કાંગની ખીચડી – આ ખીચડી ડાયાબિટીસનાં દર્દીઓ પણ આરામથી ખાઈ શકાશે ને ટેસ્ટી પણ છે તો બનાવજો જરૂર…

હેલો ફ્રેન્ડઝ, “ખીચડી ” આ વાનગી આપણા દરેક ગુજરાતીઓના ઘરોમા બનતી સૌથી પ્રચલિત વાનગી છે, દાળ અને ચોખાના મિક્ષણથી બનતી અને બનાવવામા અતિસરળ ખીચડી પણ વિવિધ પ્રકારની બને છે જેમકે, મોગર દાળની , છીલટી દાળની, તુવેરની દાળની, સાદી ખીચડી, વઘારેલી ખીચડી વગેરે વગેરે…. જેમ ચોખા અને દાળની ખીચડી બને છે તેમ બીજા ઘણાં ધાન છે જેની ખીચડી ખુબ સ્વાદિષ્ટ બને છે, ઘઉના ફાડાની, બાજરીની, જુવારની, કાંગની વગેરે…. આજે ડોકટરો પણ આવા આખા ધાન ખાવાની સલાહ આપે છે કે જે પચવામા ખુબ હલકી હોય છે, જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો ચોખા ની ખીચડી નથી ખાઈ શકતા તે લોકો માટે આ ખીચડી ખુબ સારો પર્યાય છે. તો ચાલો આજ હું તમને કાંગની ખીચડી કેવી રીતે બને તે શીખવાડીશ. તો ચાલો નોંધી લો સામગ્રી

સામગ્રી —

  • 1વાટકી કાંગ,
  • 1વાટકી મગની છળીદાળ.

વઘાર કરવા —

  • 2-3 ચમચી ઘી ,
  • 1ચમચી જીરૂ,
  • ચપટી હીંગ
    સ્વાદ અનુસાર મીઠું
    ચપટી હળદર
    લીલા મરચાં 2-3
    મીઠા લીમડાના પાન
    જીણી સમારેલી કોથમીર

રીત —

1–સૌ પ્રથમ કાંગ અને દાળને સાફ કરી અને તેને 2 થી 3પાણી થી ધોઇ લો અને થોડું પાણી નાખી ને 1/2કલાક પલાળી દો કોઇ પણ ખીચડીને બનાવતા પહેલા અડધો કલાક સુધી પલાળી રાખવામાં આવે તો તે ખીચડી એકદમ સરસ રીતે ગળી જાય છે. 2–ત્યાર બાદ તેમાં 3-4 કપ જેટલુ પાણી મીઠું અને હળદર નાખો અને કૂકર મા 3-4 સીટી વગાડી લો. તમે જો કુકર મા સીધી ખીચડી મુકો તો ઉપર 1-2 ચમચી ઘી નાખો જેથી ખીચડી ઉભરાશે નહીં. 3–કૂકર ઠંડું પડે એટલે ખોલી નાંખી તેમા વઘાર કરવા માટે એક વઘારીયા મા 2-3 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ અને લીમડાના પાનને લીલા મરચાંના ટુકડા નાખી ,ચપટી હીંગ નાખી વઘાર કરો.તૈયાર થયેલી ખીચડી ઉપર કરવો, લો તૈયાર છે સરળ અને સ્વાદિષ્ટ કાંગની ખીચડી. તેને કોથમીર થી ગારનીશ કરી ખાટી મીઠી દૂધપાક જેવી કઢી સાથે ગરમાગરમ પીરસી દો .

*કઢી બનાવવાની રીત –

બધાના ઘરોમા અલગ અલગ રીતે કઢી બનતી હોય છે, કોઈને ખાટી કઢી ભાવે તો કોઈને મીઠી, મારા ઘરમા ખાટી મીઠી કઢી બને છે જે ખીચડી સાથે સરસ લાગે છે તો ચાલો નોંધી લો કઢી બનાવવાની રીત —

સામગ્રી —

  1. 5-6 કપ ખાટી છાશ,
  2. 1/2 કપ ચણાનો લોટ ,
  3. સ્વાદ અનુસાર મીઠું ,
  4. સ્વાદ અનુસાર ગોળ,
  5. 2-3 લીલા મરચાં,
  6. 1ટુકડો આદુ ,
  7. 8-10 લીમડાના પાન .
  8. ઘાર કરવા માટેની સામગ્રી
  9. 2 ટેબલસ્પૂન ઘી ,
  10. 1 ટીસ્પૂન જેટલુ જીરુ,
  11. 5-6 નંગ તજ લવિંગ,
  12. ચપટી હીંગ

રીત —

સૌ પ્રથમ એક વાસણમા છાશ અને ચણાનો લોટ લઇ તેને બ્લેનડર વડે જેરી લો જેથી ચણાનો લોટ બરાબર મિક્સ થઈ જાય,

હવે તેમાં લીલા મરચાં ના ટુકડા આદુને ખમણી લો અને સ્વાદ અનુસાર મીઠું અને ગોળ નાખી ને ઉકળવા મૂકો,

10મીનીટ સુધી આ કઢીને ઉકાળીને ગેસ બંધ કરી દો, ત્યારબાદ એક વઘારીયા મા 2ટેબલસ્પુન ઘી ગરમ કરીને તેમાં જીરૂ તજ લવિંગ લીમડાના પાન અને ચપટી હીંગ નાખીને આ વઘાર કઢી ઉપર રેડીને તુરંત ઢાંકણ ઢાંકી દો જેથી વધારની સોડમ અને સ્વાદ કઢીમા બેસી જાય, લો તૈયાર છે મીઠી મઘમઘતી સ્વાદિષ્ટ કઢી.

*મે આ કઢીમા હળદર નથી નાખી તમને ગમે તો નાખી શકો છો.

મે આ કાંગની ખીચડી સાદી બનાવી છે તમે એને વધારે સ્વાદિષ્ટ બનાવવા તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો જેવાકે, ગાજર, વટાણા, ફણસી, કાંદા વગેરે…

આ કાંગ તમને કરિયાણાની દુકાનમાં અને ફુડ મોલમા અને ઓનલાઈન પણ સરળતાથી મળી રહેશે.

તો ચાલો આજ મે તો આ કાંગની ખીચડી બનાવી લીધી હવે તમે પણ જરૂર બનાવજો અને કેવી લાગી એ જરુર જણાવશો ફરી એક નવી રેસીપી લઇને આવુ ત્યા સુધી બાય.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Comments

comments


3,533 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 3 =