આ સમગ્ર વિશ્વ બહુ મોટું છે તેમજ અહિયાં રહસ્યો પણ ભરપુર છે. આજે પણ આ દુનિયા મા ઘણા એવા ક્ષેત્રો છે કે જ્યાં રહસ્યો તો છે પણ તેનો ઉકેલ હજુ સુધી નથી મળ્યો. આ આધુનિક યુગ મા જ્યાં બધું વિજ્ઞાન થી સાબિત થઇ જાય છે ત્યાં આજે પણ ઘણા એવા રહસ્યો છે કે જેમાં વિજ્ઞાન પણ અસફળ રહે છે.
તો ચાલો આજે વાત કરવી છે એવી એક જગ્યા ની જે પણ આવા જ રહસ્યો થી ભરપુર છે. તો અહિયાં વાત કરવામાં આવે છે ત્રેતા યુગ ની કે જયારે મેઘનાથ સાથે યુદ્ધ મા લક્ષ્મણ મુર્ક્ષિત થયા અને ત્યારે હનુમાનજી સંજીવની બુટી માટે આખો પહાડ ઉપાડી લાવ્યા હતા. તો આજે પણ આ પર્વત ઉપર ભગવાન શિવ ના પદચિન્હો જોવા મળે છે અને તે પણ એક એવો રહસ્ય છે કે જેના ઉપર થી વિજ્ઞાન પણ વિફળ રહ્યું છે. તો ચાલો જાણીએ આ પર્વત વિશે.
આજે જે સ્થળ વિશે વાત થાય છે તે અત્યારે ભારત મા નહીં પણ શ્રીલંકા મા છે. આ સ્થળ ને એડમ્સ પીક અથવા તો શ્રીપદ નામે ઓળખવામાં આવે છે. આ પર્વત ત્રેતા યુગ થી હજુ અત્યાર સુધી અહિયાં સ્થિત છે. બદલતા ધર્મો મુજબ દરેક ધર્મ પ્રમાણે આ પર્વત ને લઇને અલગ-અલગ માન્યતાઓ જોડાયેલી છે પણ હિંદુ ધર્મ સાથે તો આનો ગાઢ સંબંધ છે.
તમને આ જાણીને નવીન લાગશે કે આ પર્વત ની ભીતર એક મંદિર બનાવેલું છે અને ત્યાં માત્ર પદચિન્હો જોવા મળે છે. તેમજ ત્યાં ના સ્થાનિક લોકો તેવું માને છે કે આ પદચિન્હો ભગવાન શંકર ના છે. આ પર્વત રતનપુર નામના જિલ્લા મા ઝાડી જંગલો ની વચ્ચે આવેલ છે. તેમજ આ આખો વિસ્તાર સમનાલા માઉન્ટેન પર્વતમાળા નો એક ભાગરૂપ છે.
ત્યાં ના સ્થાનિક લોકો આ પર્વત ને રહુમાશાલા કાન્ડા તરીકે ઓળખે છે. આ પર્વત પર આવેલા મંદિર મા ભગવાન શિવ ના પદચિન્હો છે. તેમજ સ્થાનિક લોકો ની માન્યતા છે કે ભગવાન શિવ મનુષ્યો ને તેમનો દિવ્ય તેજ દેખાડવા અહીં પ્રગટ થયા હતાં. આ કારણે આ પર્વત ઉપર તેમના પગ ના નિશાન રહી ગયા છે. આ સ્થળને સીવણોલી પદમ અથવા શિવનું પ્રકાશ પણ કહેવાય છે.
મેઘનાથ સાથે યુદ્ધ મા તેના બાણ વડે મુર્ક્ષિત હતા લક્ષ્મણ
આશરે ૨,૨૦૦ મીટર ની ઊંચાઇ પર આવેલ પર્વત ની બીજી પણ ઘણી વિશેષતાઓ છે. આ પર્વત ઘણાં કિંમતી પત્થરો થી ભેરેલો છે અને તેનો ઉલ્લેખ રામાયણ મા જોવા મળે છે કે જ્યારે મેઘનાથ દ્વારા લક્ષ્મણ ઘાયલ થઈ મુર્ક્ષિત થયા ત્યારે તેમને બચાવવા માટે એક સંજીવની બુટી ની જરૂર હતી. આ સંજીવની બૂટી ની શોધ માટે હનુમાનજી ને મોકલવા મા આવ્યા હતા અને તેમને માત્ર સંજીવની બૂટી માટે કહેલું અને જે હિમાલય પર્વત માળા મા હતી.
ત્યારે સંજીવની બૂટી ને પારખવામાં હનુમાનજી અસફળ રહ્યા એટલે તેમને આખો પર્વત જ ઉપાડી લીધો અને આ પર્વત ને લંકા તરફ લઈ જવા નીકળી પડ્યા. જયારે ભ્રાતા લક્ષ્મણ ની સારવાર પતી ગઈ એટલે તેમને આ પર્વત ને પાછો તેની મૂળ જગ્યા પર પરત મૂકી દેવા મા આવ્યો. આ છે આ પર્વત પાછળ નુ ધાર્મિક મહત્વ અને તેના સિવાય પણ આ પર્વત આખી દુનિયા મા પ્રખ્યાત છે.
આખા વિશ્વમા આ પર્વત એશિયા નો સૌથી સારા મા સારો સૂર્યોદય અહીંયા થી જોવા મળે છે. આ કારણે અહિયાં પ્રવાસીઓ ની ભીડ સદાય જોવા મળતી હોય છે તેમજ અહિયાં મુલાકાતે આવેલ લોકો આ પર્વત ઉપર થી જોવા મળતું આ કુદરતી દૃશ્ય નિહારી તેઓ આશ્ચર્યચકિત થઈ ઉઠે છે. આ રમણીય દૃશ્ય ખરેખર આલોકીક છે.