કોઈપણ પ્રકારના દુખાવામાં પેનકિલર તમારા રસોઈ ઘરમા રહેલી આ ચીજ વસ્તુઓ વધુ અસરકારક છે, જાણો આ સુપર ફૂડ્સ

મિત્રો , હાલ નું જીવન એટલું બધું આધુનિક અને વ્યસ્તતા ભરેલું બની ગયું છે કે માનવી યોગ્ય સમયે યોગ્ય આહાર ગ્રહણ કરી શકતો નથી તથા યોગ્ય ઊંઘ લઇ શકતો નથી. પરિણામે તેનું સ્વાસ્થ્ય કથળે છે. તે યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકતો નથી અને અનેક શારીરિક તથા માનસિક યાતનાઓ નો ભોગી બને છે.

આ યાતનાઓ માંથી મુક્તિ મેળવવા માટે તે અનેક દવાખાનાઓ ના ચક્કર મારે છે અને મેડિસિન્સ નું સેવન કરે છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે ઘણી વાર આ મેડિસિન્સ નુ વધુ પડતું સેવન જ શરીર મા બીમારી ઉદ્દભવવા નુ કારણ બને છે. આપણા શરીર મા ઉદ્દભવતી મોટા ભાગ ની શારીરિક તથા માનસિક બીમારીઓ નો ઈલાજ તો આપણા ઘર ના રસોઈઘર મા જ હોય છે પરંતુ , આપણ ને આ વિશે ની યોગ્ય માહિતી નથી હોતી.

આ ચીજવસ્તુઓ ના સેવન થી તમારા શરીર મા કોઈપણ જાત ની આડઅસરો નથી થતી તથા તમારી બીમારી પણ સરળતા થી દૂર થઈ જાય છે. આ ચીજવસ્તુઓ પ્રકૃતિ ના સાનિધ્ય માંથી પ્રાપ્ત થયેલી એકદમ શુદ્ધ અને પવિત્ર હોય છે. આ ઉપરાંત આ ચીજવસ્તુઓ ના સેવન માટે કોઈપણ તજજ્ઞ ની સલાહ લેવા ની આવશ્યકતા નથી. તો ચાલો, જાણીએ કઈ છે આ ચીજવસ્તુઓ ?

હળદર અને આદુ :
હળદર એ ખુબ જ અસરકારક પેઇનકિલર છે. તેમાં એન્ટિસેપ્ટિક તથા એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી ગુણતત્વો ભરપૂર પ્રમાણ મા હોય છે. જો તમારા શરીર પર કોઈ ઘા લાગ્યો હોય તો તેની પીડા માંથી રાહત મેળવવા માટે હળદર નો ઉપયોગ કરી શકાય. જો શરીર ના આંતરિક ભાગ મા કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદ્દભવતી હોય તો દૂધ મા હળદર ભેળવીને તેનું સેવન કરવાથી તેમાં રાહત મેળવી શકાય.

આ ઉપરાંત જો શરીર ના કોઈ ભાગ પર સોજો ચડ્યો હોય તો તેના પર હળદર અને ડુંગળી નો રસ મિક્સ કરી લગાવવા મા આવે તો રાહત મળે છે. આદુ પણ એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી તથા એન્ટી-નોજીયા જેવા ઔષધીય ગુણતત્વો ધરાવે છે. જો તમને પેટ ને લગતી કોઈ સમસ્યા ઉદ્દભવે તો એક ચમચી આદુ ના રસ મા લીંબુ નો રસ ઉમેરી સેવન કરી લેવું જેથી આ દુઃખાવો દૂર થઈ જાય છે.

આ સાથે જ સ્નાયુ તેમજ સાંધા ને લગતા દુઃખાવા મા પણ આદુ એક અસરકારક ઈલાજ રૂપે નીવડે છે. આદુ નો રસ કોઇપણ પ્રકાર ના તેલ મા ઉમેરી ને તેને જે જગ્યાએ દુખાવો થતો હોય અથવા તો શરીર ના સાંધા હોય તે જગ્યાએ માલીશ કરવા થી પણ સાંધા ના દર્દ ને દૂર કરી શકાય છે.

કોફી તેમજ સેલમેન માછલી :
કોફી પણ એક પ્રાકૃતિક મેડિસિન તરીકે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. કોફી મા કેફીન નામ નું તત્વ પુષ્કળ પ્રમાણ મા હોય છે. જો તમને સરદર્દ ની સમસ્યા ઉદ્દભવે તો તેમાં રાહત મેળવવા માટે કોફી અત્યંત કારગર સાબિત થાય છે. પરંતુ , એ વાત ની કાળજી રાખવી કે દિવસ મા બે કપ થી વધુ કોફી નું સેવન ના કરવું તેનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય ને હાનિ પણ પહોંચાડી શકે છે.

સેલમન નામક માછલી પણ શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માછલી મા ઓમેગા 3 ફેટી એસિડ પુષ્કળ પ્રમાણ મા પ્રાપ્ત થાય છે. જો તમને સાંધા ને લગતી કોઈ સમસ્યા હોય તો તમારા માટે આ માછલી નુ સેવન અત્યંત લાભદાયી છે.

ફુદીનો :
જો તમે પેટ ને લગતી કોઈપણ સમસ્યા થી પીડાતા હોવ તો તેનો ફક્ત એક જ ઈલાજ છે અને તે છે ફુદીનો. જો તમે પેટદર્દ , ગેસ , અપચો જેવી કોઈપણ સમસ્યા થી પીડાતા હોવ તો ફુદીના નું સેવન તમારા માટે અત્યંત લાભદાયી છે. ફુદીના ના પર્ણો વાટી ને તેની ચા બનાવવા મા આવે તો તમારો ખરાબ મૂડ પણ સુધરી જાય છે તથા શરીર મા રહેલી વધારા ની ચરબી ને દૂર કરવા માટે પણ આ ચા ફાયદાકારક છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,104 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>