કાર શીખી લીધા બાદ અને શીખતા સમયે યાદ રાખો આ ૫ માસ્ટર ટીપ્સ….

હાલ ના સમયે કાર ચલાવવી તેમજ શીખવી બહુજ મહત્ત્વપૂર્ણ છે. આત્યાર ના આ આધુનિક યુગ માં જો તમે કાર ચલાવવા માંગતા હોવ કે પછી શીખવા માંગતા હોવ તો ધ્યાન માં લ્યો અમારી આ બધી માસ્ટર ટીપ્સ જે તમને એક અનુભવી કાર ચાલક બનાવી દેવામાં સાથ આપશે…….

કેવી રીતે નક્કી કરવુ કે આગળ વાળી ગાડી કેટલી દૂર છે

આપળી કાર થી આગળ ની કાર નો અંતર કેટલો છે આ પ્રશ્ન દરેક કાર ચાલક ના મન માં આવે છે.આ એવો મહત્વ નો પ્રશ્ન છે કે જેની જાણ દરેકે કાર ચલાવતા સમયે કરવી જોઈએ. પરંતુ બહુ મુશ્કેલ લાગતો આ પ્રશ્ન નો જવાબ સાવ સેહલો છે અને જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે જયારે આપળે કાર ચલાવતા હોઈએ ત્યારે આપળી અને આગળ ની કાર વચ્ચે ની દુરી નક્કી થાય છે રોડ ઉપર વચમાં આવતી સફેદ પટ્ટી પર થી.

જો કાર ચલાવતા તમને જ્યાં સુધી આ સફેદ પટ્ટી વચ્ચે દેખાતી હોય ત્યાં સૂધી વાંધો નહિ પણ જો આ નો દેખાય તો સમજી લેવું કે હવે આપળે ગાડી ને ધીમી કરવી પડશે કાં પછી ગાડી બ્રેક કરી રોકવી પડશે.

કાર ટર્નિંગ લેતા સમયે જોવુ

કાર નો જયારે ટર્નીંગ લેવાતો હોય ત્યારે આપળને વીજપોલ,ટેલિફોનનો થાંભલો અને રોડ પર ના ઝાડ વધારે નડે છે જેના માટે ૯૦ અંશ નો ખૂણો લઈને જો ગાડી વાળવામાં આવે તો આપળી ગાડી ઠોકયા વિના કે પછી ઘરસકા વિના વળી જાય છે.આજ રીત આપળ ને બધા જગ્યાએ લાગુ પડે છે જેમાં ત્યાં ના ઉભેલ ખુણા ને ધ્યાન માં રાખવામાં આવે છે.

અંદરનો અરીસો અને બહારના અરીસા નો ઉપયોગ કરો

કાર ચલાવતી વખતે આપેલ કાંચ નો ઉપયોગ થવો પણ જરૂરી છે તેનાથી પણ ઘણા બધા અકસ્માત અટકાવી શકાય છે. એના માટે કાર ચલાવતા સમયે સમયાંતરે-સમયાંતરે હમેશા ઇનર વ્યુ મિરર અને વિંગ મિરર ને ચેક કરતા રહ્વું જોઈએ.

કાર ને રિવર્સ કરતી વખતે

કાર ને પાછળ લેતા સમયે પાછળ જોયને કે પછી માથું બહાર કાઢીને જોવા કરતા ફ્રન્ટ મિરર કાં તો પછી કેમેરા નો ઉપયોગ શીખવો હિતાવત છે. જ્યાં આપડાને શંકા જેવું લાગે ત્યાં આપળે બીજી ચીજ-વસ્તુ કેટલી છેટે છે એ જોવા માથું બહાર કાઢી ને જોય શકાય છે જેથી આપળી ગાડીના બમ્પર ને નુકશાની ના થાય.

ગાડીમા કેવી રીતે બેસવુ

કાર ચલાવવા ની જેમ જ કાર હન્કાળવા માટે કઈ રીતે તેમાં બેસવું એ પણ વધુ મહત્વનું છે અને આમાં તો ઘણ ખર અનુભવી કાર ચાલકો પણ ભૂલ કરે છે, બેસતા સમયે નક્કી કરો કે આપળી કમર સાવ સીધી રેતી હોય તેમજ આપણ ને જ્યાં થી બધું સાવ દેખાતું હોય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,604 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>