કાચા પનીરનું સેવન કરવાથી ખતમ થઈ જશે આ રોગ, પુરુષો અચૂક વાંચે

પનીર દૂધ માંથી બને છે. પનીર એક એવી વસ્તુ છે જેનું સેવન મીઠા અને  નમકીન બંને પ્રકારની વાનગીઓ માં ઉપયોગ માં લઈ શકાય છે. નાસ્તા મીઠાઈ અને નવી નવી વાનગીઓ માં પનીર નો ભરપુર માત્રામાં ઉપયોગ થાય છે. પનીર નું શાક બહુ બધી વેરાઈટી સાથે બનાવવા માં આવે છે. પનીરના શાક નું સેવન બધી ઉમરના લોકો ખુબ જ શોખ થી કરે છે. સ્વાદ માં તો પનીર નું સબ્જી મસ્ત લાગે છે પણ સાથે પનીર નું સેવન કરવાથી શરીર ને ભરપુર ફાયદા થાય છે. પનીર દરેક ઉમરના લોકો માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આજ કાલ ના ફાસ્ટફૂડ  સ્વાદ માં ખુબ સારા લાગે છે અને તેનાથી પેટ તો ભરાય છે પણ શરીરમાં પોષક તત્વો નથી મળતા. શરીરમાં ઘણા બધા પોષક તત્વો ની કમી રહી જાય છે અને પછી તેના લીધે ભવિષ્ય માં બહુ બધી તકલીફ નો સામનો કરવો પડે છે. પણ જો કાચા પનીર નૂ સેવન કરવામાં આવે તો તેમાંથી શરીરને ભરપુર માત્રામાં પ્રોટીન મળે છે. જે લોકો તાકાતવર અને મજબુત બનવા માંગતા હોય તેઓ એ પનીર નું સેવન કરવું જોઈએ.

ઘણા બધા મોટા પહેલવાન મજબુત અને તાકાતવર બનવા માટે સવારે કાચા પનીરનું સેવન કરતા હોય છે. બાળકો માટે પણ એક વાત સાચી છે કે જો નાના હોય ત્યારે તેમનો વિકાસ થઇ જાય એ બહુ જરૂરી છે. કારણકે નાની ઉમરે જ તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય એ ખુબ જ મહત્વપૂર્ણ છે.  પનીર નું સેવન જો બાળકો કરે તો એમનો માનસિક અને શરીરીક વિકાસ ખુબ જ સારી રીતે થાય છે.  બાળકો એ અઠવાડિયામાં એક વાર પનીરનું સેવન જરૂર કરવું જોઈએ.

આજ કાલ લોકો નબળા પડી ગયા છે. શરીરમાં કેલ્સિયમ ની ખામી હોય છે, જેના લીધે શરીરમાં હાડકા પણ નબળા પડી ગયા હોય છે. આ પરેશાની થી દુર  રહેવા માટે કાચા પનીરનું સેવન કરવું પનીર નું સેવન કરવાથી શરીર માં ભરપુર માત્રા માં કેલ્શિયમ મળી રહે છે. તમેં  પણ લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માગો છો તો પનીર નું સેવન કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,169 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>