કાજૂ-ગાંઠિયાનું શાહી શાક – હવે જ્યારે પણ ઘરે મહેમાન આવે ત્યારે ખાસ બનાવજો આ સ્પેશિયલ શાક, મહેમાન ખુશ થઇ જશે……..

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઇ ચુકી છે અને માર્કેટમાંથી શિયાળા જેવા લીલા અને તાજા વૈવિધ્યસભર શાકભાજી પણ લુપ્ત થવા માંડ્યા છે. વળી ઉનાળો એટલે વેકેશન, મહેમાનો નો મહિનો. આવા સમયે દરેક ગૃહિણીને વિચાર આવે કે ટાઈમે-ટાઈમે શું બનાવીને સર્વ કરવું ? તો આજે હું ખાસ સમર સીઝનને ધ્યાનમાં રાખીને આ રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપની વેકેશન સીઝનનું મેનુ, સ્વાદિષ્ટ, ચટપટુ અને મજેદાર બનાવશે. અને ઘરનું બનાવેલું એટલે હેલ્ધી અને હાઈજેનીક તો ખરું જ.

તો આજે હુ કાજૂ-ગાંઠિયાનું શાહી શાક બનાવવાની રેસિપી શેર કરવાની છું જે આપણા ભોજનને રીચ અને ટેસ્ટી બનાવશે.

સામગ્રી :

 • 1 કપ ટમેટાની પ્યુરી,
 • 1 કપ કાંદાની પ્યુરી,
 • 1/2 કપ છાશ,
 • 50 ગ્રામ ગાંઠિયા,
 • 50 ગ્રામ કાજુ,
 • 2 ટેબલ સ્પૂન આદુ, લસણ અને મરચાની પેસ્ટ ( 20 -25 કળી લસણ ),
 • 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર,
 • 1/2 ટેબલ સ્પૂન હળદર,
 • 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું,
 • 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો ( ઓપ્શનલ ),
 • 1/2 ટેબલ સ્પૂન ખાંડ,
 • 1/2 ટેબલ સ્પૂન લીંબુ નો રસ,
 • ચપટી રાય-જીરું,
 • ચપટી હિંગ પાવડર,
 • મીઠું સ્વાદ પ્રમાણે,
 • મીઠો લીમડો,
 • થોડી કોથમીર,
 • સીઝનીંગ માટે તજ, તમાલપત્ર, સૂકું લાલ મરચું, બાદિયા,
 • 5 ટેબલ સ્પૂન તેલ

તૈયારી :

 • ટમેટાને મિક્સરમાં ક્રશ કરી પ્યુરી બનાવી લેવી,
 • કાંદાની પણ પ્યુરી બનાવી લેવી,
 • કોથમીરને બારીક સમારી લેવી.

રીત :
1) સૌ પ્રથમ એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લો. મીડીયમ ફ્લેમ રાખી કાજુને રોસ્ટ કરો. લાઈટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી રોસ્ટ કરો અને પછી બાઉલમાં કાઢી લો.2) તેજ કડાઈમાં બાકી રહેલું 3 ટેબલ સ્પૂન ઓઇલ નાખી મીડીયમ ફ્લેમ તેલ પર ગરમ થવા દો. તેલ ઇનફ ગરમ થાય એટલે તેમાં રાય-જીરું નાખો. રાય તતડી ગયા બાદ તેમાં હિંગ, તજ, તમાલપત્ર, બાદિયા, સૂકું મરચું અને મીઠો લીમડો નાખી મિક્સ કરો.3) ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ ઉમેરી એકાદ મિનિટ ચડવા દો.4) એક મિનિટ પછી તેમાં કાંદાની પ્યુરી નાખો. સાથે હળદર, અડધો ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લો અને બે મિનિટ્સ ચડવા દો.5) હવે તેમાં ટમેટાની પ્યુરી ઉમેરો અને ઢાંકણ ઢાંકીને પાંચેક મિનિટ્સ ચડવા દો.6) ત્યાં સુધીમાં થોડા કાજુ અને થોડા ગાંઠિયાને ગ્રાઇન્ડ કરી પાવડર બનાવી લો. કાજુ, ગાંઠિયાનો પાવડર બનાવી ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી ઘટ્ટ બને છે અને ગ્રેવીનો ટેસ્ટ પણ સારો આવે છે.7) પાંચ મિન્ટ્સ પછી મીઠું, ખાંડ, લીંબુનો રસ, ક્રશ કરેલો કાજુનો પાવડર અને ક્રશ કરેલો ગાંઠિયાનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.8) તેમાં છાશ ઉમેરો અને સાથે 250 મિલી જેટલું પાણી ઉમેરી મિક્સ કરી લો. અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ્સ સુધી ચડવા દો.9) પાંચ મિનિટ્સ પછી તેમાં બચેલો ગરમ મસાલો, ધાણાજીરું, આખા ગાંઠિયા અને રોસ્ટેડ કાજુ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.10) તૈયાર છે શાહી કાજુ-ગાંઠિયાનું શાક, સર્વિંગ બાઉલમાં લઇ કોથમીરથી ગાર્નિશ કરી રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરો.
ખુબ જ સ્પાઈસી અને મસાલેદાર બને છે. હું તો બનાવું જ છું તમે પણ બનાવજો અને આપના મેનુમાં વૈવિધ્યતા લાવજો.

નોંધ :

ગાંઠિયાની જગ્યાએ સેવ લઈને પણ શાક બનાવી શકાય.

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી: અલકા સોરઠીયા (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

Comments

comments


3,745 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 7 =