાં તેલ મુકો. અને તેને પ્રોપર ગરમ થઇ જવા દો.

હવે તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં લસણના કટકા ઉમેરી તેને સાંતળી લો.

હવે તેમાં નાળિયેરનું ખમણ ઉમેરી સાંતળી લો

ત્યારબાદ લસણના કટકા અને નાળિયેરનું ખમણ પ્રોપર મિક્સ કરી દો. અને તેને ગેસ પરથી ઉતારી થરવા મૂકી દો

ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્ષરમાં એકદમ ક્રશ કરી દો

હવે તેમાં મરચું પાઉડર અને મીઠું  ઉમેરી ફરી એક વાર મિક્ષરમાં  ફેરવી લો

પ્રોપર મિક્સ થઈ ગયા બાદ તેને એક બાઉલમાં કાઢી સર્વ કરો.

 

નોંધ: આ ચટણી સૂકી છે તેમાં પાણી ઉમેરી તેને જરૂર મુજબ ઢીલી કરી ભેળ, દાબેલી વગેરે આઈટમ જોડે પણ ખાઇ શકાય છે. સૂકી છે જેથી મુસાફરી માટે આ ચટણી બેસ્ટ છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,978 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>