ખરેખર સફેદ માટલાનું પાણી પીવું હાનીકારક છે? જાણો વાઈરલ ખબર પાછળનું સત્ય

આજ કાલ આ એક ન્યુઝ બહુ વાઈરલ છે. ટેકનોલોજી જેટલી માણસ માટે ઉપયોગી છે ક્યારેક તે જ હાનીકારક બની જાય છે. સોસીયલ મીડિયાનો ઉપયોગ તો સારા કામ માટે કરવો જોઈએ. અને તેના માટે જ તેની શોધ થઇ પણ આજ કાલ અમુક લોકો તેમાં ગમે તેવા ખોટા ન્યુઝ કોઈ પણ જાત ના નોલેજ વિના જ બેફામ પોસ્ટ કરી રહ્યા છે. અને હમણાં જ એક આવી ખબર કોઈક એ પોસ્ટ કરી હતી કે સફેદ માટલા એ ફેક્ટરી માંથી વધેલા કચરા માંથી બને છે. જેમાં પાણી નાખી ને પીવાથી ખુબ જ હાનીકારક સાબિત થઇ શકે છે.

પોસ્ટ કરનાર વિષે તો કોઈ જાણકારી નથી. પણ લોકો પણ બેફામ આવી ખબરો ને સેર કરે છે અને આં ન્યુઝ પણ ખુબ જ વાઈરલ થઈ અને લોકો આવું માનવા પણ મંડ્યા કે સાચે આવું જ હશે સફેદ માટલા ફેક્ટરી માંથી નીકળતા કચરા માંથી બને છે. અને તેના લીધે પ્રજાપતિ સમાજ જે માટલા બનાવે છે એમના જીવન માં ખુબ જ અસર પડી છે. એમની રોજગારી માં પણ અસર પડી છે.

પણ તમને જણાવી દઈએ કે આ મેસેજ એક અફવા છે આ વાત ની જડ સુધી પહોચવા માટે અમુક લોકો એક ફેમસ માટલા બનાવવા વાળા ભાઈ પાસે ગયા અને ત્યાં જઈ અને પુછતાછ કરી કે શું છે આ વાત ની હકીકત? શું સાચેક  આ માટલા કચરા માંથી બને છે કે પછી કોઈ બીજી રીતે બને છે અને બીજી રીતે બને છે તો કઈ રીતે બને છે?

ત્યારે તેઓ એ જણાવ્યું કે આ એક અફવા છે અમે સફેદ માટલા બનાવવા માટે માટી ને ખુબ જ ઉચા તાપમાને પકાવીએ છીએ અને તેના લીધે તે સફેદ થઇ જાય છે. અને પછી આ માટી દ્વારા અમે માટલા બનાવીએ છીએ. આ માટલા માં પાણી પીવું એ જરા પણ ખરાબ નથી ઉલટાનું આ માટલા માં પાણી વધુ ઠંડુ થાય છે. અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જ છે. માટે આવી કોઈ ખબર તમે ઓનલાઈન જુઓ તો જાણ્યા જોયા વિના ક્યારેય ભરોષો  ન કરો અને અફવાઓ ન ફેલાવો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,345 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>