નાના મોટા બધાને બાલાજી કેળાની વેફર ભાવતી જ હશે તો ચાલે હવે ઘરે બજાર કરતા સસ્તી અને હાઈજેનીક કેળાની વેફર બનાવીયે.

સામગ્રી:

  • ૧ ચમચી મરી પાઉડર,
  • ૧ ચમચી સિંધાનુ અથવા મીઠું ,
  • ૧ ચમચી સંચર,
  • કાચા કેળા,
  • તેલ,

રીત:

 

સૌ પ્રથમ મરી પાઉડર, સિંધાનુ અને સંચરને મિક્સ કરી મસાલો બનાવી લેવો.

પછી તેલ ગરમ કરવા મૂકી એક કેળાની છાલ કાઢવી.


ધ્યાન રહે કે ઉપરનો લીલાશ પડતો ભાગ નીકળી જાય, એટલે કે સફેદ થઈ જાય ત્યાં સુધી પિલર વડે છાલ કાઢવી.
હવે ગરમ તેલમાં સ્લાઇસર મદદથી કેળાની ચિપ્સ સીધી તેલમાં પાડવી.

વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી, લગભગ ૩ મિનિટ માં વેફર થઈ જાય છે

વેફરને એક બાઉલમાં કાઢી તરત બનાવેલ મસાલો છાંટવો.

આમ બધા કેળાની એક પછી એક વેફર પાડીને તળવી.


તો તૈયાર છે કેળાની વેફર.

નોંધ:

જો બધા કેળાની સાથે છાલ કાઢીશું તો કાળા પડી જશે.
બનાવેલ મસાલામાં લાલ મરચું ઉમેરી તીખી મસાલા વેફર પણ બનાવી શકાય છે

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
 
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
વિડીઓ જુઓ.

Comments

comments


3,680 views

Leave a Reply

Your email address will not be published.


− 6 = 3