કડવો લીમડો – ફક્ત ખીલ અને ચહેરા માટે નહિ આ બીમારીઓ પણ થશે દૂર…

ડાયાબિટીસના દર્દીઓને લીમડાના પાનનું સેવન કરવાની વણમાંગી સલાહ સૌથી પહેલાં મળતી હોય છે. પરંતુ શું ખરેખર લીમડાના પાન ડાયાબિટીસની સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે…? જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનું સમાધાન તમને મળી જશે.

લીમડાના અનેક લાભ થાય છે પરંતુ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. માત્ર ડાયાબિટીસ માટે નહીં પરંતું માથાના વાળનો ખોડો દૂર કરવાથી માંડી શરીરની અનેક બીમારીને દૂર કરવાની ક્ષમતા લીમડામાં છે. તો ચાલો જાણી લો તમે આજે કે લીમડાના પાન કઈ કઈ બીમારીને દૂર કરી શકે છે.

લીમડાના પાનથી થતા લાભ

લીમડાના પાનમાં ફંગસ વિરોધી અને જીવાણુરોધી ગુણ હોય છે જે ત્વચા તેમજ વાળ માટે લાભદાયી છે. લીમડાના પાનને પાણીમાં ઉકાળી અને તેનો ઉપયોગ નહાવામાં કરવાથી વાળ અને ત્વચાનું સ્વાસ્થ્ય સુધરે છે.

પેઢાંની સમસ્યા

પેઢાંમાં સમસ્યા હોય તો પણ લીમડાનો ઉપયોગ કરી શકાય છે. પેઢાંમાં સોજો હોય તો તેને દૂર કરવામાં તેમજ મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં પણ લીમડાના પાન ફાયદો કરે છે. લીમડાના પાનને વાટી તેને પેઢાં પર લગાડી મસાજ કરવી અને 10 મિનિટ તેને રહેવા દેવું. પછી પાણીથી કોગળા કરી મોં સાફ કરી લેવું.

ડાયાબિટિસ માટે ઉપયોગીdiabetes-blood-sugar-diabetic-medicine-46173

લીમડાના પાન ડાયાબિટિસના રોગીઓ માટે પણ લાભકારક છે. તેનાથી સુગર નિયંત્રિત થાય છે. ડાયાબિટિસના દર્દીઓએ નિયમિત રીતે લીમડાનો રસ પીવો જોઈએ.

કૃમિ નાશક

લીમડો કૃમિ નાશક છે. પેટમાં થતી કૃમિનો નાશ લીમડો કરે છે. સવારના સમયે ખાલી પેટ લીમડાના પાનનો રસ બે ચમચી નિયમિત પીવાથી કૃમિ દૂર થાય છે. પેટની કૃમિના કારણે જેનું વજન વધતું ન હોય તેમને પણ લીમડાના પાનનો રસ પીવાથી લાભ થાય છે અને વજન વધવા લાગે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,479 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>