સાથીયો, આજે અમે તમને એક એવો કીમિયો જણાવવાના છીએ કે જેને જાણીને તમે ખુબ ખુશાલ થઇ જશો, તમારે તમારા મનમાં એક નંબર નક્કી કરવાનો છે અને તે નંબરથી તમારી ઉંમર જણાવવા જઈ રહ્યા છે તો ચાલો શરુ કરીએ. જેમ કેટલાક વ્યક્તિના હાથ જોઈને સ્વાસ્થ્ય અને જીવન શૈલીમાં અને હ્ર્દય રોગ સંબંધી જાણકારી આપી શકે છે. તેવી જ રીતે અમે તમારા મનને વાંચીને તમારી ઉંમર અને પસંદ કરેલો અક્ષર જણાવીશું.
આ રીત શરુ કરો તો વચ્ચે અધુરી મુકવી નહિ અને કેલ્કયુલેટરનો ઉપયોગ ગમે તેટલો કરી શકો.
૧ થી ૯ નંબર માંથી એક નંબર ધરી લ્યો. હવે તેને ૨ વળે ગુણાકાર કરી નાખો.
ગુણાકાર કર્યા બાદ જે નંબર આવે તેમાં ૫ ઉમેરી નાખો અને ૫ ઉમેરીયા બાદ જે નંબર મળે છે તેને ૫૦ વડે ગુણાકાર કરો.
જે નંબર આવશે તેમાં ૧૭૬૮ નો સરવાળો કરો.
હવે તમને ૧૭૬૮ સાથે સરવાળો કર્યા પછી જે રકમ મળે છે તેમાંથી તમારો જન્મ વર્ષ (જેમ કે ૧૯૮૭, ૧૯૯૯ વગેરે) બાદ કરી નાખો.
હવે તમને જે નંબર મળશે તે ત્રણ અંકનો મળશે તેમાં પહેલો નંબર જે છે એ તમે મનમાં ધાર્યો તો એ છે અને છેલ્લા બે નંબર તમારી ઉંમર છે.