બેસન ગટ્ટાનું શાક તો બહુ ખાધું હશે આજે શીખો રાજસ્થાનની સ્પેસીઅલ વેરાયટી બેસન ગટ્ટાનો પુલાવ…

આજે આપણે M.P અને Rajasthan માં બનતો ત્યાં નો સ્પેશિયલ પુલાવ બનાવશું.

ગટ્ટાનો પુલાવ આ બહું ટેસ્ટી હોય છે અને જો મહેમાન આવવા ના હોય ત્યારે એકના એક ટાઈપ ના પુલાવ ખવડાવી કંટાળી ગયા છો તો આ ડીફરન્ટ ટાઈપ નો પુલાવ બનાવીને સૅવ કરો તો મહેમાનો ને મજા પણ આવશે જોડે તમારી તારીફ પણ થશે તો ચાલો બનાવીયે ….

બેસન ગટ્ટાનો પુલાવ

સામગ્રી :-

ગટ્ટા બનાવવા ની સામગ્રી

૧/૨ કપ બેસન,
૧/ટે.સ્પૂન લાલમરચું,
૧/૪ ટી.સ્પૂન અજમો,
મીઠું,
૧/૪ ટી.સ્પૂન હળદર,
૧ ટી.સ્પૂન તેલ,
ચપટી સોડા,

IMG_20180819_143252

પૂલાવ માટે

૧ બાઉલ છૂટો રાધેલો ભાત,
ગટ્ટા,
૨ ટે.સ્પૂન બાફેલા લીલા વટાણા,
૧/૪ ટી. સ્પૂન હળદર,
૧ ટે.સ્પૂન લાલમરચું,
૧/૨ ટી.સ્પૂન ધાણાજીરું,
૨ લીલામરચાં બારીક સમારેલા,
જીરું,
હીંગ,
૧/૨ ટી.સ્પૂન ખાંડ,
લીંબુનો રસ,
મીઠું,
કોથમીર,

રીત :-

એક બાઉલમાં ગટ્ટા બનાવાની બધી સામગ્રી લઈ તેનો લોટ બાધવો.પાણી બહુ ન નાખવુ સાચવીને નાખવું.

IMG_20180819_143315

લોટ પરાઠા જેવો બાધવો . હળે લોટ માં થી લાંબા રોલ કરવા .

photo_collage11534669482015

એટ કડાઈમાં પાણી ઉકાળવું અને તેમાં આ રોલને બાફવા રોલ તળીને ઉપર આવે એટલે તેને પ્લેટ માં કાઢી ઠંડા કરવા .

ઠંડા થાય એટલે તેના ગોળ નાના પીસ કરવા.

IMG_20180819_143526

હવે એક બીજી કડાઈમાં બે ચમચા તેલ લઈ તેમાં જીરું હીંગ નાખવું .
પછી તેમાં લીલામરચાં , વટાણા , ગટ્ટા અને બધો મસાલો નાખી એટ મિનિટ માટે સાતળવુ.

IMG_20180819_143543

ત્યારબાદ તેમાં ભાત નાખી મિકસ કરી લીંબુનો રસ ,ખાંડ નાખી મિકસ કરવો.

IMG_20180819_143559

છેલ્લે કોથમીર નાખી આ પુલાવને ગરમ ગરમ સવૅ કરો.

આ પુલાવ દહીં નુ રાયતુ કે પછી એમને એમ પણ સારો લાગે છે.

IMG_20180819_143757

નોંધ :

* વટાણા ની જગ્યાએ લીલા ચણા પણ લઈ શકાય.

મારી આ રેસીપી કેવી લાગી એ મને જણાવજો મારી રેસીપી ને લાઈક અને શેર કરવાનુ ભૂલતા નહીં. જેથી મારો ઉત્સાહ વધે અને આવી જ નવી નવી રેસીપી હું તમારિ માટે લાવતી રહું. .

રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,643 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>