કેલ્શિયમનો ભંડાર છે સાબુદાણા, હાડકા અને સાંધાના દર્દ માટે છે ફાયદાકારક

વ્રતના સમયે સાબુદાણાનું સેવન દરેક એ કરેલુ જ હોય છે. અમુક લોકો વ્રત માં સાબુદાણા ની ખીર ખાતા હોય છે તો અમુક લોકો ને તેની ખીચડી ભાવતી હોય છે. વ્રત માં જ નહિ પણ સામાન્ય દિવસો માં પણ સાબુદાણા નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક હોય છે. સાબુદાણા નું સેવન શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી બની રહે છે. શરીર ને એનર્જી તો મળે જ છે સાથે સાથે હાડકા ને પણ મજબુત  બનાવી રાખવા તે ખુબ જ અસરકારક સાબિત થાય છે.

સાબુદાણા માં એન્ટી ઓક્સીડેટ, કોપર, કેલ્શિયમ, સેલેનીયમ, ફાયબર, વિટામીન b6 અને સોડીયમ જેવા તત્વો રહેલા છે. આ શિવાય તેમાં પોટેશિયમ અને આયરન પણ રહેલા હોય છે. વ્રત ના સમયે સાબુદાણા નું સેવન કરવાથી આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે. સાબુદાણા નું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા પોષક તત્વો મળી રહે છે આ માટે વ્રતના સમયે ખાવાથી શરીર નબળું નથી પડતું. અને આખો દિવસ નબળાઈ નો અનુભવ નથી થતો.

વ્રતના દિવસો માં લોકો જાત જાત ની સાબુદાણા ની વાનગીઓ બનાવતા હોય છે જેમકે ખીર, વડા, ખીચડી ઘણા લોકો ઉપમા પણ બનાવતા હોય છે. વિટામીન મિનરલ્સ અને ફાયબર ના લીધે સાબુદાણા નું સેવન કરતા જ શરીર માં તે શક્તિનો સંચાર કરે છે. ફાયબર ના લીધે કબજિયાત અને ગેસ જેવી સમસ્યા નથી થતી. શરીરમાં જો ગરમી વધી ગઈ હોય તો સાબુદાણા ની ખીચડી ખાવા થી લાભ થાય છે.

આયર્ન હોવાના લીધે શરીર માં રેડ બ્લડ સેલ્સ ને વધારે છે અને લોહી ની ખામી પણ દુર થાય છે. કેલ્સિયમ હોવા ને લીધે હાડકા માટે તે ખુબ જ ફાયદાકારક છે. સાથે માસપેસીઓ પણ મજબુત થાય છે. આની અંદર પ્રોટીન ની માત્રા પણ વધુ હોય છે જેના લીધે શરીર માંથી નબળાઈ દુર થાય છે. વજન વધારવા માટે પણ સાબુદાણા ની ખીર ખુબ જ અસરકારક છે. માટે વ્રત માં સાબુદાણા નું સેવન કરવું જોઈએ. સ્વાદ માં પણ સાબુદાણા ની આઈટમ ખુબ સારી લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,348 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>