આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને રાજસ્થાનની ફેમસ મીઠાઈ કલાકંદ..

કેમછો મિત્રો? આજે હું રાજસ્થાન ની ફેમસ મિઠાઈ કલાકંદ કઈ રીતે બને એની રીત લાવી છું. આ મિઠાઈ બહુજ ટેસ્ટી છે. પણ એને બનાવા માં થોડી મહેનત કરવી પડશે. પણ એક વાર આ મિઠાઈ ખાસો તો તમને ફરી એ બનાવા ની ઈચ્છા થશે.આ મિઠાઈ માવા અને પનીર માંથી બને છે. આ બનાવા થોડી ધીરજ અને મહેનત કરવી પડશે .તો ચાલો ઘરે કલાકંદ બનાવીએ.
                          કલાકંદ
સામગ્રી :-
  • ૧ લીટર દૂધ માથી બનાવેલુ પનીર
  • ૧ લીટર દૂધ
  • ૧/૨ કપ બૂરું ખાંડ
  •   ૧/૪ ટી.સ્પૂન ઈલાયચી પાવડર
  • ગાઁનીશીગ માટે બદામ, પીસ્તા ની કતરણ
IMG_20180901_103522
 રીત :-
    સોથી પહેલા દૂધને ફાડી પનીર બનાવો .પનીર બની જાય એટલે ચોખ્ખા પાણી થી બેથી ત્રણ વાર ધોઈ થોડું મસળી એક બાજુ રહેવા દો.photo_collage11535786896839
  હવે એક નોન્સ્ટિક કડાઈમાં બીજું એક લીટર દૂધ લઈ તેને ઉકળવા મૂકો.આ દૂધ પોણા ભાગનુ બળે ત્યાં સુધી ઉકાળો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.   ઉકળી જાય અને પા ભાગનું રહે એટલે તેમાં જે પનીર બનાવ્યું છે તે નાખવું .photo_collage11535787008583
 પનીર નાખ્યા પછી એને સતત હલાવતા રહેવું. જ્યાં સુધી આખુ દૂધ બળી જાય અને ધટ થાય ત્યાં સુધી હલાવવું.photo_collage11535786929243
 હવે આ મિશ્રણ ધટ થાય એટલે દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર નાખવી અને બે થી ત્રણ મિનિટ હલાવુIMG_20180901_110605.
 મિશ્રણ ધટ થાય અએટલે ગ્રીસ કરેલી થાળીમાં ઠારી તેના પર બદામ,પીસ્તા નીકતરણ પાથરી તેને ઠંડું કરવા મૂકવું. ઠંડું થાય એટલે કાપા કરી એને ડબ્બામાં ભરી દેવું.IMG_20180901_110850
 તો તૈયાર છે કલાકંદ એને ખાઓ અને ખવડાવો.
નોંધ :-
* મે અહીં ઘરે બનાવેલું પનીર લીધું છે તમે તૈયાર પનીર પણ લઈ શકો છો.* મવો પણ તૈયાર લેવાય.
* કલાકંદ માં એક ટી.સ્પૂન  ગુલાબ જલ નાખી શકાય.  તો કલાકંદ ઘરે બનાવો અને કેવું લાગ્યું એ મને રેસીપી ને લાઈક ,કોમેન્ટ અને શેર કરવા નુ ભૂલતા નહીં.
રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા ).
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,340 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>