કાજોલે અજય દેવગણ સાથે શા માટે કર્યા હતા લગ્ન, જાણો સત્ય હકીકત…

મિત્રો બોલીવુડમાં સ્ટાર્સના સંબંધોને લઈને ખુબ ચર્ચા થતી હોય છે. સામાન્ય માણસો ની જેમ બોલીવુડની દુનિયામાં પણ સંબંધનું મહત્વ હોય છે. અહીં ઘણી એવી જોડીઓ છે.અહી આપણે કાજોલ અને અજય દેવગનની જોડી વિષે જાણીશું.બન્ને બોલીવુડ સ્ટારના લગ્નને ઓગણીશ વર્ષ થઈ ગયા છે.તે બંને તેમના છોકરા ને લઈ ને તેની છોકરી ન્યાસા પાસે તેની મેરેજ એનિવર્સરી ઉજવવા માટે ગયા હતા.

કાજોલે 25 વર્ષની ઉંમરે અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા.

કાજોલ અને અજય ની છોકરી ન્યાસા સિંગાપોરમાં ભણે છે માટે તે ભણવાનું છોડીને ભારત આવી શકતી નથી.માટે અજય અને કાજોલ તેના પરિવાર સાથે એને મળવા અને વેડિંગ એનિવર્સરી ઉજવવા માટે સિંગાપુર ગયા હતા.૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ ના દિવસે અજય અને કાજોલના લગ્ન થયા હતા.

તે સમયે કાજોલ ની ઉમર 25 વર્ષની હતી. કાજોલે અજય દેવગન સાથે ત્યારે લગ્ન કર્યા હતા જયારે તેમનું ફિલ્મી કરિયર ખૂબ સારું હતું. કાજોલે આવું શું કામ કર્યું?તે તેણેઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું.

પોતાના માટે થોડો પણ સમય ન હતો.

કાજોલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે અજય સાથે તે સમયે લગ્ન કરવાનું સૌથી મોટું કારણ એ હતું કે તે પોતાના જીવન અને કરિયરમાં થોડો આરામ કરવા માંગતી હતી.માટે તેણે અજય સાથે લગ્ન કર્યા હતા. કાજોલે 9 વર્ષ ફિલ્મોમાં કામ કર્યું હતું.તેણે દર વર્ષે 5 થી 6 ફિલ્મોની ઓફર આવતી હતી. તેની પાસે પૈસા ઓળખ સફળતા આ બધું જ હતું પણ પોતાના માટે થોડો પણ સમય હતો નહીં.

કાજોલ અજય પાસે થી સલાહ લેતી હતી.

પછી તેણે નિર્ણય કર્યો કે હવે મારે લગ્ન કરવા છે.અને વર્ષમાં એક જ ફિલ્મમાં કામ કરવું છે. ઈન્ટરવ્યૂમાં કાજોલે જણાવ્યું હતું કે તે જયારે અજય સાથે હલચલ ફિલ્મ માં પહેલો શોટ આપી રહી હતી ત્યારે તેમને ખબર પડી કે આ વ્યક્તિ તેમના જીવન માંટે મહત્વની છે. ત્યારે અજય અને કાજોલ વચ્ચે કોઈ સંબંધ હતા નહીં. બંને ફક્ત મિત્રો હતા.તે સમયે કાજોલ પોતાની રિલેશનશિપ અને લવ લાઈફ વિષે અજય સાથે વાતો કરતી હતી.

કાજોલ અને અજયે ઘણી ફિલ્મોમાં ઍક સાથે કામ કર્યું હતું.

કાજોલ અને અજય ની પહેલી મુલાકાત ફિલ્મ હલચલના સેટ પર થઈ હતી. પહેલા બંને મિત્રો બન્યા.જયારે કાજોલ અજયને મળી ત્યારે અજયને એક કિનારા પર બેસવું ગમતું હતું. અજય ને વધૂ બોલવું પણ ગમતું ન હતું.ત્યારે કાજોલ ને નવાઈ લાગતી હતી.પરંતુ જયારે કાજોલ અજય સાથે વાત કરવા લાગી તો બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ.

આ ફિલ્મ પછી બંને જણાએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.પછી તે બંને ને પ્રેમ થઈ ગયો અને પછી 1999 માં તેમને લગ્ન કરી લીધા.દેવગન હાઉસમાં મહારાષ્ટ્રિયન રીતિ-રિવાજોથી લગ્ન કર્યા આજે એ બંનેની જોડીને બોલીવુડની શ્રેષ્ઠ જોડી માનવામાં આવે છે.અને આજે પણ તે બંને ખૂબ ખુશ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,320 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>