લાખોનો બીઝનેસ ચાલુ કરો એ પણ માત્ર ૩૫૦ રૂપિયાનુ રોકાણ કરીને, ૧૩ વર્ષ નો નાનો છોકરો કમાયો ૩૦ લાખ…

તો આજે વાત કરવી છે કે માત્ર ૩૫૦ રૂપિયા મા શરુ કરેલ બિઝનેસ આપે છે લાખો રૂપિયા નો નફો. આ બિઝનેસ ને શરુ કરી દિલ્હી ના એક છોકરાએ લગભગ ૩૦ લાખ રૂપિયા એક જ ઝટકે કમાવી લીધા હતા. તમે પણ તેની જેમ આ બિઝનેસ કરીને લાખો રૂપિયા ની કમાઈ કરી શકો છો.

આ બિઝનેસ જેની વિષે વાત થઇ રહી છે તેને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે,પછી ભલે તમે વિધાર્થી હોવ કે ઘર કામ કરતી ગૃહણી. કોઈ પણ આ વ્યવસાય કરી શકે છે અને આના માટે તમારે ખુબ વધારે રોકાણ પણ કરવાની જરૂરત રેહતી છે. તો ચાલો જણાવી દઈએ આ બિઝનેસ કેવી રીતે શરુ કરવું.

તમે જો આ વ્યવસાય ને ઓનલાઈન શરુ કરવા માંગો છો તો આજે અમે તમારા માટે ખુબ સરસ વ્યવસાય લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવશું કે માત્ર ૩૫૦ રૂપિયા ના રોકાણ કરીને કેવી રીતે બિઝનેસ કરી શકો અને આ આર્ટીકલ મારફતે તમને જણાવીશું કે કેવી રીતે આ એક ૧૩ વર્ષના બાળકે આ બિઝનેસ થી ૩૦ લાખ રૂપિયા કમાયો. આજે અમે તમને ડોમેન એટલે કે વેબસાઈટ ખરીદી ને વેચવા વિષે જણાવીશું.

હવે આગળ વધતા પેલા વાત કરીએ આ ૧૩ વર્ષ ના અક્ષત મિત્તલ વિશે કે જેને oddeven.com નામની એક વેબસાઈડ બનાવી હતી. આ વેબસાઈટ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ અક્ષત દ્વારા ખરીદવા મા આવી હતી.ત્યારે તે માત્ર ૯ મા ધોરણ મા અભ્યાસ કરતો હતો. અક્ષતે ત્યારે દિલ્હી મા ચાલી રહેલ odd-even નિયમ ને ધ્યાન મા રાખી ને આ વેબસાઈટ બનાવવા નુ કાર્ય ચાલુ કર્યું હતું.

જયારે આ વેબસાઈટ નુ કામ પૂરું થયું ત્યારે કારપૂલ કંપની ના માલિકે આ વેબસાઈટ ખરીદી અને તેના બદલે અક્ષતને આશરે ૩૦ લાખ રૂપિયા તેમના દ્વારા ચુકવવા મા આવ્યા હતા. તો તમે પણ આ આર્ટીકલ ધ્યાન થી વાંચો અને આ રીત અપનાવી આ બીઝનેસ શરુ કરી શકો છો.

હવે તમને જણાવીએ આ બીઝનેસ વિશે કે ડોમેન નો અર્થ શું થાય છે અને તેનો ઉપયોગ શું છે. ડોમેન નો અર્થ થાય છે કોઈ પણ વેબસાઈટ નું કરવામાં આવતું પંજીકરણ. કોઈ પણ વેબસાઈટ બનાવવા માટે પંજીકરણ કરીએ ત્યારે ડોમેન મહત્વ નુ હોય છે. ડોમેન ને ખરીદવા માટે ઘણી બધી વેબસાઈટો ઉપલબ્ધ છે જેમ કે godaddy.com, hostgator.com, namecheap.com તેમજ બીજી ઘણી બધી.

હવે ધારો કે તમારે Go Daddy ની વેબસાઈટ પરથી ડોમેન લેવાનું થાય તો તેની વેબસાઈટ પર જઈ ડોમેન શોધવાનું રહશે. ડોમેન ની કીમત ૩૫૦ રૂપિયા થી ચાલુ થાય છે અને ત્રણ-ત્રણ હજાર સુધી જાય છે. તો હવે તમે ડોમેન તમારી ઈચ્છા મુજબ ચયન કરી શકો છો. તમે જે પણ ડોમેન નેમ ખરીદશો તેને બીજી કોઈ પણ વ્યક્તિ ખરીદી ના શકે. હા એક થઇ શકે કે તમે લીધેલ ડોમેન ને વેહ્ચી શકો છો પછી જેવું તમારું ડોમેન નેમ તેવા રૂપિયા.

ડોમેન ને ખરીદતા સમયે રાખવામાં આવતી તકેદારી તેમજ ઘણી એવી વાતો કે જેનું ધ્યાન રાખવું જોઈએ. પહેલું કે જે તમે ડોમેન નેમ ખરીદવા માંગો છો તેની બજાર મા માંગ કેવી છે. તમારા ડોમેન નુ નામ બજાર મા નીકળવું જોઈએ એટલે કે ટ્રેન્ડિંગ મા રહેવું જોઈએ. તમે જે ડોમેન ખરીદી રહ્યા છો તેની પાછળ જો .com અથવા તો .in હોય તો તે વેહલા વેચાય જાય છે. જેથી તમે તેને વેહ્ચી ને સારા રૂપિયા કમાઈ શકો છો.

Comments

comments


3,569 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =