કાચબા વાળી વીટી પહેરવાથી તમારુ દુર્ભાગ્ય હમેશા માટે બદલાય જાશે સૌભાગ્યમા, જાણો શુક્રવારે પહેરવાથી મળતા ફાયદાઓ…

કોઈ પણ વ્યક્તિ હોય સફળતા કોને નથી જોતી અને દરેક વ્યક્તિ સફળતા માટે અગાથ પરિશ્રમ પણ કરતો હોય છે. પણ ક્યારેક એવું બનતું હોય કે ઘણો પરિશ્રમ કરવા છતાં દુર્દશા ઘર જ કરતી જાય છે અને તેનો સંભવિત નિકાલ પણ મળતો નથી. પરંતુ જ્યોતિષ વિદ્યા અને તેના શાસ્ત્રો ના અધ્ધ્યન પ્રમાણે જો વાત કરીએ તો ઘણી એવી ધાતુ કે નંગ ની બનેલી વીટીં જો હાથ ની આંગળીઓ માં પેહરવા માં આવે તો દુર્ભાગ્ય સતભાગ્ય માં પરિવર્તિત થવા લાગે છે.

તો આજે આ આર્ટીકલ મા એવી જ ધાતુ તેમજ હીરા કે નંગ ની બનેલી વીંટી વિશે વાત કરવી છે કે જેને પેહરવા થી માનવ ભાગ્ય મા બદલાવ આવવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર આ પ્રયોગ ને એક તટસ્થ પ્રયોગ માને છે કે જેના થી અચૂક પણે કામ થાય છે અને જો તેમાં કાચબા ના આલેખ વાળી વીટીં ને તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. તો ચાલો આજે વાત કરીએ કાચબા ના આલેખ વાળી વીંટી વિશે.

કાચબા ની આકૃતિ યુક્ત વીંટી થી મળતા પરિણામો:

શાસ્ત્રો પ્રમાણે કાચબો સકારાત્મકતા અને પ્રગતી નુ પ્રતિક મનાય છે. આ વીંટી ને શુક્રવારે ખરીદો અને ઘરે લાવીને માં લક્ષ્મી ની મૂર્તિ સામે થોડી વાર માટે રાખી દો ત્યારબાદ દૂધ અને પાણી થી તેને ધોઈ ને આ વીંટી ને જમણા હાથ ની તર્જની આંગળી મા પેહરવી જોઈએ.

કાચબાને ધૈર્ય, શાંતિ, નિરંતરતા અને સુખ સમૃદ્ધિ નુ પ્રતિક માનવામાં આવે છે. કાચબાના આલેખ વાળી વીંટી ચાંદી ની હશે તો વિશેષ ફળ આપે છે.

આ વીંટી ને આંગળી માં એ રીતે પેહરો કે કાચબા નુ મુખ તમારી તરફ રહે કેમકે જો આવું નહિ કરવામાં આવે તો આનું વિપરીત ફળ પણ મળી શકે છે અને તેનાથી નુકશાન પણ થઇ શકે છે.

આ કાચબા ની આકૃતિ વાળી વીંટી નો ઉલેખ તેમજ તેનું ફળ એક પોરાણિક કથા ઉપર આધારિત છે કે જયારે દેવાસુર સંગ્રામ દરમિયાન સમુન્દ્ર મંથન કરવામાં આવ્યું તો ભગવાન વિષ્ણુએ કાચબા નો અવતાર લીધો હતો અને તેજ કાચબા ઉપર મેરુ પર્વત નુ મંડાણ કરેલ હતું.

ત્યારે વિષ્ણુપ્રિયા માં લક્ષ્મી આ સમુન્દ્ર મંથન થી પ્રગટ થયા હતા અને તેમને ભગવાન વિષ્ણુ ને પતિ રૂપ માં પામ્યાં હતા. માં લક્ષ્મી સમુન્દ્ર માં થી ઉત્તપન થયા એટલે તેમને સમુન્દ્ર પુત્રી પણ કહે છે.

ભગવાન વિષ્ણુ ને કાચબા સ્વરૂપ તેમજ માતા લક્ષ્મી તેમની અર્ધાન્ગની માનતા એવી માન્યતા છે કે કાચબા સ્વરૂપ વીંટી ધારણ કરતા ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મી ની અસીમ કૃપા તમારા પર વરસવા લાગે છે અને દુર્ભાગ્ય સદ્ભાગ્ય તરફ વળવા લાગે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,308 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>